અમદાવાદમાં એક મહિના બાદ મેઘરાજાની મહેર
અમદાવાદમાં એક મહિના બાદ મેઘરાજાની મહેર
Published on: 12th September, 2026

લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં મેઘમહેર જોવા મળી. છેલ્લા એક મહિનાના ઉકળાટ બાદ શનિવારે સાંજે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો, જેનાથી નાગરિકોને હાશકારો થયો. આ વરસાદને કારણે અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીમાં કુલ 70.17% વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.