મે મહિનામાં અસહ્ય ગરમી: રાત્રે પણ રાહત નહીં, 30 ડિગ્રી ઉપર તાપમાન.
મે મહિનામાં અસહ્ય ગરમી: રાત્રે પણ રાહત નહીં, 30 ડિગ્રી ઉપર તાપમાન.
Published on: 12th May, 2026

મે મહિનામાં ઉત્તર ગુજરાતમાં અચાનક ગરમીનો પ્રકોપ વધ્યો છે. 5-6 મેની સરખામણીમાં 10-11 મે સૌથી ગરમ દિવસ રહ્યો, જેમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી સુધી પહોંચ્યું. રાત્રિનું તાપમાન પણ 33 ડિગ્રી સુધી પહોંચતા લોકોને ઊંઘ હરામ થઈ ગઈ છે. 11 કલાકની રાતમાં 8 કલાક તાપમાન 30 ડિગ્રી પાર રહ્યું. આગામી 4 દિવસ સુધી યલો એલર્ટ યથાવત રહેશે, પરંતુ 16 મેથી રાહત મળવાની શક્યતા છે.