વડોદરામાં સાંજે ધોધમાર ૧ ઇંચ વરસાદ
વડોદરામાં સાંજે ધોધમાર ૧ ઇંચ વરસાદ
Published on: 12th September, 2026

લાંબા વિરામ બાદ વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી પરેશાન નાગરિકોને વરસાદી માહોલને કારણે મોટી રાહત મળી છે. આજે વહેલી સવારથી વરસાદી ઝાપટાં શરૂ થયા બાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કાળા વાદળો ઘેરાતા જ ધોધમાર વરસાદ વરસ્યો. સાર્વત્રિક રીતે એક ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને લોકો અટવાયા. હવામાન વિભાગ મુજબ તાપમાનમાં ઘટાડો થયો છે.