100 વર્ષનો સૌથી ભયાનક El Nino
100 વર્ષનો સૌથી ભયાનક El Nino
Published on: 22nd August, 2026

બ્રિટનના હવામાન વિભાગે El Nino ને લઈને અત્યંત ચિંતાજનક આગાહી કરી છે. આ El Nino સદીનો સૌથી તાકાતવર અને છેલ્લા 100 વર્ષનો સૌથી ભયાનક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે 2027માં પડનારી અસહ્ય ગરમી વૈશ્વિક રેકોર્ડ તોડી નાખશે. પ્રશાંત મહાસાગરનું તાપમાન વધી રહ્યું છે, જે 2015 કરતાં 2.6 ડિગ્રી સેલ્સિયસ વધુ છે અને નવેમ્બર સુધીમાં 3.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આના કારણે ભારતના કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન થશે, ચોમાસામાં 90% વરસાદની ધારણા છે, જે છેલ્લા 11 વર્ષમાં સૌથી ઓછો છે.