બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામી, ૩૦૦ ફ્લાઈટ રદ, હજારો પ્રવાસીઓ પરેશાન
બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામી, ૩૦૦ ફ્લાઈટ રદ, હજારો પ્રવાસીઓ પરેશાન
Published on: 09th September, 2026

બ્રિટનમાં નેશનલ એર ટ્રાફિક સર્વિસ (NATS) ની સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા મંગળવારે લગભગ ૩૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. આ ખામીના કારણે અનેક એરપોર્ટ્સ પર અરાજક્તા સર્જાઈ હતી અને હજારો પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એન્જિનિયરો દ્વારા ખામી સુધાર્યા બાદ પણ ફ્લાઈટ્સના સંચાલનમાં વિલંબ થયો હતો. હિથ્રો, ગેટવિક, માન્ચેસ્ટર જેવા મુખ્ય એરપોર્ટ્સ પર મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ મોડી પડી હતી. NATS એ પ્રવાસીઓની અસુવિધા બદલ માફી માંગી છે.