લંડન ATC સિસ્ટમમાં ખામી: અમદાવાદના મુસાફરો સહિત 246થી વધુ જ્યૂરીખમાં ફસાયા
લંડન ATC સિસ્ટમમાં ખામી: અમદાવાદના મુસાફરો સહિત 246થી વધુ જ્યૂરીખમાં ફસાયા
Published on: 09th September, 2026

લંડનમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે યુકેના હવાઈ સેવા પર વ્યાપક અસર થઈ છે. મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની AI-131 ફ્લાઈટને લંડન બદલે જ્યૂરીખ ડાયવર્ટ કરવામાં આવી, જેમાં અમદાવાદના મુસાફરો સહિત 246થી વધુ લોકો સવાર હતા. જ્યૂરીખ પહોંચ્યા બાદ ફ્લાઈટ રદ થતાં મુસાફરોને એરપોર્ટ પર લાંબી રાહ જોવી પડી, જેના કારણે તેમની મુશ્કેલી વધી. એર ઈન્ડિયા માટે આ એક નવો પડકાર છે, અને મુસાફરો હવે આગળની મુસાફરી અને નવી ફ્લાઈટની રાહ જોઈ રહ્યા છે.