ટ્રમ્પનું નવું ગતકડું: "ચંદ્ર પર અમેરિકાનો કબજો છે"
ટ્રમ્પનું નવું ગતકડું: "ચંદ્ર પર અમેરિકાનો કબજો છે"
Published on: 09th September, 2026

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર ચંદ્ર અમારો છે તેવો દાવો કરીને નવો વિવાદ જગાવ્યો છે. આ ટ્વીટ કાયદાકીય રીતે ચંદ્ર પર અમેરિકાનો અધિકાર સ્થાપિત કરતી નથી, પરંતુ તે ચંદ્ર પર ચીન સાથેની સ્પર્ધા અને સંસાધનો પર કબજાની રેસને વેગ આપે છે. ટ્રમ્પની આ પોસ્ટે ૧૯૬૭ની આઉટર સ્પેસ ટ્રીટીનો ભંગ દર્શાવ્યો છે, જે મુજબ કોઈ દેશ અવકાશ પર દાવો કરી શકે નહીં. આ ઉપરાંત, તેમણે અમેરિકા-કેનેડા સરહદ પર આવેલા લેક ઓન્ટેરિયોનું નામ બદલીને લેક અમેરિકા કરવાનો અને ન્યૂ મેક્સિકોનું નામ બદલીને ન્યૂ અમેરિકા કરવાનો પણ દાવો કર્યો હતો, જે માત્ર રાજકીય સંદેશ હોવાનું જણાય છે.