નકશામાં નામ બદલી નાખવાથી શું ફરક પડે?
નકશામાં નામ બદલી નાખવાથી શું ફરક પડે?
Published on: 06th September, 2026

નકશામાં કોઈ નામ દર્શાવવા માટે દેશો પોતાની સરકારી દસ્તાવેજોનો સહારો લે છે. તાજેતરમાં, ‘લેક ઓન્ટારિયો’નું નામ ‘લેક અમેરિકા’ કરવામાં આવ્યું. અમેરિકામાં નકશો જોનારને ‘લેક અમેરિકા’ દેખાશે, જ્યારે કેનેડામાં ‘લેક ઓન્ટારિયો’. આ ફેરફાર ‘ગૂગલ મેપ્સ’માં થતાં સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું. ‘ગૂગલ મેપ્સ’ આંતરરાષ્ટ્રીય સંબંધો માટે માન્ય નથી, પરંતુ તેના વ્યાપક ઉપયોગને કારણે તેમાં થતા ફેરફારો તરત જ ધ્યાનમાં આવે છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સા બન્યા છે જ્યાં દેશોએ પોતાના પ્રભાવ હેઠળ નામો બદલ્યા છે, પરંતુ તેનાથી ભૌગોલિક વાસ્તવિકતા બદલાતી નથી.