Newskida Logo newskida
TM
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • ABP Asmita
  • Tv9 Gujarati
  • Nirbhay News
  • News Kida
  • Navajivan News
  • અબતક
    • fire-image Trending
    • દિન વિશેષ
    • News Sources
  • ચાલુ મહિનો આજે
    રાષ્ટ્રીય કેરી દિન
    રાષ્ટ્રીય કેરી દિન

    કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને કેરીના ચાહકો માટે મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે 22 જુલાઇ એ દેશમાં રાષ્ટ્રીય કેરી દિન મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કેરી દિનની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે.ભારતીયોનું લોકપ્રિય ફળ એટલે કેરી. ભારતમાં કેરી વિના ઉનાળાની કલ્પના કરવી અશક્ય છે. ઉનાળો આવતાં જ કેરી ખાવાની ઈચ્છા થવા લાગે છે. ઉનાળામાં આપણા આહારમાં કેરી સૌથી મહત્ત્વની અને પસંદગીની વસ્તુ છે. કેરી કાચી હોય કે પાકી તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે. કાચી કેરીનું કચુંબર, ચટણી, અથાણું કે શરબત વગેરે બનાવવામાં આવે છે તો પાકી કેરીમાંથી રસ, મેંગો શેક, આઇસ્ક્રીમ, કેક, લસ્સી વગેરે અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. તો વળી કેરીની ગોટલીનો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે તેટલી શરીર માટે ગુણકારી પણ છે. આમ ભારતમાં કેરી મન મૂકીને ખાવામાં આવે છે. ઉનાળાની સીઝનમાં કેરી આપણા પ્રિય ફળોની યાદીમાં ટોચ પર રહે છે. કેરીની લોકપ્રિયતાને કારણે તેને ફળોનો રાજા કહેવામાં આવે છે.  ભારતમાં લગભગ 5000 વર્ષથી કેરીની ખેતી કરવામાં આવે છે. રામાયણ અને મહાભારતમાં આંબાના બગીચાનો ઉલ્લેખ છે. આમ્રપાલ, આમ્રપૂરી જેવા શબ્દોનો ઉલ્લેખ સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે. ભારતમાં સૌ પ્રથમ કેરી ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં ઉગાડવામાં આવી હતી. શરૂઆતના સમયમાં દક્ષિણ ભારતમાં કેરીને ‘માંગા’ અને ‘આમકાયા’ કહેવામાં આવતી હતી. એવું કહેવાય છે કે વર્ષ 1498 માં જ્યારે પોર્ટુગીઝ વેપારીઓ મસાલાના વેપાર માટે ભારતના કેરળમાં આવ્યા હતા, ત્યારે તેઓ કેરીને ‘માંગા' તરીકે સંબોધતા હતા. ધીમે ધીમે માંગા શબ્દ જ મેંગોમાં પરિવર્તિત થયો. સમય સાથે કેરી તરીકે તેની લોકપ્રિયતા વધવા લાગી. 14મી સદી ની આસપાસ આફ્રિકા માં તેનું વાવેતર શરૂ થયું. 16મી સદી ની આસપાસ કેરી ફિલિપાઇન્સ માં પહોંચી અને અહીં કેરીનાં વૃક્ષો વાવવામાં આવ્યાં. 18મી સદી ની આસપાસમાં કેરી મેક્સિકો માં લોકોની પસંદગી બની ગઈ. આજે કેરી સમગ્ર વિશ્વમાં એક પ્રિય ફળ બની ગઈ છે. લોકો તેને ભેટ તરીકે એકબીજાને આપે છે. આજે વિશ્વમાં કેરીની 1500થી વધુ જાતો છે. ભારતમાં 25 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. કેરળ ના કન્નુર જિલ્લાના કન્નપુરમ ને સ્વદેશી કેરી હેરિટેજ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં કેરીની 200 જાતો ઉગાડવામાં આવી છે. કેરી ભારત ઉપરાંત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ છે. ભારતમાં લગભગ દરેક રાજ્યમાં અનેક પ્રકારની કેરી જોવા મળે છે. કેસર, હાફુસ, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી, નિલ્ફાન્સો, રત્ના, બદામ વગેરે જેવી કેરીની જાત ભારતમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં વધતાં ઓછાં પ્રમાણમાં કેરી થાય છે. તેમાં જૂનાગઢ, વલસાડ કચ્છ વગેરેની કેસર કેરી ખૂબ પ્રખ્યાત છે. દેશ વિદેશમાં કેસર કેરીની ખૂબ માંગ રહેતી હોવાથી તેની નિકાસ પણ કરવામાં આવે છે.

    22nd July

    Read more
    રાષ્ટ્રીય કેરી દિન
    22nd July
    કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને કેરીના ચાહકો માટે મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે 22 જુલાઇ એ દેશમાં રાષ્ટ્રીય કેરી દિન મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કેરી દિનની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે.

    ભારતીયોનું લોકપ્રિય ફળ એટલે કેરી. ભારતમાં કેરી વિના ઉનાળાની કલ્પના કરવી અશક્ય છે. ઉનાળો આવતાં જ કેરી ખાવાની ઈચ્છા થવા લાગે છે. ઉનાળામાં આપણા આહારમાં કેરી સૌથી મહત્ત્વની અને પસંદગીની વસ્તુ છે. કેરી કાચી હોય કે પાકી તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે. કાચી કેરીનું કચુંબર,...
    Read more
    લોકમાન્ય ટિળક જન્મજયંતી
    લોકમાન્ય ટિળક જન્મજયંતી

    “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ” આ સૂત્રની સિંહગર્જના કરનાર બાળ ગંગાધર ટિળક જેમને સૌ ભારતીયો 'લોકમાન્ય ટિળક' તરીકે ઓળખે છે. બાળ ગંગાધર ટિળકનો જન્મ 23 જુલાઈ, 1856 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીના ચીખલી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ 'કેશવ' રાખવામાં આવ્યું પણ લાડમાં સૌ તેમને 'બાળ' ના હુલામણા નામે બોલાવતા. આ નામ છેવટ સુધી તેમનું ખરું નામ બની રહ્યું. તેમના પિતાનું નામ ગંગાધર ટિળક હતું અને તેઓ રત્નાગીરીમાં સંસ્કૃતના પ્રખ્યાત શિક્ષક હતા. તેમની માતાનું નામ પાર્વતીબાઈ હતું. તેમના પિતાની બદલી થતાં તેમનો પરિવાર પૂણેમાં આવીને રહ્યો. ટિળક બાળપણથી જ ખૂબ તેજબુદ્ધિ અને પ્રતિભાવાન વિદ્યાર્થી હતા. ગણિત શરૂઆતથી જ તેમનો પસંદગીનો વિષય હતો. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ પૂણેની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં પ્રાપ્ત કર્યુ. તેઓ નાના હતા ત્યારે જ તેમનાં માતા-પિતાનું અવસાન થઈ ગયું. તેનાથી તેઓ નિરાશ થયા વિના જીવનમાં આગળ વધતા રહ્યા. તેઓને નાનપણથી જ વાચન અને લેખનનો શોખ હતો. તેમણે 1877 માં પૂણેની ડેક્કન કોલેજ માંથી ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 1879 માં તેઓ સરકારી લૉ કોલેજમાંથી L.L.B. થયા હતા. યુવાનોને રાષ્ટ્રવાદી સિદ્ધાંતો આપવા માટે 1884 માં ડેક્કન એજ્યુકેશન સોસાયટી ની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ ભારતીય યુવા પેઢી માટે શિક્ષણની ગુણવત્તા વધારવાનો અને ભારતીય પરંપરાને આધારે રાષ્ટ્રવાદી વિચારસરણીનો વિકાસ કરવાનો હતો. 1881 માં ભારતીય સંઘર્ષોથી લોકોને પરિચિત કરાવવા માટે, લોકોમાં સ્વશાસનની ભાવના જાગૃત કરવા માટે અને પોતાના હક્કોની લડાઈ લડવાની ભાવના વિકસિત કરવાના ઉદ્દેશથી લોકમાન્ય ટિળકે બે સાપ્તાહિક પત્રિકા 'કેસરી' અને 'મરાઠા'ની શરૂઆત કરી. આ બંને સામાયિકોએ સામાન્ય જનસમૂહને લડતમાં ભાગીદાર બનાવવાના હેતુથી અભિયાન ચલાવવાનું શરૂ કર્યું.લોકમાન્ય ટિળકે જનજાગૃતિ માટે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવ ઊજવવાનું શરૂ કર્યું. આ તહેવારના માધ્યમથી જનતામાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયનો વિરોધ કરવાનું સાહસ પ્રગટ્યું. ભારતના આ વીર સ્વતંત્રતા સેનાનીએ બંગાળના ભાગલા દરમિયાન સ્વદેશી આંદોલન અને બ્રિટીશ વસ્તુઓના બહિષ્કારનું પૂર્ણ સમર્થન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટી અને લોકમાન્ય ટિળકની વિચારધારામાં અંતર હોવાથી તેઓ કોંગ્રેસના જહાલવાદી (ગરમપંથી) નેતા તરીકે ઓળખાવા લાગ્યા. આ દરમિયાન તેમને બંગાળના રાષ્ટ્રવાદી બિપીનચંદ્ર પાલ અને પંજાબના લાલા લજપતરાય નું સમર્થન પ્રાપ્ત થયું. ત્યાર બાદ આ ત્રણેયની ત્રિપુટી લાલ, બાલ અને પાલ તરીકે મશહૂર થઈ ગઈ.   લોકમાન્ય ટિળકે સમાજમાં ફેલાયેલા જાતિપ્રથા અને બાળવિવાહ જેવા કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો અને મહિલાઓના શિક્ષણ તેમજ વિકાસ પર ભાર આપ્યો. આમ એક સમાજ સુધારક તરીકે પણ તેમણે કામ કર્યું. તેમના દ્વારા લખાયેલ મુખ્ય પુસ્તક 'ધ આર્કટિક હોમ ઇન વેદાસ' અને ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા રહસ્ય’ છે. 1 ઓગસ્ટ, 1920 ના રોજ લોકલાડીલા નેતાએ વિદાય લીધી. તેમના મૃત્યુથી ભારતભરમાં અત્યંત શોકની લાગણી ફેલાઈ ગઈ. ભારત દેશે વીર સપૂત અને આઝાદીનો લડવૈયો ગુમાવ્યો. ગાંધીજીએ તેમને “આધુનિક ભારતના નિર્માતા” કહ્યા હતા.

    23rd July

    Read more
    લોકમાન્ય ટિળક જન્મજયંતી
    23rd July
    “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ” આ સૂત્રની સિંહગર્જના કરનાર બાળ ગંગાધર ટિળક જેમને સૌ ભારતીયો 'લોકમાન્ય ટિળક' તરીકે ઓળખે છે. બાળ ગંગાધર ટિળકનો જન્મ 23 જુલાઈ, 1856 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીના ચીખલી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ 'કેશવ' રાખવામાં આવ્યું પણ લાડમાં સૌ તેમને 'બાળ' ના હુલામણા નામે બોલાવતા. આ નામ છેવટ સુધી તેમનું ખરું નામ બની રહ્યું.
    તેમના પિતાનું નામ ગંગાધર ટિળક હતું અને...
    Read more
    કારગીલ વિજય દિન
    કારગીલ વિજય દિન

    1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મે થી જુલાઈ મહિના સુધી આશરે 60 દિવસ જમ્મુ કશ્મીરના કારગીલ વિસ્તારમાં યુદ્ધ થયું હતું. જેમાં ભારતનો વિજય થયો હતો. 26 જુલાઇ એ ભારતના પાકિસ્તાન સાથેના કારગીલ યુદ્ધમાં મળેલ વિજયની યાદમાં કારગીલ વિજય દિન ઊજવવામાં આવે છે. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ કારગીલ વિજય પછી આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો. કારગીલ વિજય દિને કારગીલ યુદ્ધના નાયકોનું સન્માન કરવામાં આવે છે તથા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. આ દિવસ સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન દર વર્ષે ઇન્ડિયા ગેટ નજીક અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. The War Memorial ખાતે ફ્લેગ ઓફ સેરેમની માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દ્રાસ સેક્ટર (જમ્મુ કશ્મીર) ખાતે પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કારગીલની ભૌગોલિક સ્થિતિ એવી છે કે દુશ્મનો ગોળી પણ બારૂદના ગોળા સમાન સાબિત થાય છે. હિમાલયની દુર્ગમ પર્વતમાળામાં બે પર્વતો વચ્ચે 4000-5000 ફૂટ ઊંડી ખીણ અને સીધાં ચઢાણો, બરફના ખડકોમાંથી વહેતી હિમનદીઓ, 100 કીમી. ઝડપે સતત ફૂંકાતા પવનો, અલ્પ પ્રમાણમાં મળતો પ્રાણવાયુ અને હવાનું ઓછું દબાણ આ બધી વિકટ પરિસ્થિતિઓમાં જવાનોની આકરી કસોટી થાય છે. આ વિષમ ઉષ્ણતામાનમાં જવાનોએ પોતાની સાથે 20 કિલો જેટલો સામાન ઊંચકવાનો હોય છે. આવી પરિસ્થિતિમાં કારગીલ ક્ષેત્રમાં પાકિસ્તાન સાથે પૂરજોશમાં યુદ્ધ છેડાયું. પાકિસ્તાને પોતાના નિર્ણાયક સ્થળોએ પાકિસ્તાની આર્મી મૂકીને ભારતીય નિયંત્રણવાળા વિસ્તારોમાં વિવિધ વ્યૂહાત્મક બિંદુઓ પર કબજો કર્યો. આ પરિસ્થિતિમાં યુદ્ધની વ્યૂહરચના પણ કુદરતી સંજોગો પ્રમાણે બદલાતી રહે છે. ભારતીય સૈન્યે વળતો મુકાબલો કરીને પાકિસ્તાની ઘૂસણખોરોને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. ભારતે યુદ્ધના બીજા તબક્કામાં વ્યૂહાત્મક પરિવહન માર્ગો કબજે કરીને જવાબ આપ્યો અને પછી ભારતીય વાયુસેનાની મદદથી અંતિમ તબક્કામાં યુદ્ધ સમાપ્ત કર્યું. યુદ્ધમોરચે ગુજરાતના 12 નવલોહિયા જવાનો એ દેશની રક્ષા કાજે ફનાગીરી વહોરી લીધી હતી. ગુજરાતના વીર નરબંકાઓના પાર્થિવ દેહ આવી રહ્યા હતા ત્યારે તેમની કુરબાની, ગૌરવગાથાથી જનસામાન્યનો જુસ્સો વધી રહ્યો હતો. કારગીલ વિજયમાં ગુજરાતના સૈનિકોનું મહત્ત્વનું યોગદાન હતું. ધન્ય છે વીર જવાનોને. આમ તો લશ્કરની ત્રણેય પાંખમાં ગુજરાતના યુવાનો સૈનિક અને અફસરો તરીકે જોડાયેલા છે. ઘણા ઓછાં લોકોને ખબર હશે કે ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની સાતમી પલટન ગુજરાતી છે. 26 જુલાઈ, 1999 ના રોજ કારગીલમાં ભારતને વિજય મળતાં પાકિસ્તાન ધોબીપછાડ ખાઇ ભાગી રહ્યું હતું. ભારતીય જવાનોએ દુર્ગમ વિસ્તાર અને વિકટ પરિસ્થિતિઓમાં પણ વિજય મેળવ્યો. ભારતને વિજય અપાવનાર તમામ જવાંમર્દોને શત શત નમન.

    26th July

    Read more
    કારગીલ વિજય દિન
    26th July
    1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મે થી જુલાઈ મહિના સુધી આશરે 60 દિવસ જમ્મુ કશ્મીરના કારગીલ વિસ્તારમાં યુદ્ધ થયું હતું. જેમાં ભારતનો વિજય થયો હતો.
    26 જુલાઇ એ ભારતના પાકિસ્તાન સાથેના કારગીલ યુદ્ધમાં મળેલ વિજયની યાદમાં કારગીલ વિજય દિન ઊજવવામાં આવે છે. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ કારગીલ વિજય પછી આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.
    કારગીલ વિજય દિને કારગીલ યુદ્ધના નાયકોનું સન્માન કરવામાં આવે છે તથા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં...
    Read more
    વિશ્વ હિપેટાઇટિસ દિન
    વિશ્વ હિપેટાઇટિસ દિન

    વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.0.) દ્વારા દર વર્ષે 28 જુલાઈ ના દિવસે વિશ્વ હિપેટાઇટિસ દિન ની ઉજવણી કરવામાં આવે છે. W.H.O. દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હિપેટાઇટિસના શિકાર બન્યા છે.   વિશ્વ હિપેટાઇટિસ દિનની ઉજવણી માટે 28 જુલાઈની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે 28 જુલાઈ નૉબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્લુમબર્ગ નો જન્મદિવસ છે. તેમણે હેપેટાઇટિસ B વાયરસ (HBV)ની શોધ કરી હતી તેમજ વાયરસના નિદાન, પરીક્ષણ અને તેના ઉપચાર માટેની રસી વિકસાવી હતી. આ દિવસ દર વર્ષે વિવિધ થીમ પર ઊજવવામાં આવે છે.   વિશ્વભરમાં વિશ્વ હિપેટાઇટિસ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ રોગના નિવારણ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોને વેગ આપવો, વિવિધ સંસ્થાઓની ભાગીદારી દ્વારા નિદાન, પરીક્ષણ અને રસી જેવી પ્રક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય જોડાણને પ્રોત્સાહિત કરવા જેવા હેતુઓ પણ આ દિવસની ઉજવણીના કેન્દ્ર સ્થાને રહેલાં છે. WHOએ વિશ્વમાંથી 2030 સુધીમાં હેપેટાઇટિસ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખેલ છે.   હિપેટાઇટિસ એક એવું ઇન્ફેક્શન છે જે શરીરના યકૃત (લીવર)ને અસર કરે છે. લીવર વ્યક્તિના શરીરમાં રહેલું સૌથી અગત્યનું અંગ છે. લીવર શરીરની અલગ-અલગ ક્રિયાઓમાં મદદ કરે છે જેમ કે જમવાનું પચાવવામાં, શક્તિ જમા કરવામાં અને શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢી શરીરને બિન ઝેરી કરવામાં વગેરે. હિપેટાઇટિસ થવાથી લીવરમાં સોજો આવે છે જેના કારણે લીવર ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે.   ભારત સરકારે 28 જુલાઈ, 2018 ના રોજ રાષ્ટ્રીય વાઈરલ હિપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ (National Viral Hepatitis Control Program) શરૂ કર્યો હતો. હિપેટાઇટિસના પાંચ પ્રકાર : A, B, C, D અને E આ પાંચ પ્રકાર પૈકી હિપેટાઇટિસ A અને E દૂષિત ભોજન અથવા પાણીના કારણે થાય છે. હિપેટાઇટિસ B, C અને D વ્યક્તિના શરીરના તરલ પદાર્થો જેવાં કે લોહી, લાળ વગેરે (બોડી ફ્લુઇડ્સ)ના સીધા સંપર્કમાં આવવાથી થાય છે. હિપેટાઇટિસના ઉપરના પાંચ પ્રકારમાંથી હિપેટાઇટિસ C સૌથી વધારે જોખમી અને જીવલેણ માનવામાં આવે છે. હિપેટાઇટિસ C થી પીડિત વ્યક્તિ નેત્રદાન કરી શકતી નથી.

    28th July

    Read more
    વિશ્વ હિપેટાઇટિસ દિન
    28th July
    વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.0.) દ્વારા દર વર્ષે 28 જુલાઈ ના દિવસે વિશ્વ હિપેટાઇટિસ દિન ની ઉજવણી કરવામાં આવે છે. W.H.O. દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હિપેટાઇટિસના શિકાર બન્યા છે.   વિશ્વ હિપેટાઇટિસ દિનની ઉજવણી માટે 28 જુલાઈની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે 28 જુલાઈ નૉબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્લુમબર્ગ નો જન્મદિવસ છે. તેમણે હેપેટાઇટિસ B વાયરસ (HBV)ની શોધ કરી હતી...
    Read more
    આંતરરાષ્ટ્રીય વાઘ દિન
    આંતરરાષ્ટ્રીય વાઘ દિન

    દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ની ઉજવણી 29 જુલાઈ ના રોજ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં વિકાસની આંધળી દોટમાં માણસ એટલો સ્વાર્થી બની ગયો છે કે તેણે પ્રકૃતિને નુકશાન પહોંચાડીને પોતાના જ અસ્તિત્વ માટે ખતરો ઊભો કર્યો છે. માણસે જંગલોનું નિકંદન કાઢી વન્યજીવોને પણ ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેને પરિણામે કેટલાક વન્યજીવોની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આમાંની એક પ્રજાતિ વાઘ છે. વાઘના રહેઠાણ વિસ્તારમાં ઘટાડો, શિકારનો ભોગ તથા અંગોનો ગેરકાયદેસર વેપાર જેવાં પરિબળોને લીધે આજે વાઘની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક હોવાથી વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ઊજવવામાં આવે છે. 2010 માં રુશના બર્ગ શહેર માં એક સંમેલનનું આયોજન થયું હતું. જેમાં વાઘ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 29 જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિન તરીકે ઊજવાય છે. એ દિવસે વાઘ દિવસ ઊજવવાનું નક્કી કરતી વખતે દેશોએ વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. વાઘ પરિયોજના (PROJECT TIGER): ભારતમાં વાઘની સંખ્યા વીસમી સદીની શરૂઆતમાં 40000 જેટલી હતી. માનવીના વસતી વધારા સાથે વન્યજીવોના રહેઠાણમાં થતા નોંધપાત્ર ઘટાડા અને તેમના વધુ પડતા શિકારના પરિણામે તેમની સંખ્યા ઘટીને 1972 માં 1800 થઈ ગઇ હતી. તેથી વાઘને નષ્ટ થતા અટકાવવા ભારત સરકારે 1973 માં વાધ પરિયોજના (Project Tiger) શરૂ કરી. એ યોજના હેઠળ વાઘની વસતીવાળા વિસ્તારમાં થતી માનવીની શિકારની પ્રવૃત્તિઓ અટકાવવામાં આવી અને તેમનાં નિવાસસ્થાનોને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. આમ તો ભારત સરકારે વાધના શિકાર પર સાવ પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ વાઘની ચામડી, તેના નખ, માંસ, યકૃત અને હાડકાંની પરદેશમાં ઘણી માંગ હોઈ કેટલીક વ્યક્તિઓ તેનો લાભ ઉઠાવવા લલચાઈને વાઘનો શિકાર કરી તેના વિવિધ ભાગોનો છુપી રીતે વેપાર કરતા હોય છે. જોકે ભારત સરકારનું Department of Environment and Forest આ બાબત પ્રત્યે સજાગ છે અને તેઓ આ ગેરકૃત્યોને રોકવા માટે હંમેશાં પ્રયત્નશીલ હોય છે. પશ્ચિમ બંગાળનો વાઘ રોયલ બેંગોલ ટાઇગર એ વિશ્વની વાધની 8 જાતિઓમાંની એક જાતિ છે. National Tiger Conservation Authority (NCTA) દ્વારા દર 4 વર્ષે વાઘની ગણતરી કરવામાં આવે છે. વાઈલ્ડલાઈફ (પ્રોટેક્શન) એક્ટ, 1972ની કલમ 38 એલ(1) હેઠળ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ની રચના કરવામાં આવી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની વેબસાઇટ પર ભારતમાં આવેલા 55 ટાઈગર રીઝર્વ ની યાદી આપવામાં આવેલી છે. જેમાં આંધ્રપ્રદેશમાં આવેલ નાગાર્જુન સાગર વિસ્તારની દૃષ્ટિએ (કુલ ક્ષેત્રફળ આશરે 3294 ચોરસ કિમી.) સૌથી મોટું ટાઈગર રીઝર્વ છે.

    29th July

    Read more
    આંતરરાષ્ટ્રીય વાઘ દિન
    29th July
    દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ની ઉજવણી 29 જુલાઈ ના રોજ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં વિકાસની આંધળી દોટમાં માણસ એટલો સ્વાર્થી બની ગયો છે કે તેણે પ્રકૃતિને નુકશાન પહોંચાડીને પોતાના જ અસ્તિત્વ માટે ખતરો ઊભો કર્યો છે. માણસે જંગલોનું નિકંદન કાઢી વન્યજીવોને પણ ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેને પરિણામે કેટલાક વન્યજીવોની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આમાંની એક પ્રજાતિ વાઘ છે. વાઘના રહેઠાણ વિસ્તારમાં ઘટાડો, શિકારનો ભોગ તથા અંગોનો ગેરકાયદેસર વેપાર જેવાં પરિબળોને લીધે આજે વાઘની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે.
    હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક હોવાથી...
    Read more
    હિરોશીમા દિન
    હિરોશીમા દિન

    6 ઑગસ્ટ ને માનવજાતના ઇતિહાસના કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1945 ના આ દિવસે અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. જ્યારે 9 ઓગસ્ટે નાગાસાકી શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. વિશ્વના લોકોને અણુબોમ્બની ભયાનકતાનો ખ્યાલ આવે તેમજ આ હુમલાના હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી શકાય તે માટે હિરોશીમા અને નાગાસાકી દિન ઉજવણી કરવામાં આવે છે. જીવનથી ધબકતા આ શહેરોને પળવારમાં ખંડેર બનાવી દેનારી આ ગોઝારી ઘટનાની કારમી અસરો વર્ષોથી માનવજાત ભોગવી રહી છે. આ દુનિયાનો પહેલો પરમાણુ હુમલો હતો. આ ધડાકા બાદ તાપમાન એટલું વધી ગયું હતું કે અનેક લોકો બળીને ખાક થઈ ગયા. મિનિટોમાં હિરોશિમા શહેરનો 80 ટકા ભાગ બળીને તબાહ થઈ ગયો હતો. તબાહી આટલેથી ન અટકતાં જે લોકો બચી ગયા હતા એમાંથી હજારો લોકો પરમાણુ વિકિરણો સાથે જોડાયેલી બીમારીનો ભોગ બન્યાં અને હજુ સુધી પેઢી દર પેઢી આ બીમારીની કારમી અસરો ભોગવી રહ્યા છે. બોમ્બના કારણે કાળો વરસાદ થતાં ઘણા કિમી સુધીનો વિસ્તાર સંપૂર્ણપણે દૂષિત થઈ ગયો હતો. હિરોશિમા પર ફેંકવામાં આવેલા 20 હજાર ટન ની ક્ષમતાવાળા બોમ્બનું નામ લિટલ બોય હતું જ્યારે ત્રણ દિવસ બાદ નાગાસાકી શહેર પર ફેટ મેન નામનો બોમ્બ ઝીંકવામાં આવેલો. તે સમયના અમેરિકાના તત્કાલીન પ્રમુખ હેન્રી ટ્રુમેન દ્વારા બીજા વિશ્વયુદ્ધ માં લેવાયેલ આ નિર્ણયને માનવજાત પરના સૌથી જઘન્ય અને વિવાદાસ્પદ કૃત્ય તરીકે ઓળખવામાં આવે છે ત્યારે વિશ્વશાંતિ અને માનવજાતના કલ્યાણના પરિપ્રેક્ષ્યમાં આવી ઘાતકી ઘટના ચોક્કસ મનોમંથન માંગી લે છે. વર્તમાન સમયમાં અનેક રાષ્ટ્રો પરમાણુ શક્તિ બની ચૂક્યાં છે તેમજ અત્યંત ઘાતકી શસ્ત્રો, રસાયણો અને જૈવિક વિષાણુઓની શોધ થઈ છે જેનો તમામ દેશોએ સંગ્રહ કર્યો છે. આવા સંજોગોમાં જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ શકે તેમ ઘણા ચિંતકો કહે છે. આ માટે વિશ્વશાંતિની દિશામાં કામ કરવાની જરૂર છે.

    06th August

    Read more
    હિરોશીમા દિન
    06th August
    6 ઑગસ્ટ ને માનવજાતના ઇતિહાસના કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1945 ના આ દિવસે અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. જ્યારે 9 ઓગસ્ટે નાગાસાકી શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. વિશ્વના લોકોને અણુબોમ્બની ભયાનકતાનો ખ્યાલ આવે તેમજ આ હુમલાના હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી શકાય તે માટે હિરોશીમા અને નાગાસાકી દિન ઉજવણી કરવામાં આવે છે.
    જીવનથી ધબકતા આ શહેરોને પળવારમાં ખંડેર બનાવી દેનારી આ ગોઝારી ઘટનાની કારમી અસરો વર્ષોથી માનવજાત ભોગવી રહી છે. આ દુનિયાનો પહેલો પરમાણુ...
    Read more
    હિંદ છોડો આંદોલન દિન
    હિંદ છોડો આંદોલન દિન

    ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજી દ્વારા કરાયેલા આહ્વાન પર 8 મી ઑગસ્ટ, 1942 ના દિને 'હિંદ છોડો આંદોલન' નો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને અંગ્રેજ શાસનની ગુલામીમાંથી તુરંત આઝાદ કરાવવા માટે અંગ્રેજ શાસન વિરુદ્ધ એક ‘નાગરિક અવજ્ઞા આંદોલન' (Civil Disobedience Movement - સવિનય કાનૂનભંગ) હતું. 8 ઑગસ્ટ, 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ દિવસ છે. આ દિવસે મુંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો' નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે અંગ્રેજોને હિન્દ છોડો નું એલાન આપ્યું. ‘હિન્દ છોડો’ એ આઝાદીની લડતનું વધુ તીવ્ર આંદોલન હતું અને ત્યારથી અંગ્રેજો સમજી ગયા કે હવે લાંબો વખત ભારતને ગુલામ રાખી શકાશે નહીં. આંદોલનની હવા વાતાવરણમાં હતી જ અને તેથી સરકારે તેને કચડી નાખવા પૂરતી તૈયારી કરી રાખેલી હતી. જેવી મુંબઈની સભા પૂર્ણ થઈ કે તે જ દિવસથી ધરપકડોની શરૂઆત થઈ. તે રાત્રે મોટાભાગના કારોબારી સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી. ગાંધીજીની અને બીજાઓની પણ ધરપકડ થઈ. ગાંધીજીને આગાખાન મહેલમાં અને અન્ય નેતાઓને છૂપી રીતે અહમદનગરના કિલ્લામાં લઈ જવાયા. બીજી એક અગત્યની બાબત એ હતી કે આંદોલન શરૂ થતાં જ મોટા નેતાઓની ધરપકડો થવા લાગી. ટૂંક સમયમાં જ આંદોલન નેતાગીરીવિહીન બન્યું. તેની અસર એ થઈ કે હવે આ લડત લોકોની લડત બની ગઈ. સ્થાનિક કક્ષાએ લોકોએ પોત- પોતાની રીતે લડત ચલાવી. અગાઉની લડતો કરતાં આ હિંદ છોડો આંદોલન વધુ વ્યાપક હતું અને સ્વરાજ્યની તીવ્ર ઉત્કંઠાથી પ્રજાએ તેમાં ભાગ લીધો. સામે પક્ષે સરકાર પણ વધારે આક્રમક બની અને અગાઉ કરતાં વધારે લાઠી અને બંદૂક નો ઉપયોગ કર્યો. વધુ ધરપકડો થઈ અને મોત પણ વધારે થયાં. હજારો મોત અને લાખો ધરપકડ કરવા છતાં અંતે અંગ્રેજો એ જાણી ગયા કે હવે ભારતમાંથી ઉચાળા ભરવાનો સમય થઈ ગયો છે. આ લડત પછી તરત તો આઝાદી મળી નહીં પણ આઝાદી મળશે અને અંગ્રેજ શાસન સમાપ્ત થશે તેવી સ્થિતિ ચોક્કસ નિર્માણ થઈ ગઈ. આમ, 8 ઑગસ્ટ એ ભારતીય સ્વતંત્ર સંગ્રામનું મહત્વનું સીમાચિહ્ન છે અને તેથી આ આંદોલનમાં પોતાનું તન, મન, ધન ગુમાવી શહીદ થયેલા તમામના આપણે ઋણી છીએ.

    08th August

    Read more
    હિંદ છોડો આંદોલન દિન
    08th August
    ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજી દ્વારા કરાયેલા આહ્વાન પર 8 મી ઑગસ્ટ, 1942 ના દિને 'હિંદ છોડો આંદોલન' નો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને અંગ્રેજ શાસનની ગુલામીમાંથી તુરંત આઝાદ કરાવવા માટે અંગ્રેજ શાસન વિરુદ્ધ એક ‘નાગરિક અવજ્ઞા આંદોલન' (Civil Disobedience Movement - સવિનય કાનૂનભંગ) હતું.
    8 ઑગસ્ટ, 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ દિવસ છે. આ દિવસે મુંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો' નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે અંગ્રેજોને...
    Read more
    મહાગુજરાત આંદોલન
    મહાગુજરાત આંદોલન

    દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્ય માંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માંગણી સાથે 1956 માં શરૂ થયેલું રાજકીય આંદોલન એટલે મહાગુજરાત આંદોલન. આ આંદોલન 1 મે, 1960 ના રોજ ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા લોકો માટે અલગ મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું. સામાન્ય રીતે ભાષાવાર પ્રાંતની રચના કરવાની માંગનો સ્વીકાર ન થયો અને દ્વિભાષી મુંબઇ રાજ્ય બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છને મુંબઇ રાજ્યમાંથી બાકાત રાખવામાં આવ્યાં હતાં. પરિણામે વહીવટની તમામ બાબતોમાં ગુજરાતી ભાષા અને ગુજરાતીઓની અવગણના થતી હોવાનું લોકોને લાગ્યું. હાઇકોર્ટ છેક મુંબઇમાં હોય ત્યારે ઉત્તર ગુજરાતના લાકોને તો ખૂબ જ અસહજ લાગે તે સ્વાભાવિક હતું. આ અસંતોષની જ્વાળાઓ આખરે મહાગુજરાત આંદોલન સ્વરૂપે ભભૂકી ઊઠી હોવાનું સ્પષ્ટ થાય છે. ભારતની આઝાદીની લડત બાદ 'મહાગુજરાત આંદોલન' એ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન ગણાય છે. મહાગુજરાત આંદોલનમાં 1958 માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને 'લે કે રહેંગે મહાગુજરાત' નો નારો બુલંદ બન્યો. 8 ઑગસ્ટ, 1956 ના રોજ અમદાવાદમાં ભદ્ર ખાતે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા. મહિલાઓએ પણ આગળ વધીને આંદોલનમાં ભાગ લીધો હતો અને કેટલીક મહિલાઓએ ધરપકડ વ્હોરી હતી. ટૂંકમાં આ આંદોલનમાં ગુજરાતના લોકો હડતાળો, વિદ્યાર્થીઓનાં દેખાવો, જંગી સરઘસોરૂપે ભાગીદાર બન્યા. પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતીભાષી વિસ્તારોમાં અરાજકતાના કારણે આંદોલન વધારે તીવ્ર બન્યું. આખરે ગુજરાતના અલગ રાજ્યની માંગ સ્વીકારાઇ અને 1 મે, 1960 ના દિવસે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો સમાવી નવું રાજ્ય બન્યું. જેનું ઉદ્દઘાટન મૂકસેવક રવિશંકર મહારાજ ના હસ્તે સાબરમતી ગાંધીઆશ્રમમાં કરવામા આવ્યું. પાછળથી તત્કાલીન બૉમ્બે સ્ટેટ (પ્રૉવિન્સ)નો ભાગ રહેલા ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા 1956 થી 1960 સુધી ચાલેલા મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતા ઇન્દુલાલ યાજ્ઞિક ના નેતૃત્વમાં શહીદ સ્મારક બનાવવાની માગણી સાથે લગભગ એક વર્ષ સુધી સત્યાગ્રહ ચાલ્યો હતો. આ સ્મારકનું ઉદ્ઘાટન 19 સપ્ટેમ્બર, 1968 ના દિવસે કરવામાં આવ્યું હતું. અમદાવાદના લાલદરવાજા ખાતે મહાગુજરાત આંદોલનના સાક્ષીરૂપે સ્મારક તૈયાર કરવામાં આવેલું છે. સમયગાળોઃ તારીખ 8 ઑગસ્ટ 1956 થી 1 મે, 1960 સ્થળ: મુંબઈ રાજ્ય, ભારત આંદોલનનું ધ્યેય: દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માંગણી વિરોધની રીતઃ દેખાવો, શેરી દેખાવો, ભૂખ હડતાલ, હડતાલ પરિણામ: 1 મે, 1960 ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના.

    08th August

    Read more
    મહાગુજરાત આંદોલન
    08th August
    દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્ય માંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માંગણી સાથે 1956 માં શરૂ થયેલું રાજકીય આંદોલન એટલે મહાગુજરાત આંદોલન. આ આંદોલન 1 મે, 1960 ના રોજ ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા લોકો માટે અલગ મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.
    સામાન્ય રીતે ભાષાવાર પ્રાંતની રચના કરવાની માંગનો સ્વીકાર ન થયો અને દ્વિભાષી મુંબઇ રાજ્ય બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છને મુંબઇ રાજ્યમાંથી બાકાત રાખવામાં આવ્યાં હતાં. પરિણામે વહીવટની તમામ બાબતોમાં ગુજરાતી...
    Read more
    વિશ્વ આદિવાસી દિન
    વિશ્વ આદિવાસી દિન

    વિશ્વમાં 9 ઓગસ્ટ ને આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે. 1991 માં બ્રાઝીલના રિયો-ડી-જાનેરો માં ટકાઉ વિકાસ અને પર્યાવરણ પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં દુનિયાના ખૂણે ખૂણેથી આદિવાસીઓ આવ્યા હતા. એમને પોતાના સમુદાયના જંગલ, જમીન, પાણી અને કુદરતી સ્રોત પરના હકની માગણી કરી એમની માંગણીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી. વિશ્વભરમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાય એટલે કે આદિવાસી સમાજને એમના હક, અધિકારો અને સમ્માન મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઓગસ્ટ, 1991ને વિશ્વ આદિવાસી દિન જાહેર કરેલ છે. દુનિયાભરના લગભગ તમામ દેશોમાં આદિવાસી પ્રજા વસે છે. આ પ્રજા તમામ ખંડના રણવિસ્તારોમાં, જંગલોમાં, પર્વતોમાં કે ઊંચા ઘાસનાં બિડો માં વસતી જોવા મળે છે. આદિકાળથી ગામ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં આદિવાસી પ્રજાને મૂળ વસાહતીઓ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિ માં થાય છે. પહેલાં આ જાતિમાં શિક્ષણ નહીંવતું હતું. પણ આજે ઘણા આદિવાસીઓ ઉચ્ચ અભ્યાસ કરીને વિકાસ કરી રહ્યા છે, તેમ છતાં અંતરિયાળ દુર્ગમ વિસ્તારમાં આદિવાસી પ્રજા સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને નહિવત અક્ષરજ્ઞાન સાથે જીવી રહી છે. 2011 ની વસતીગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં સાક્ષરતાનો દર 62.5% હતો. આ સાક્ષરતા દર વધે, આદિવાસી પ્રજામાં શિક્ષણનું સ્તર ઉત્તરોત્તર વધે અને ઉચ્ચશિક્ષણ મેળવી તેઓ રાષ્ટ્રને ઉપયોગી બને તે ખૂબ જ જરૂરી છે. આદિવાસી પ્રજામાં નીડરતા, સાહસિકતા. ખડતલપણું, સંઘર્ષશક્તિ જેવા નૈસર્ગિક ગુણો સમાયેલા હોય છે. આ ગુણો વિશ્વ માટે ઉપયોગી બને અને તેઓ વિશ્વમાનવી બને તે માટે વિશ્વ આદિવાસી દિન ઉજવવામાં આવે છે. આદિવાસી એક વિરાસત છે. તેમની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે તેમજ સમાજ ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આદિવાસીઓનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવશાળી છે. ભારત સહિત વિશ્વમાં એમની વીરતા અને શહાદતની ગૌરવ ગાથાઓ છે. સોમનાથના રક્ષણ માટે નીકળેલા હમીરસિંહને સાથ આપનાર વોગડો ભીલ, અંગ્રેજ શાસન સામે બગાવત કરનાર તાતીથો ભીલ, સમગ્ર આદિવાસી પ્રજા જેને ગુરુ માને છે તે બિરસા મુંડા, માનગઢમાં શહીદી વહોરાનાર આદિવાસીઓના ગોવિંદગુરુ, મેવાડ ધરા ઉપર સીસોદીયાના વંશને બચાવવા પોતાના દીકરાનું બલિદાન આપનાર પન્ના જેવા અનેક વીર રત્નો એના પુરાવા છે. આદિવાસી પ્રજાની વીરતા, બલિદાન અને ખુમારીની આવી તો અનેક ગાથાઓ છે. આ પ્રજાના આવા નૈસર્ગિક ગુણો અને ક્લા તેમજ તેમની સંસ્કૃતિ જળવાય તે માટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઉજવવામાં આવે છે. આજે પણ એવા ઘણા આદિવાસી વિસ્તારો છે, કે જ્યાં શિક્ષણ અને સવલતો પહોંચી નથી અથવા નહીંવત પહોંચી છે. આથી આદિવાસી પ્રજા વિશાળ ફલક ઉપર આવે અને તેમની ઓળખ ઉભી કરે તેવા પ્રયત્નો થવા જોઈએ. તેમની ભાષા અને વ્યાકરણ, તેમના પારંપરિક તહેવારો, તેમના દેવી- દેવતાઓ વગેરે વિશે લોકો જાણે અને અપનાવે તેવા હેતુથી પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશમાં આપણા રાજ્યમાં આદિવાસી ઉત્કર્ષના અનેક કાર્યક્રમો અને વિકાસની યોજનાઓ છે. જેની જાણકારી અને લાભ આદિવાસી પ્રજા મેળવે તેવા હેતુથી આદિવાસી દિવસની ઉજવણી આયોજનબદ્ધ રીતે થાય છે. વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખી વનબંધુ કલ્યાણ યોજના, ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડતી યોજનાઓ, એકલવ્ય જેવી નિવાસી શાળાઓ, જંગલની જમીન, જળ અને વનપેદાશોને લગતી ઘણી યોજનાઓ આજે અમલમાં છે. આ તમામ પ્રયત્નો એટલા માટે કરવામાં આવે છે, કે આદિવાસી પ્રજા મૂળ પ્રવાહ સાથે જોડાઈને સૌની સાથે કદમ મિલાવે. આપણે આગળ જોયું તેમ આદિવાસી વિસ્તારમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ પહેલા ખૂબ ઓછું હતું. અનેક પ્રયત્નો છતાં એમાં સંતોષજનક પરિણામ મેળવી શકાયું નથી. સરકારની અનેકવિધ યોજનાઓ અમલીકૃત હોવા છતાં આદિવાસી સમાજમાં જોઇએ તેવી પ્રગતિ જોવા મળેલ નથી. આ પરિસ્થિતિમાં આદિવાસીઓના વિકાસ માટે યુનોએ 1994 થી 2004 સુધી મૂળનિવાસીઓ (આદિવાસી)નો દસકો ઉજવ્યો. પછી 2004 થી 2014 સુધી બીજો દસકો ઉજવ્યો. 2015 નું વર્ષ આદિવાસી અસ્મિતાને ઉજાગર કરવાના હેતુથી ઉજવવામાં આવ્યું હતું. આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો મુખ્ય આધાર ખેતી અને વન્યપેદાશો છે. તેમના તહેવારો ખેતીની મોસમ અનુસાર આવતા હોય છે તેઓ આજે પણ તેમની મૂળભૂત સંસ્કૃતિને સાચવીને બેઠા છે. તેમની સંસ્કૃતિ, તેમના તહેવારો પોશાક, બોલી વગેરે બધાથી અલગ અને અનોખી રીતભાત ધરાવતા હોય છે. વિશ્વભરના મૂળનિવાસી અને પ્રકૃતિપ્રેમી એવા આદિવાસીઓ પોતાના હક્ક, અધિકારો અને સમાજમાં યોગ્ય દરજ્જો મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઑગસ્ટને “વિશ્વ આદિવાસી દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. 1994 માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દરમિયાન આદિવાસીઓની સંસ્કૃતિના રીત-રિવાજો, ગીતો, તેમની વીરગાથાઓ તેમજ આઝાદી દરમિયાન કે અન્ય કોઈપણ તેમના મહાન યોગદાનને ઉજાગર કરીને લોકો સમક્ષ લાવવામાં આવે છે. જેથી આદિવાસી પ્રજા લોકોમાં સ્વમાનભેર સ્થાન પામે અને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડાય વિશ્વની વિરાસત એવા આદિવાસી સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે આદિવાસી દિવસની ઉજવણી ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં આદિવાસી સમુદાયના લોકો, આદિવાસી સંગઠનો સરકારી અને સામાજિક સંસ્થાઓ સામુહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે. આપણે સૌએ આદિવાસી સમાજના સામાજિક, શૈક્ષિણિક અને આર્થિક વિકાસ માટે પ્રયાસો કરવા જોઈએ. આવા પ્રયત્નો થાય તો જ આદિવાસી દિવસની ઉજવણી સાર્થક ગણાય.

    09th August

    Read more
    વિશ્વ આદિવાસી દિન
    09th August
    વિશ્વમાં 9 ઓગસ્ટ ને આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે. 1991 માં બ્રાઝીલના રિયો-ડી-જાનેરો માં ટકાઉ વિકાસ અને પર્યાવરણ પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં દુનિયાના ખૂણે ખૂણેથી આદિવાસીઓ આવ્યા હતા. એમને પોતાના સમુદાયના જંગલ, જમીન, પાણી અને કુદરતી સ્રોત પરના હકની માગણી કરી એમની માંગણીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી. વિશ્વભરમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાય એટલે કે આદિવાસી સમાજને એમના હક, અધિકારો અને સમ્માન મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઓગસ્ટ, 1991ને વિશ્વ...
    Read more
    વિશ્વ સિંહ દિન
    વિશ્વ સિંહ દિન

    જેમ વિશ્વમાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે વગેરે જેવા દિવસો સ્વજન માટે ઉજવાય છે તેમ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક દિવસ એટલે વિશ્વ સિંહ દિન. વિશ્વભરમાં એક માત્ર ગીર અભ્યારણ્ય અને તેની આસપસના વિસ્તારોમાં જોવા મળતા એશિયાઇ સિંહ અને આફ્રિકાનાં જંગલોમાં રહેતા આફ્રિકન સિંહો ના સંવર્ધન અને સંરક્ષણ માટે 10 ઑગસ્ટ ના દિવસે 'World Lion Day' ની ઉજવણી કરવામાં આવે છે. સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક પ્રતીક સ્વરૂપે ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવું મહત્વ ધરાવતું પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનું ખૂબ જ મોટું યોગદાન સમાયેલું છે. સ્થાનિક લોકોના સહકાર, સરકારની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખત મહેનતના કારણે છેલ્લા કેટલાંક વર્ષોથી એશિયાઇ સિંહોની વસતીમાં વધારો થયો છે. ગીરના નેસ વિસ્તારમાં વસતા માલધારીઓનો સિંહ સાથેનો સંબંધ અનોખો છે, સિંહના મૃત્યુથી આ લોકો સ્વજનનું મૃત્યુ થયું હોય તેવા શોકની અનુભૂતિ કરે છે. જેના પરિણામ સ્વરૂપ એશિયાઇ સિંહો ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૈારાષ્ટ્રનાં હજારો ચોરસ કીલોમીટરમાં વિહરતા થયા છે. વિશ્વ સિંહ દિનની ઉજવણી વનવિભાગ દ્વારા વર્ષ 2016 થી શરૂ કરવામાં આવી છે. જીવ સમતુલા જાળવવા અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા જાળવી રાખવા સિંહોના અસ્તિત્વને ટકાવી રાખવું જરૂરી છે. હાલ સિંહો સાસણ ગીર ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં જોવા મળે છે. સિંહોની સંખ્યામાં વધારો થતાં બૃહદ્ ગીરની કામગીરી અમલમાં છે. ગુજરાતમાં દર 5 વર્ષે સિંહોની ગણતરી થાય છે. સિંહોની સંખ્યામાં જોઈએ તો છેલ્લી ગણતરી મુજબ 2015 માં આશરે 523 સિંહો સાસણ ગીર ખાતે જોવા મળ્યા હતા. જે 2020 માં આશરે 674 નો આંકડો પાર કરી રહ્યા હોવાનું એક અનુમાન છે. સિંહોની વધતી સંખ્યા તેમના સંવર્ધન અને સંરક્ષણ માટે થઇ રહેલા પ્રયત્નોની સફળતાને આભારી છે. આમ છતાં કુદરતી મૃત્યુ કરતાં માનવસર્જિત પ્રવૃતિઓને કારણે સિંહોના મૃત્યુના આંકડા વધુ છે. ગીરના વિસ્તારમાંથી પસાર થતો રેલવે ટ્રેક, માનવરહિત ફાટક તેમજ ખુલ્લા કૂવાઓ સિંહના અપમૃત્યુનું કારણ બનતા જોવા મળ્યા છે.

    10th August

    Read more
    વિશ્વ સિંહ દિન
    10th August
    જેમ વિશ્વમાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે વગેરે જેવા દિવસો સ્વજન માટે ઉજવાય છે તેમ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક દિવસ એટલે વિશ્વ સિંહ દિન. વિશ્વભરમાં એક માત્ર ગીર અભ્યારણ્ય અને તેની આસપસના વિસ્તારોમાં જોવા મળતા એશિયાઇ સિંહ અને આફ્રિકાનાં જંગલોમાં રહેતા આફ્રિકન સિંહો ના સંવર્ધન અને સંરક્ષણ માટે 10 ઑગસ્ટ ના દિવસે 'World Lion Day' ની ઉજવણી કરવામાં આવે છે.
    સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક પ્રતીક સ્વરૂપે ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવું મહત્વ ધરાવતું પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં...
    Read more
    ખુદીરામ બોઝ પુણ્યતિથિ
    ખુદીરામ બોઝ પુણ્યતિથિ

    ભારતમાં ઘણા બધા દેશભક્તો અને ક્રાંતિકારીઓ થઈ ગયા. ભારતમાતાની આઝાદી માટેના સંગ્રામમાં રણે ચડેલા નાની ઉંમરના વ્યક્તિ પૈકી એક ખુદીરામ બોઝ હતા. ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889 ના રોજ બંગાળના મેદનીપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોક્યનાથ અને માતાનું નામ લક્ષ્મીપ્રિયાદેવી હતું. તેમના પિતા નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેઓ 6 વર્ષના હતા ત્યારે તેમની માતા અને બીજા વર્ષે પિતાનું અવસાન થયું હતું. તેઓ તેમની મોટી બહેનને ત્યાં ઉછર્યા હતા. તેઓ ધોરણ 9માંથી અભ્યાસ છોડીને સ્વદેશી ચળવળમાં ભાગ લેવા માંડ્યા. આ દરમિયાન સત્યેન્દ્ર બોઝ ના સંપર્કમાં આવવાથી તેઓ ક્રાંતિકારી જૂથમાં જોડાયા. તેમણે ભગવદ્ ગીતા, મેઝિની અને ગેરિબાલ્ડીનાં જીવનચરિત્રો,ફ્રાંસની ક્રાંતિનો અભ્યાસ કર્યો હતો. ‘સોનાર બાંગલા' નામની અંગ્રેજો સામે વિદ્રોહ પૂરતી પત્રિકા વેચતાં 28 ફેબ્રુઆરી, 1906 ના રોજ પોલીસે મિદનાનપુરમાં તેમની ધરપકડ કરી ત્યારે તેઓ પોલીસને ઘાયલ કરીને ત્યાંથી નાસી ગયા હતા. 6 ડિસેમ્બર, 1907 ના રોજ નારાયણગઢ સ્ટેશન પર બંગાળ ગવર્નર ની સ્પેશિયલ ટ્રેન પર બોમ્બ ફેંક્યો પણ કમનસીબે ગવર્નર બચી ગયો. 1908 માં વોટ્સન અને બેમિફલ્ટ ફુલર નામના બે અંગ્રેજ અધિકારીને મારી નાખવાના પ્રયાસમાં પણ તેઓ સંકળાયેલા હતા. આ બંને કેસમાં ખુદીરામ બોઝની ધરપકડ કરવામાં આવી પણ પુરાવાના અભાવે તેઓ બચી ગયા. ‘યુગાન્તર' નામના ક્રાંતિકારી ગ્રુપે કિંગ્સફોર્ડ ની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને તે કામ ખુદીરામ બોઝ ને અને પ્રફુલ ચાકી ને સોંપવામાં આવ્યું બોમ્બ અને પિસ્તોલ લઇ આ નરબંકાઓ નીકળી પડ્યા. મુઝફરપુર માં બે દિવસ કિંગ્સફોર્ડની હિલચાલ પર નજર રાખી અને 30 એપ્રિલ, 1908 ની રાતે તેમની બગી ઉપર બોમ્બ ફેંક્યો પણ કમનસીબે કિંગ્સફોર્ડના પત્ની કેનેડી અને પુત્રી મરણ પામ્યા અને કિંગ્સફોર્ડ બચી ગયો. ખુદીરામ બોઝ પકડાઈ ગયા અને પ્રફુલ ચાકીએ પોતાને ગોળી મારીને શહીદી વહોરી લીધી. પકડાયેલ ખુદીરામ બોઝને મૃત્યુદંડની સજા કરવામાં આવી. 11 ઑગસ્ટ, 1908 ના રોજ અંગ્રેજ સરકારે ખુદીરામને મુઝફરપુરની જેલમાં ફાંસીની સજા આપી. જ્યારે ફાંસી લટકાવવામાં આવ્યા ત્યારે ખુદીરામ બોઝ હાથમાં ગીતા રાખીને ત્રણવાર 'વંદેમાતરમ્' ના નારા લગાવી ખુશી ખુશી ફાંસીએ ચડ્યા. દેશ માટે શહીદ થનાર ખુદીરામ બોઝ ભારતવાસીઓના હૃદયમાં આજે પણ બિરાજમાન છે.

    11th August

    Read more
    ખુદીરામ બોઝ પુણ્યતિથિ
    11th August
    ભારતમાં ઘણા બધા દેશભક્તો અને ક્રાંતિકારીઓ થઈ ગયા. ભારતમાતાની આઝાદી માટેના સંગ્રામમાં રણે ચડેલા નાની ઉંમરના વ્યક્તિ પૈકી એક ખુદીરામ બોઝ હતા. ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889 ના રોજ બંગાળના મેદનીપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોક્યનાથ અને માતાનું નામ લક્ષ્મીપ્રિયાદેવી હતું. તેમના પિતા નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેઓ 6 વર્ષના હતા ત્યારે તેમની માતા અને બીજા વર્ષે પિતાનું અવસાન થયું હતું. તેઓ તેમની મોટી બહેનને ત્યાં ઉછર્યા હતા. તેઓ ધોરણ 9માંથી અભ્યાસ...
    Read more
    વિક્રમ સારાભાઈ જન્મ જયંતી
    વિક્રમ સારાભાઈ જન્મ જયંતી

    અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા. ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઑગસ્ટ, 1919 ના રોજ અમદાવાદ માં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઈ શાળામાં અભ્યાસ કર્યો નહોતો. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતાં નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયાં હતાં. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ- વિજ્ઞાનના પ્રખર હિમાયતી અને પરમાણુ યુગના પુરસ્કર્તા વિજ્ઞાની હતા. વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોમાં રસ હતો. એમના માટે બંગલામાં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા ઊભી કરવામાં આવી. તેમને ભાષાઓ, ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાન હતું. 1937 માં આર.સી. ટેકનિકલ સ્કૂલ દ્વારા મેટ્રિકની પરીક્ષા પાસ કરી ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વિસટીની સેન્ટ જ્હોન્સ કોલેજ માં પ્રવેશ મેળવી તેઓ સ્નાતક થયા. 1941 થી 1946 દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામન ના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગલોરમાં તેઓએ બ્રહ્માંડ કિરણો (કૉસ્મીક રૅઝ) નો અભ્યાસ કર્યો. તેમણે બ્રહ્માંડ કિરણો પર પોતાનો અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. 1947 માં કેમ્બ્રિજ યુનિર્વિસટીએ વિક્રમ સારાભાઇનો બ્રહ્માંડ કિરણો પરનો શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને "કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ" વિષય પર Ph.D. ની ડિગ્રી એનાયત કરી અને તેઓ ડૉ.વિક્રમ સારાભાઇ બન્યા. ડૉ. વિક્રમ સારાભાઈએ કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ક્વોલિટીની જાતોના સંશોધન માટે ઉદ્યોગપતિ શેઠ શ્રી કસ્તૂરભાઇ ના સાથ સહકારથી AHMEDABAD TEXTILE INDUSTRY'S RESEARCH ASSOCIATION (ATIRA) સ્થાપના કરી. ડૉ. વિક્રમ સારાભાઈ પોતે જ ATIRA ના પહેલા નિયામક બન્યા. બ્રહ્માંડ કિરણો (કોસ્મિક રૅઝ) અને વાતાવરણના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટે 1947 માં અમદાવાદની એમ.જી.સાયન્સ કૉલેજમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની શરૂઆત કરી. જે આજે PRL(PHYSICAL RESEARCH LABORATORY) ના નામે સમગ્ર દેશમાં જાણીતી સંસ્થા છે. ત્યાર બાદ તેમણે નીચે મુજબની સંસ્થાઓ સ્થાપી: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ અમદાવાદ કમ્યુનિટી સાયન્સ સેન્ટર નેહરુ ફાઉન્ડેશન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન થુમ્બા રોકેટ લોચિંગ સ્ટેશન, ત્રિવેન્દ્રમ્ શ્રી હરિકોટા રોકેટ રેન્જ એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન ઇસરો, અમદાવાદ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થસ્ટેશન, અરવી ફાસ્ટ બિડર રિએકટર્સ, કલ્પકમ ન્યુક્લિયર સેન્ટર ફોર એગ્રિકલ્ચર, દિલ્હી ડૉ. વિક્રમ સારાભાઈ એમની વૈજ્ઞાનિક તરીકેની સેવામાં ઈસરોના અધ્યક્ષ તરીકે અને ભારતીય અણુપંચના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ ડૉ. સારાભાઈના માર્ગદર્શન હેઠળ Ph.D. ની પદવી પ્રાપ્ત કરી. ડૉ. વિક્રમ સારાભાઈએ લગભગ 85 જેટલા વૈજ્ઞાનિક અને સંશોધનને લગતા વિવિધ લેખો પણ લખ્યા છે. 30 ડિસેમ્બર, 1971 માં માત્ર બાવન વર્ષની નાની વયે અચાનક એમનું અવસાન થયું. જીવનની છેલ્લી ક્ષણ સુધી અવકાશી સંશોધનમાં વ્યસ્ત રહી ડૉ. વિક્રમ સારાભાઈએ વિજ્ઞાન-જગતની ઉત્તમ સેવા કરી. 1972 માં ભારત સરકારે એમને મરણોત્તર પદ્મવિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. ડૉ. વિક્રમ સારાભાઈના અથાગ પ્રયત્નોથી ભારત દ્વારા 1975 માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો. ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ પણ ડૉ. વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમ અને મિસાઈલ કાર્યક્રમના પિતા ગણાવતા હતા કારણ કે ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઇએ તેવી પહેલી દરખાસ્ત ડૉ. વિક્રમ સારાભાઇએ રજૂ કરી હતી. ઉપગ્રહ દ્વારા દેશના અંતરિયાળ વિસ્તાર સુધી સંદેશાવ્યવહાર અને ટીવી પ્રસારણ એ ડૉ. વિક્રમ સારાભાઈનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું છે.

    12th August

    Read more
    વિક્રમ સારાભાઈ જન્મ જયંતી
    12th August
    અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા. ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઑગસ્ટ, 1919 ના રોજ અમદાવાદ માં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઈ શાળામાં અભ્યાસ કર્યો નહોતો. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતાં નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયાં હતાં. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ- વિજ્ઞાનના પ્રખર હિમાયતી અને...
    Read more
    વિશ્વ હાથી દિન
    વિશ્વ હાથી દિન

    હાથીની મુખ્ય બે જાત છે - એશિયન અને આફ્રિકન. આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતાં ત્રણ ગણા મોટા હોય છે. "હાથી જીવે ત્યારે લાખનો, મર્યે સવા લાખનો" કહેવત અનુસાર જેમ સમય જાય તેમ હાથી વધુ મૂલ્યવાન બને છે. તેથી જ તો હાથીઓનો વધુ શિકાર અને વેપાર થાય છે. હાથીની દુર્દશા જાણે, સમજે અને જંગલી તેમજ બંદી બનાવેલા હાથીઓની સારી રીતે દેખભાળ કરવામાં આવે તે બાબતે વિશ્વના લોકો જાગૃત બને તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે 12 ઑગસ્ટના રોજ “વિશ્વ હાથી દિન” (World Elephant Day) મનાવવામાં આવે છે. 13 ઓક્ટોબર, 2010 ના રોજ ભારતમાં રાષ્ટ્રીય વન્યપ્રાણી બોર્ડ (National Board for Wild Life - NBWL) ની સ્થાયી સમિતિની બેઠકમાં હાથીને રાષ્ટ્રીય વારસા તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, પર્યાવરણ મંત્રાલયે 15 ઓક્ટોબર, 2010 ના રોજ આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. હાથીઓ સમગ્ર જીવસૃષ્ટિ અને પ્રકૃતિના સંતુલન માટે ખૂબ મહત્વપૂર્ણ પ્રાણી છે. અન્ય વન્યજીવોની પ્રજાતિઓ તથા નિવસનતંત્ર (Ecosystem) જાળવવામાં પણ હાથી ખૂબ મદદરૂપ છે. 'હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા' જોડકણું સાંભળતાવેંત નાના મોટા સહુ કોઈને સૂંઢ ડોલાવતો હાથી નજરે ચડે છે. બાળકોના પ્રિય પ્રાણી હાથી પર અનેક જોડકણાં, બાળગીતો અને બાળવાર્તાઓ છે ત્યારે 12 ઓગષ્ટે ઉજવવામાં આવતા વિશ્વ હાથી દિનને થોડા રોચક - રસપ્રદ અને માહિતીસભર તથ્યોથી ઉજવી આ દિવસને સમગ્ર વિશ્વમાં હાથીઓના સંરક્ષણ માટે સમર્પિત કરીએ. હાથી વિશે રોચક તથ્યો: હાથીનું આયુષ્ય 100 વર્ષથી પણ વધુ છે. પ્રત્યેક મિનિટે હાથી 2 થી 3 વાર શ્વાસ લે છે અને છોડે છે. હાથી એકમાત્ર પ્રાણી છે જે કૂદી શકતો નથી, પરંતુ તે લાંબા સમય સુધી તરવાની ક્ષમતા ધરાવે છે. હાથી તેના શરીરનું તાપમાન જાળવવા માટે તેના કાન સતત હલાવ્યા કરે છે. હાથીઓ ગાઢ જંગલમાં માર્ગ બનાવે છે જે બીજા પ્રાણીઓ દ્વારા ઉપયોગ કરાય છે. હાથી દિવસના લગભગ 16 કલાક જેવો સમય ખાવામાં જ વિતાવે છે. કીચડ હાથીઓ માટે સનસ્ક્રીનનું કામ કરે છે માટે હાથી કીચડમાં જ આળોટે છે. આફ્રિકન હાથી જમીન ઉપરનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે. હાથીઓ નિવસનતંત્ર અને જૈવવૈવિધ્ય (ઇકોસિસ્ટમ બાયોડાયવર્સિટી) જાળવવામાં મદદ કરે છે. હાથી એક દિવસમાં 300 લીટર સુધી પાણી પી શકે છે. હાથીઓ ભાગ્યે જ જોડીયા બચ્ચાંને જન્મ આપે છે. હાથીઓના બચ્ચાંને પોતાની સૂંઢ ચૂસવાની આદત હોય છે. તાલીમ પામેલ હાથી પોતાની સૂંઢથી ચિત્રો પણ દોરી શકે છે. હાથીનું શરીર નાના-નાના વાળથી ઢંકાયેલું હોય છે, શારીરિક વિકાસની સાથે જ આ વાળની વૃદ્ધિ ઘટી જાય છે. હાથીની ત્વચા જાડી હોવા છતાં બહુ સંવેદનશીલ હોય છે.

    12th August

    Read more
    વિશ્વ હાથી દિન
    12th August
    હાથીની મુખ્ય બે જાત છે - એશિયન અને આફ્રિકન. આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતાં ત્રણ ગણા મોટા હોય છે. "હાથી જીવે ત્યારે લાખનો, મર્યે સવા લાખનો" કહેવત અનુસાર જેમ સમય જાય તેમ હાથી વધુ મૂલ્યવાન બને છે. તેથી જ તો હાથીઓનો વધુ શિકાર અને વેપાર થાય છે. હાથીની દુર્દશા જાણે, સમજે અને જંગલી તેમજ બંદી બનાવેલા હાથીઓની સારી રીતે દેખભાળ કરવામાં આવે તે બાબતે વિશ્વના લોકો જાગૃત બને તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે 12 ઑગસ્ટના રોજ “વિશ્વ હાથી દિન” (World Elephant Day) મનાવવામાં આવે છે....
    Read more
    વિશ્વ અંગદાન દિન
    વિશ્વ અંગદાન દિન

    દર વર્ષે 13 ઓગસ્ટે 'વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે' એટલે કે 'વિશ્વ અંગદાન દિન' ની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં અંગદાન માટેની જાગૃતિ કેળવવા માટે આ દિવસ ઉજવાય છે. આપણા સૌના જીવનમાં રહેલી અનિશ્ચિતતાનો વિચાર કરીને મૃત્યુ પછી પણ આપણાં અંગો અન્ય વ્યક્તિને જીવનદાન આપી શકે તેવી ઉમદા ભાવના આ દિન વિશેષની છે. આજના સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ દાન છે. કારણ કે એના દ્વારા આપણને મૃત્યુ પછી પણ બીજી વ્યક્તિને નવજીવન આપવાની તક મળે છે. આપણા અંગદાન દ્વારા મૃત્યુ પછી પણ આપણા અંગોથી કોઈ બીજું જીવી શકે એ વિચાર કેટલો અદ્ભૂત છે! જેમને જીવવા માટે આવા અંગોની જરૂર છે એવા લોકો માટે અંગદાન એક આશીર્વાદ છે. ખાસ કરીને બ્રેઇન ડેડ તરીકે જાહેર થયેલ વ્યક્તિના કિસ્સામાં તેના મૃત્યુ પછી શક્ય એટલી ઝડપથી તેમનાં ઉપયોગી અંગો કાઢીને જરૂરતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે અને તેમના શરીરમાં યોગ્ય રીતે મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા કાયદાકીય દ્દષ્ટિએ માન્યતા પ્રાપ્ત છે અને એ માટે જવાબદાર સંસ્થા અને યોગ્ય કાયદાઓ આ આખી પ્રક્રિયા પર દેખરેખ રાખે છે. શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ કોઈપણ કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇપણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલા દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક શસ્ત્રક્રિયા છે. તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમ વિધિમાં કોઇપણ પ્રકારની અડચણ થતી નથી. અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે કારણ કે તેનાથી આ દુનિયામાંથી જતાં જતાં પણ કોઈ વ્યક્તિ અન્ય મનુષ્યને નવજીવન આપી શકે છે. અંગદાનને લઈને સમાજમાં કેટલીક ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. ચાલો આવી ખોટી માન્યતાઓ અને સાચી હકીકત વિશે જાણીએ: માન્યતા: હું અંગદાન કરવાનો/કરવાની છું એવી ડૉક્ટર્સને ખબર પડી જશે તો તેઓ મને બચાવશે નહીં અથવા બચાવવાનો પ્રયત્ન નહીં કરે. હકીકત: આ માન્યતા તદ્દન ખોટી છે. ડૉક્ટર્સ હંમેશાં દર્દીનો જીવ બચાવવાનો જ પ્રયત્ન કરશે. તમે અંગદાન કરવાનાં છો તે જાણીને કોઈપણ ડૉક્ટર તમને જાણી જોઈને કે હેતુપૂર્વક મરવા માટે નહીં છોડી દે. માન્યતા: મને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સબંધી સમસ્યા હોય તો હું અંગદાન નહીં કરી શકું. હકીકત: તમારી સમસ્યા જોઇને તમે અંગદાન કરી શકશો કે નહીં તે બાબત ડૉક્ટર નક્કી કરશે. માન્યતા: મોટી ઉંમરનાં લોકો અંગદાન કરી શકે નહીં અથવા અંગદાન કરવું તેમનાં માટે જોખમી છે. હકીકત: અંગદાનને ઉંમર સાથે કોઇ સંબંધ નથી. કોઈપણ ઉંમરની સ્વસ્થ વ્યક્તિ અંગદાન કરી શકે છે. માન્યતા: અંગદાન કરવા માટે મારે પૈસા ચૂકવવા પડશે. હકીકત: પોતાના અંગોનું દાન કરનાર વ્યક્તિ કે તેના પરિવારના સભ્યોને અંગદાન માટે કોઇને પણ પૈસા ચૂકવવા પડતા નથી. માન્યતા: દાન કરેલ અંગોને કોઈ ગેરકાયદેસર રીતે વેચી દે તો? હકીકત: કોઈ હોસ્પિટલ કે સંસ્થા દ્વારા આવી કોઇ પ્રવૃત્તિ થતી હોતી નથી, પરંતુ આવું કૃત્ય કરતા કોઇ પકડાય તો તેની સામે કાયદેસરના પગલા લેવાય છે. દાન કરી શકીએ એવા અંગોમાં કિડની, ફેફસાં, હૃદય, આંખો, લીવર, નાનું આંતરડું, ચામડીના કોષો, હાડકાંના કોષો, હૃદયના વાલ્વ વગેરે આવે છે. ભારતમાં અંગદાનના કાયદા મુજબ મૃત્યુ પછી પરિવારના કોઈ સભ્ય અંગદાન માટે તૈયાર થાય ત્યારે તેમના કુટુંબીજનો અને નજીકના સંબંધીઓ સાથે ચર્ચા કરી, તેમની ઈચ્છા મુજબ અંગદાન કરવા માટે સમજણ આપવામાં આવે છે. તમારા મૃત્યુના કિસ્સામાં તમારા અંગો વિશેની અંતિમ નિર્ણય પ્રક્રિયા તેમને પૂછીને તેમની લેખિત સંમતિ પછી જ થતી હોય છે. વ્યક્તિ અંગદાન માટે NOTTO (NATIONAL ORGAN AND TISSUE TRANSPLANT ORGANIZATION), Directorate General of Health Services, Ministry of Health & Family Welfare, Govt. of India ની વેબસાઈટ https://notto.abdm.gov.in/register પર જઈને ફોર્મ ભરી શકે છે.

    13th August

    Read more
    વિશ્વ અંગદાન દિન
    13th August
    દર વર્ષે 13 ઓગસ્ટે 'વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે' એટલે કે 'વિશ્વ અંગદાન દિન' ની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં અંગદાન માટેની જાગૃતિ કેળવવા માટે આ દિવસ ઉજવાય છે. આપણા સૌના જીવનમાં રહેલી અનિશ્ચિતતાનો વિચાર કરીને મૃત્યુ પછી પણ આપણાં અંગો અન્ય વ્યક્તિને જીવનદાન આપી શકે તેવી ઉમદા ભાવના આ દિન વિશેષની છે. આજના સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ દાન છે. કારણ કે એના દ્વારા આપણને મૃત્યુ પછી પણ બીજી વ્યક્તિને નવજીવન આપવાની તક મળે છે. આપણા અંગદાન દ્વારા મૃત્યુ પછી પણ આપણા અંગોથી કોઈ બીજું જીવી શકે એ વિચાર કેટલો અદ્ભૂત છે!...
    Read more
    મહાદેવભાઈ દેસાઈ પુણ્યતિથિ
    મહાદેવભાઈ દેસાઈ પુણ્યતિથિ

    મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ૧ જાન્યુઆરી,૧૮૯૨ ના રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેમનું મૂળ ગામ દિહેણ હતું. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી. માં પણ સારો દેખાવ કર્યો. શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ, વકીલાતનો વ્યવસાય છોડીને આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું. મહાદેવભાઈનું ભાષાપ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધું કે, ' મહાદેવ ! તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે. ' તે આજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ બાપુમય બની ગયા.  તેમણે કવિવર ટાગોરના ૨૫ જેટલા સુંદર અનુવાદો આપ્યા છે તો સામે ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે. 'મહાદેવની ડાયરી' ના સંપુટો તેમનું યાદગાર પ્રદાન છે. એ ડાયરીઓ પચીસેક ભાગમાં પ્રગટ થઈ છે. એમાં તેમણે આંખે દેખ્યા હેવાલની જેમ ગાંધીચરિત્ર અને હિન્દુસ્તાનના ઉત્થાનની કથા માટે અમૂલ્ય સામગ્રી મૂકી છે. તેમને સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર અર્પણ થયો હતો. ૫૦ વર્ષની વયે મહાદેવભાઇ દેસાઈ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૨ ના રોજ પુણેની આગાખાન પેલેસ જેલમાં હૃદય બંધ પડવાથી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા પણ, પોતાની અડધી જિંદગીમાં આખી જિંદગીનું કામ કરતા ગયા. બાપુના ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ તેમને અગ્નિદાહ દેવાયો. બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું,' મહાદેવે મારામાં સંપૂર્ણપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું. '૯ ઓગસ્ટ,૧૯૮૩ ના રોજ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી.

    15th August

    Read more
    મહાદેવભાઈ દેસાઈ પુણ્યતિથિ
    15th August

    મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ૧ જાન્યુઆરી,૧૮૯૨ ના રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેમનું મૂળ ગામ દિહેણ હતું. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી. માં પણ સારો દેખાવ કર્યો.

    શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત...

    Read more
    સ્વતંત્રતા દિન
    સ્વતંત્રતા દિન

    15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો. ભારત દેશ વર્ષો સુધી અંગ્રેજ શાસન હેઠળ રહ્યો. સ્વાતંત્ર્ય સેનાનીઓની આગેવાની હેઠળ સત્ય અને અહિંસાની લડત લડીને, હજારો દેશભક્તોની કુરબાનીને કારણે 15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણા દેશમાં સ્વતંત્રતાનો સૂરજ ઉગ્યો. સ્વતંત્રતાનો આનંદ અનેરો હોય છે. આ આનંદ પ્રાપ્ત કરવા માટે અનેક વીરો શહીદ થયા છે. અનેક મહાપુરુષોએ પોતાના જીવનનો ભોગ આપ્યો છે. ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં હજારો ક્રાંતિવીરો, વીર સપૂતો અને વીરાંગનાઓની શૌર્યગાથાઓ છુપાયેલી છે. આઝાદીનો ઈતિહાસ નાનોસૂનો નથી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆતનાં મૂળ તો ઘણાં ઊંડાં છે. સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ તબક્કામાં 1857 ના વિપ્લવ નું મહત્વ છે. ડેલહાઉસી એ અપનાવેલી ખાલસા નીતિ ને પરિણામે સતારા, ઝાંસી, નાગપુર વગેરે અંગ્રેજોની સત્તા નીચે આવ્યાં. આ વિપ્લવમાં નાના સાહેબ પેશ્વા, ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ. જગદીશપુરના વયોવૃદ્ધ રાજા કુંવરસિં અને તાત્યા ટોપે તથા બાદશાહ બહાદુરશાહનો સમાવેશ થાય છે. તેમની વીરતા ઈતિહાસના પાનાઓ પર અંકાઈ છે. 1906 માં કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખપદેથી દાદાભાઈ નવરોજી એ "સ્વરાજ" શબ્દનો ઉચ્ચાર કર્યો. 1914 માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. લોકમાન્ય ટિળકે 'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને તે મેળવી ને જ જંપીશ' નો નારો ગુંજતો કર્યો. 1915 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા. 1917 માં ગાંઘીજીના પ્રમુખપદ નીચે ગુજરાત રાજકીય પરિષદ મળી. કોઈપણ વ્યક્તિને કોર્ટમાં કેસ ચલાવ્યા સિવાય જેલમાં પૂરી દેવાનો કાયદો જેને “રોલેટ એક્ટ” કહેવામાં આવતો હતો. તે 1919 માં આવ્યો. ગાંધીજીએ એને ‘કાળા કાયદા' તરીકે ઓળખાવ્યો. લોકોએ ‘રોલેટ એક્ટ” નો વિરોધ કર્યો. આખા ભારતમાં વિરોધનો વંટોળ જામ્યો. ઠેરઠેર સરઘસો નીકળ્યાં, હડતાલો પાડવામાં આવી. પંજાબના અમૃતસર શહેરમાં જલિયાવાલા બાગમાં લગભગ 20,000 કરતાંયે વધારે લોકોની સભા પર જનરલ ડાયરે આડેધડ ગોળીઓ ચલાવી. આખો દેશ ખળભળી ઉઠ્યો. ગાંધીજીએ અંગ્રેજો સામે અસહકારનું રણશિંગુ ફૂંક્યું. વિદ્યાર્થીઓએ શાળા- કોલેજોનો ત્યાગ કર્યો. વકીલોએ કોર્ટનો ત્યાગ કર્યો. પરદેશી કાપડની હોળી કરવામાં આવી. દેશમાં અહિંસક ક્રાંતિનો જુવાળ પેદા થયો. અસહકારનું આંદોલન, સત્યાગ્રહનું આંદોલન અને 1942 નું ભારતછોડો આંદોલન આ તમામે તમામ આંદોલનોમાં ભારતના યુવાનોએ હોંશભેર ભાગ લીધો હતો. સુભાષચંદ્ર બોઝે “આઝાદ હિંદ ફોજ" ની રચના કરી. “ચલો દિલ્હી" ના નારા સાથે આઝાદી જંગનો જુદો મોરચો રચ્યો. તેમણે સશસ્ત્ર યુદ્ધની જાહેરાત કરી. છેવટે અંગ્રેજ સરકારનાં વળતાં પાણી થવા લાગ્યાં હતાં. આખરે 1947 ની 15મી ઓગસ્ટે આપણો દેશ સ્વતંત્ર થયો. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરના બ્રિટનના યુનિયન જેકના ધ્વજને વાઈસરૉય માઉન્ટબેટને ઉતાર્યો. ત્યાં જવારલાલ નહેરૂએ સ્વતંત્ર ત્રિરંગો ‘રાષ્ટ્રધ્વજ' લહેરાવ્યો. "જયહિંદ" ના નારા સાથે લાલ કિલ્લાનું મેદાન ગુંજી ઊઠ્યું. અખંડ ભારતના બે ટુકડા થયા, ભારત અને પાકિસ્તાન. આઝાદી બાદ ભારત દુનિયાનો મોટામાં મોટો લોકશાહી દેશ બન્યો. સ્વતંત્રતા દિવસની ઉજવણીથી દેશના લોકો આઝાદીનું મહત્વ સમજે, તેમના હૃદયમાં દેશભક્તિ જાગે તેમજ દેશ પ્રત્યે સમ્માનની લાગણી કેળવાય તેમજ લોકો દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન વિશે માહિતી પ્રાપ્ત કરે અને તેઓ એકતા, સ્વચ્છતા, સહકાર, જેવાં મૂલ્યો કેળવી દેશને સાચા અર્થમાં સ્વતંત્ર બનાવે તે હેતુઓ કેન્દ્ર સ્થાને છે. સ્વતંત્રતા દિવસ સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. સ્વાતંત્ર દિનના રોજ વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ (તિરંગો) ફરકાવે છે. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતાઓને શ્રદ્ધાંજલિ આપે છે . ભારતીય રાષ્ટ્રગીત "જન ગણ મન" ગવાય છે. પરેડ અને ટેબ્લો (પ્રતિકૃતિ) સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાનાં દૃશ્ય દર્શાવે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે. આવી જ ઉજવણી રાજ્યની રાજધાનીઓમાં પણ થાય છે. દેશભરની સરકારી અને બિન-સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાય છે. શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.

    15th August

    Read more
    સ્વતંત્રતા દિન
    15th August
    15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો. ભારત દેશ વર્ષો સુધી અંગ્રેજ શાસન હેઠળ રહ્યો. સ્વાતંત્ર્ય સેનાનીઓની આગેવાની હેઠળ સત્ય અને અહિંસાની લડત લડીને, હજારો દેશભક્તોની કુરબાનીને કારણે 15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણા દેશમાં સ્વતંત્રતાનો સૂરજ ઉગ્યો. સ્વતંત્રતાનો આનંદ અનેરો હોય છે. આ આનંદ પ્રાપ્ત કરવા માટે અનેક વીરો શહીદ થયા છે. અનેક મહાપુરુષોએ પોતાના જીવનનો ભોગ આપ્યો છે.
    ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં હજારો ક્રાંતિવીરો, વીર સપૂતો અને વીરાંગનાઓની શૌર્યગાથાઓ છુપાયેલી છે. આઝાદીનો ઈતિહાસ નાનોસૂનો નથી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆતનાં મૂળ તો ઘણાં ઊંડાં છે.
    સ્વાતંત્ર્ય...
    Read more
    ઈસરો સ્થાપના દિન
    ઈસરો સ્થાપના દિન

    ઈસરો ની સ્થાપના 15 ઑગસ્ટ, 1969 ના રોજ કરવામાં આવી હતી, તેથી તેની યાદમાં દર વર્ષે 15 ઑગસ્ટના રોજ ઈસરો સ્થાપના દિન ઉજવવામાં આવે છે.   ઈસરો (ISRO)નું પૂરું નામ Indian Space Research Organization (ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન) છે. તેનું મુખ્યમથક બેંગાલુરુ શહેરમાં આવેલુ છે. વર્ષ 2021 મુજબ અહીં અંદાજે 17,099 લોકો કામ કરી રહ્યાં છે. ઇસરો ભારત અને વિદેશોના અવકાશયાન અવકાશમાં મોકલવાનું કાર્ય કરે છે. ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી 6 સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે, જેમાં તેની સાથે NASA, Roscosmos, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે. ઇસરોનો મુખ્ય હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો તથા અવકાશ વિજ્ઞાન સંશોધન અને ગ્રહોનાં સંશોધનને અનુસરતાં અવકાશ તકનીકનો ઉપયોગ કરી રાષ્ટ્રનો વિકાસ કરવાનો છે.   ઇસરોએ ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટનું નિર્માણ કર્યું, જેને 1975 માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. 1980 માં પ્રથમ ઉપગ્રહ રોહિણી ને સ્વદેશી લોન્ચ વ્હીકલ SLV-3 દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇસરોએ ત્યારબાદ બે અન્ય રોકેટો PSLV અને GSLV વિકસાવ્યા હતા. ઈસરોએ 2008 માં ભારતના પ્રથમ ચંદ્ર મિશનના ભાગરૂપે ચંદ્રયાન-૧ લોન્ચ કર્યું હતું.   ઈસરોનું સંચાલન ભારત સરકારનો અંતરિક્ષ વિભાગ કરે છે. અંતરીક્ષ વિભાગ અંતરિક્ષ આયોગ હેઠળ આવે છે તે નીચે દર્શાવેલા સંગઠનો અને સંસ્થાનો સંભાળે છે: ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એનટ્રિક્સ કોર્પોરેશન (Antrix) - ઈસરો બેંગ્લોરનું માર્કેટિંગ સહાયક ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL) અમદાવાદ રાષ્ટ્રીય વાયુમંડલીય અનુસંધાન પ્રયોગશાળા (NABL) ગંડાકી, આંધ્રપ્રદેશ ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) ઈસરો બેંગ્લોરનું વ્યાપારિક સહાયક ઉત્તર પૂર્વીય અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (NE-SAC), ઉમિયમ સેમિકન્ડક્ટર પ્રયોગશાળા (SCL), મોહાલી ભારતીય અંતરીક્ષ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સંસ્થાન (IST), તિરુવનંથપુરમ – ભારતની અંતરીક્ષ વિશ્વવિદ્યાલય ઈસરો દ્વારા અંતરિક્ષ અંગેના વિવિધ કાર્યક્રમો નીચે દર્શાવેલા જુદાં જુદાં કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવે છે: વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર – ત્રિવેન્દ્રમ્,કેરળ ઈસરો સેટેલાઈટ એપ્લિકેશન સેન્ટર – બેંગાલુરુ, કર્ણાટક શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ રિસર્ચ સેન્ટર – શ્રી હરિકોટા ટાપુ, આંધ્રપ્રદેશ સ્પેસ એપ્લિકેશન સેન્ટર – અમદાવાદ, ગુજરાત ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન કોમ્યુનિકેશન યુનિટ અમદાવાદ, ગુજરાત લિક્વિડ પ્રોપલ્ઝન સિસ્ટમ્સ સેન્ટર – બેંગાલુરુ, કર્ણાટક ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક – બેંગાલુરુ. કર્ણાટક કર્ણાટકના સન ખાતે તૈયાર કરેલ માસ્ટર કંટ્રોલ ફેસિલિટી બેંગાલુરુ, દહેરાદૂન, જોધપુર, ખડગપુર અને નાગપુરનાં રીજિનલ રિમોટ સેન્સિંગ સર્વિસ સેન્ટર તિરુપતિ નજીક ગંડાઢી ખાતે નેશનલ રડાર ફેસિલિટી, હૈદરાબાદ ખાતે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, લખનઉ ખાતે ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક, ઉદેપુર ખાતે સૌર વેધશાળા અને માઉન્ટ આબુ ખાતે ઇન્ફ્રારેડ વેધશાળા કાર્યરત છે. ઈસરોનું હેડક્વાર્ટર બેંગાલુરુમાં છે. તે અંતરિક્ષ વિભાગ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે અને જે સીધા ભારતનાં પ્રધાનમંત્રીને રિપોર્ટ મોકલે છે. ઈસરોની સ્થાપના ડૉ. વિક્રમ સારાભાઈએ 1969 માં સ્વતંત્રતા દિનનાં દિવસે કરી હતી. ડૉ. વિક્રમ સારાભાઈ ને ‘અંતરિક્ષ કાર્યક્રમનાં જનક' પણ માનવામાં આવે છે. અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન, ચીન સહિત ભારત દુનિયાનાં તે 6 દેશોમાં સામેલ છે જે પોતાની ભૂમિ પર સેટેલાઈટ બનાવવા અને તેને લૉન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.   ઈસરોનો પહેલો ઉપગ્રહ 'આર્યભટ્ટ' હતો જે 19 એપ્રિલ, 1975 માં રશિયાની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ SLV-3 ભારત દ્વારા લૉન્ચ કરવામાં આવેલો પહેલો સ્વદેશી ઉપગ્રહ હતો અને તે પ્રોજેક્ટનાં ડાયરેક્ટર ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ હતા. 2008-09 માં ઈસરોએ ચંદ્રયાન-1 લૉન્ચ કર્યું જેનું બજેટ આશરે 350 કરોડ રૂપિયા હતું અને તેણે જ ચંદ્ર પર પાણીની શોધ કરી હતી.   ઈસરો દ્વારા આર્યભટ્ટ, રોહિણી, ઇન્સેટ (INSAT), IRS, ભાસ્કર, એસ્ટ્રોસેટ અને જીસેટ, એપલ, સરોસ ઉપગ્રહ શ્રેણી (SROSS), હેમસેટ, કલ્પના-૧ વગેરે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલા છે. ઈસરો દ્વારા Satellite Instructional Television Experiment (SITE), Geosynchronous Satellite Launch Vehicle (GSLV), Polar Satellite Launch Vehicle (PSLV), Space Capsule Recovery Experiment (SCRE), ચંદ્રયાન-૧, ચંદ્રયાન-૨, Satellite Launch Vehicle (SLV), Augmented Satellite Launch Vehicle (ASLV), ઇન્ડીયન સ્પેશ શટલ પ્રોગ્રામ, ઇન્ડીયન એસ્ટ્રોનોમીકલ ઓબ્ઝર્વેટરી (ઊંટી), રેડિયો ટેલીસ્કોપ, National Atmospheric Research Laboratory (NARL) પ્રોજેક્ટ અને રોકેટો લોન્ચ કરવામાં આવેલા છે.   વિક્રમ સારાભાઈ, રાજા રમન્ના, કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન, યુ.આર.રાવ, હોમી ભાભા, બી.એન.સુરેશ, સતિષ ધવન, રાકેશ શર્મા, રવિશ મલ્હોત્રા, ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ, જી.માઘવન નૈયર વગેરે ઈસરોના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો છે.

    15th August

    Read more
    ઈસરો સ્થાપના દિન
    15th August
    ઈસરો ની સ્થાપના 15 ઑગસ્ટ, 1969 ના રોજ કરવામાં આવી હતી, તેથી તેની યાદમાં દર વર્ષે 15 ઑગસ્ટના રોજ ઈસરો સ્થાપના દિન ઉજવવામાં આવે છે.   ઈસરો (ISRO)નું પૂરું નામ Indian Space Research Organization (ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન) છે. તેનું મુખ્યમથક બેંગાલુરુ શહેરમાં આવેલુ છે. વર્ષ 2021 મુજબ અહીં અંદાજે 17,099 લોકો કામ કરી રહ્યાં છે. ઇસરો ભારત અને વિદેશોના અવકાશયાન અવકાશમાં મોકલવાનું કાર્ય કરે છે. ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી 6 સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે, જેમાં...
    Read more
    નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ
    નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ

    નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑડિસાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીદાસ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. નેતાજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કટકના રૅવેન્શૉ કૉલેજિએટ સ્કૂલમાં મેળવ્યું. તે પછીનું શિક્ષણ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યું. ત્યારબાદ ભારતીય વહીવટી સેવા (ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ)ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલ્યા. અંગ્રેજી શાસનકાળમાં ભારતીયો માટે સિવિલ સર્વિસમાં જવું ખૂબ જ કઠિન હતું પરંતુ સુભાષચંદ્ર બોઝે સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા સ્થાને પાસ કરી જવલંત સફળતા મેળવી. ભારતમાં થયેલ જલિયાંવાલા બાગ હત્યાકાંડથી સુભાષચંદ્ર બોઝ ખૂબજ દુ:ખી થયા. તેમણે 1921 માં સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપી દીધું અને ભારત પરત ફર્યા. ત્યારબાદ તેઓ ગાંઘીજી ના સંપર્કમાં આવ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાઈ ગયા. ગાંઘીજીના દિશાનિર્દેશો અનુસાર તેમણે ચિતરંજનદાસ દેશબંઘુને પોતાના રાજનૈતિક ગુરુ બનાવી તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. 1928 માં જયારે સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે કાળા ઝંડા બતાવી તેનો વિરોધ કરવામાં આવ્યો. સુભાષચંદ્ર બોઝે કોલકાતામાં આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. 1928 માં કોલકાતામાં મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાયેલા કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ખાખી યુનિફોર્મ પહેરીને મોતીલાલ નેહરુને લશ્કરી રીતે સલામી આપી હતી. 26 જાન્યુઆરી, 1931 ના રોજ સુભાષચંદ્ર બોઝ કોલકાતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને એક વિશાળ મોરચાનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમના પર લાઠી ચલાવી ઘાયલ કર્યા અને જેલમાં મોકલી દીધા. નેતાજીએ તેમના જીવનકાળમાં 11 વખત જેલવાસ ભોગવ્યો હતો. ગાંધીજી સુભાષચંદ્ર બોઝને નેતાજી કહીને સંબોધતા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે વર્ષ 1937 માં તેમની સેક્રેટરી અને ઓસ્ટ્રિયન યુવતી એમિલી સાથે લગ્ન કર્યા હતા. તેઓને અનિતા નામે એક પુત્રી હતી. 1938 માં હરિપુરા અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રીય યોજના આયોગની રચના કરી 1939 માં ત્રિપુરા અધિવેશનમાં તેઓ ફરીવાર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા ૩ મે, 1939 ના દિવસે સુભાષબાબુએ ફૉરવર્ડ બ્લૉક નામની પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસો બાદ સુભાષબાબુને કોંગ્રેસમાંથી બરતરફ કરવામાં આવ્યા. એ પછી ફોરવર્ડ બ્લોક એક સ્વતંત્ર પાર્ટી બની ગઈ. બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાની તૈયારી હતી. સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોને છ મહિનામાં ભારત છોડી જવાનું અલ્ટીમેટમ આપી દીધું. સુભાષચંદ્ર બોઝના આ નિર્ણયનો વિરોધ ગાંધીજી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ કર્યો. જેથી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું. બીજા વિશ્વ યુદ્ધમાં અંગેજો દ્વારા ભારતીય સંસાધનોનો ઉપયોગ કરવાનો ઉગ્ર વિરોધ થયો અને તેના વિરોધમાં જનઆંદોલન શરૂ થયું. આ આંદોલનને લોકોનું ખૂબજ સમર્થન મળ્યું એટલે બ્રિટીશ સરકારે નેતાજીને કોલકાતામાં નજરકેદ કરી લીધા. પરંતુ તેમના ભત્રીજા શિશિરકુમાર બોઝની મદદથી તેઓ અફઘાનિસ્તાન અને રશિયા થઈ જર્મની પહોંચી ગયા. જર્મનીમાં સુભાષબાબુ હિટલરને મળ્યા. ત્યાંથી તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં અને દેશની આઝાદી માટે કામ કર્યું. 1943માં તેમણે જર્મની છોડી દીધું, ત્યાંથી તે જાપાન ગયા. જાપાનથી તેઓ સિંગાપુર ગયા. ત્યાં તેઓએ આઝાદ હિંદ ફોજની કમાન સંભાળી અને તેનું પુનઃ ગઠન કરી, 'ચલો દિલ્લી' અને 'તુમ મુજે ખૂ નદો મેં તુમ્હેં આઝાદી દૂંગા'ના નારા આપ્યા. તેમણે મહિલાઓ માટે ઝાંસીની રાણી રેજીમેન્ટની રચના કરી. જેના કેપ્ટન તરીકે લક્ષ્મી સહેગલ ની નિમણૂ ક કરવામાં આવી હતી. 2 ઓક્ટોબર, 1943 ના રોજ તેઓએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી. આ સંગઠનના ઝંડા ઉપર ગર્જના કરતા વાઘનું ચિત્ર પ્રતીક તરીકે હતું. નેતાજી આઝાદ હિંદ ફોજ સાથે 4 જુલાઈ, 1944 ના રોજ બર્મા પહોંચ્યા હતા. ત્યાંથી ઉત્તરપૂર્વનાં રાજ્યો પર અંગ્રેજ શાસન સામે મોરચો માંડ્યો. 18 ઓગસ્ટ, 1945 ના રોજ ટોકિયો જતી વખતે તાઇવાન પાસે કહેવાતી એક હવાઈ દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું પરંતુ તેમનું શરીર ન મળી શક્યું. જેના કારણે તેમના મોત વિશે આજ સુધી કોઈ સચોટ પુરાવા મળ્યા નથી. આવા સ્વાતંત્ર્ય સેનાની અને મહાન દેશભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની ભારત સરકારે 2022 માં જાહેરાત કરી છે.

    18th August

    Read more
    નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ
    18th August

    નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑડિસાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીદાસ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. નેતાજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કટકના રૅવેન્શૉ કૉલેજિએટ સ્કૂલમાં મેળવ્યું. તે પછીનું શિક્ષણ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યું. ત્યારબાદ ભારતીય વહીવટી સેવા (ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ)ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલ્યા. અંગ્રેજી શાસનકાળમાં ભારતીયો માટે સિવિલ સર્વિસમાં જવું ખૂબ જ કઠિન હતું પરંતુ સુભાષચંદ્ર બોઝે સિવિલ...

    Read more
    વિશ્વ ગુજરાતી ભાષા દિન
    વિશ્વ ગુજરાતી ભાષા દિન

    સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી ની આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરેલી છે. ગુજરાતી શબ્દ એ સંસ્કૃત શબ્દ 'ગૂર્જર' અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલ છે. 'ગુજરાત' શબ્દ પરથી વિશેષણ 'ગુજરાતી' પડ્યું. ગુજરાતમાં બોલાતી મુખ્ય ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર એવા શ્રી નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઑગસ્ટ, 1833 ના દિવસે સુરત માં થયો હતો. કવિ નર્મદે ગુજરાતી ભાષા માટે 'નર્મકોષ' નામનો પહેલો શબ્દકોષ રચ્યો હતો. તેઓએ ગુજરાતી ભાષાની અસ્મિતા માટે શ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે તેથી તેમના જન્મદિવસને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. પ્રાચીનકાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. આઠમી સદી થી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને ખડી બોલી, અવધિ, બંગાળી, ગુજરાતી, મરાઠી, તેલુગુ. કન્નડ ભાષા ઉદભવી. 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલાં વિવિધ ભાષા સ્વરૂપમાંથી ગુજરાતી ભાષાનાં મૂળ નંખાયાં તેમ કહી શકાય અન્ય ભાષાઓની સાથે આપણી ગુજરાતી ભાષા પણ આ જ સમયગાળામાં જન્મ પામી, વિકસી અને આજના સ્વરૂપને પામી છે. ગુર્જર ભાષાનો શબ્દ પ્રયોગ સૌ પ્રથમ આખ્યાનના પિતા ગણાતા ભાલણે કર્યો હતો. ગુજરાતી ભાષાને ગુજરાતી એવું નામ 17 મી સદીમાં પ્રેમાનંદના સમયમાં મળ્યું. ગુજરાતી સાહિત્યનો પ્રારંભ નરસિંહ મહેતા થી શરૂ કરી મીરાંબાઇ, ભાલણ વગેરેના યોગદાનથી થયો. તેમણે ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. પ્રેમાનંદ જેવા મહાકવિ તો ગુજરાતી ભાષાની "શું શાં પૈસા ચાર" જેવી કિંમતથી વ્યથિત થઈ "પાઘડી ન પહેરવા" ની પ્રતિજ્ઞા કરે એ ઘટના નાની સૂની નથી. કવિ દલપતરામ પણ ગરવી ગુજરાતી વાણીના વકીલ બનવાનું સ્વીકારી ચૂક્યા છે. આ બધા યુગોમાં ગુજરાતી ભાષાનાં મૂળ દૃઢ બન્યાં અને વિસ્તર્યાં પણ ખરાં. ગુજરાતમાં આવેલ વિદેશી પ્રજાઓના સંપર્કથી ગુજરાતી ભાષામાં ઘણા ફેરફારો થયા છે. વિદેશી પ્રજાથી ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ ખૂબ જ વિશાળ બન્યું છે. આજે આપણી ગુજરાતી ભાષામાં કેટલાય વિદેશી ભાષાના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ગુજરાતી ભાષા પર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અરબી -ફારસી, અંગ્રેજી, હિન્દી વગેરે ભાષાઓનો પ્રભાવ પડ્યો છે. આમ આપણી અર્વાચીન ગુજરાતી ભાષાનો વિકાસ થતાં ઘણાં વર્ષોનો સમય લાગ્યો છે. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં ગુજરાતી સાહિત્યકારોનો પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. આજે વિશ્વના અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલાતી જોવા મળે છે. વિશ્વમાં ગુજરાતી ભાષાને જાળવવા, વિકસાવવા માટે 24 ઑગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે. આજની નવી પેઢી ગુજરાતી ભાષા માણી શકે. તેના પ્રત્યે આદરભાવ કેળવી શકે તેમજ ગુજરાતી ભાષાના અમૂલ્ય વારસા પ્રત્યે જાગૃત બને તે માટે આજના દિવસે પ્રયત્નો કરવામાં આવે છે. ગુજરાત સરકારે 2023 માં દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1 થી 8માં ગુજરાતી વિષયનું ફરજિયાત શિક્ષણ આપવું તેવું વિધેયક પસાર કર્યું છે. જે ગુજરાતી ભાષાની જાળવણી અને વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ગણાવી શકાય. ચાલો આપણે સૌ પણ આપણી ગુજરાતી ભાષાને જાળવવા, વિકસાવવા માટે અનેક પ્રયત્નો કરીએ.

    24th August

    Read more
    વિશ્વ ગુજરાતી ભાષા દિન
    24th August
    સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી
    આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી ની આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરેલી છે. ગુજરાતી શબ્દ એ સંસ્કૃત શબ્દ 'ગૂર્જર' અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલ છે. 'ગુજરાત' શબ્દ પરથી વિશેષણ 'ગુજરાતી' પડ્યું. ગુજરાતમાં બોલાતી મુખ્ય ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર એવા શ્રી નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઑગસ્ટ, 1833 ના દિવસે સુરત...
    Read more
    રાષ્ટ્રીય ખેલ દિન
    રાષ્ટ્રીય ખેલ દિન

    દેશના તેજસ્વી હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ ની યાદમાં ભારત દેશમાં દર વર્ષે 29 ઑગસ્ટ ને ‘રાષ્ટ્રીય ખેલ દિન' તરીકે ઉજવવામાં આવે છે. ધ્યાનચંદનો જન્મ 29 ઑગસ્ટ, 1905 ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) ખાતે થયો હતો. તેમના પિતા આર્મીમાં સૂબેદાર હતા. ધ્યાનચંદને બાળપણથી કુસ્તીબાજ બનવું હતું પણ સોળ વર્ષની ઉંમરે તેઓ આર્મીમાં જોડાઇ ગયા. મેજર તિવારી ની સલાહથી તેઓ હોકી તરફ ખેંચાયા. તેમના કોચ પંકજ ગુપ્તા પાસેથી તેઓ હોકી રમતાં શીખ્યા હતા. ટૂંક સમયમાં જ 'બોલ ડ્રિબલિંગ' અને ‘ગોલ સ્કોરિંગ’ માં નિષ્ણાત બની ગયા અને ભારતીય હોકી ટીમના કેપ્ટન બન્યા. ધ્યાનચંદે તેમની કારકિર્દીમાં પ્રભાવક પ્રદર્શન કરતાં 400 થી પણ વધુ ગોલ નોંધાવી હોકીની રમતમાં સમગ્ર વિશ્વમાં નામના મેળવી. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં 1923, 1932, 1936 માં સળંગ ગોલ્ડન હેટ્રિક નોંધાવી હતી, તેનું શ્રેય ધ્યાનચંદની જાદુઈ રમતને આભારી હતું. તેમની બોલ કંટ્રોલ માસ્ટરીને લીધે તેમને "ધ વિઝાર્ડ" (જાદુગર) એવું ઉપનામ મળ્યું હતું. 1956 માં તેમની વિશિષ્ટ સિદ્ધિ બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ તેમના ફોટોગ્રાફવાળી ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. 'રાષ્ટ્રીય ખેલદિન' નું મહત્વ અનેરું છે. આ દિવસ માત્ર ઉજવણીનો નથી, પરંતુ દેશવ્યાપી રમતો અને રમતગમતની ભાવનાને વિકસાવવાનો છે. આ ઉજવણીનો હેતુ ખેલકૂદને ઉત્તેજન આપવા અને રમતગમત પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો છે. તેના દ્વારા યુવાપેઢીમાંથી શ્રેષ્ઠતા બહાર લાવીને વિવિધ પ્રતિભાશાળી ખેલાડીઓ મેળવી શકાય છે અને યુવાનોને રોજગારી પૂરી પાડી શકાય છે. વળી, રમતગમત શિક્ષણનો પણ મહત્વનો ભાગ છે, તેનાથી શારીરિક અને માનસિક એમ બંને પ્રકારે સ્વસ્થ રહી શકાય છે. ઉપરાંત તેના દ્વારા વ્યક્તિમાં ખેલદિલી, સહકાર, નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય છે.

    29th August

    Read more
    રાષ્ટ્રીય ખેલ દિન
    29th August
    દેશના તેજસ્વી હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ ની યાદમાં ભારત દેશમાં દર વર્ષે 29 ઑગસ્ટ ને ‘રાષ્ટ્રીય ખેલ દિન' તરીકે ઉજવવામાં આવે છે.
    ધ્યાનચંદનો જન્મ 29 ઑગસ્ટ, 1905 ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) ખાતે થયો હતો. તેમના પિતા આર્મીમાં સૂબેદાર હતા. ધ્યાનચંદને બાળપણથી કુસ્તીબાજ બનવું હતું પણ સોળ વર્ષની ઉંમરે તેઓ આર્મીમાં જોડાઇ ગયા. મેજર તિવારી ની સલાહથી તેઓ હોકી તરફ ખેંચાયા. તેમના કોચ પંકજ ગુપ્તા પાસેથી તેઓ હોકી રમતાં શીખ્યા હતા. ટૂંક સમયમાં...
    Read more
    શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી)
    શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી)

    ગુરુને દેવ જ નહિ, તેથીયે વિશેષ પિતા સમાન ગણવામાં આવે છે. દરેક વ્યક્તિના ઘડતરમાં ત્રણ વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. માતા, પિતા અને ગુરૂ. માનવીનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષકને આભારી છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. માતાપિતા જન્મ આપે છે, પણ આપણા ખરા જનક ગુરુ કે શિક્ષક છે. શિક્ષક આપણામાં માણસ તરીકેના સંસ્કારનું સિંચન કરે છે. માટીના પીંડમાંથી જેમ કુશળ શિલ્પી સુંદર મૂર્તિ ઘડે છે, તેમ શિક્ષક સામાન્ય બાળકમાંથી મહાન નેતા, રાજા, સેનાપતિ, કવિ, સાક્ષર, કલાકાર, વૈજ્ઞાનિક, રમતવીર, વૈદ્ય, સમાજસેવક વગેરેનું નિર્માણ કરે છે. "કેળવણી વિનાના માણસ અને પશુમાં કશો ફેર નથી", એમ રાજા ભર્તૃહરિ એ કહ્યું છે. પોતાનો વિદ્યાર્થી સારું શીખે, સાચું શીખે અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. તેથી શિક્ષક ગૌરવ અનુભવે છે. આ માટે તે અથાક પરિશ્રમ કરે છે. "Good teachers think before they act, Think while they act, Think after they act." (સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતાં પહેલાં વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે.) 5 સપ્ટેમ્બર, 1888 ના રોજ તમિલનાડુમાં આવેલ તિરૂત્તાની નામના ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ થયો હતો. તેલુગુ તેમની માતૃભાષા હતી. તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિમાં તેઓનું બાળપણ વિત્યું હતું. દક્ષિણ ભારતની એક પરંપરા મુજબ તેમના નામની આગળ લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં તો તેમના ગામનું નામ છે. તેમના પૂર્વજો વર્ષો પહેલાં આ ગામમાં રહેતા હતા. આપણે ગુરુ મહિમા માટે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવીએ છીએ. આ દિવસ ભારતના એક શિક્ષક સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મતિથિ છે. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952-1962) અને દ્વિતીય રાષ્ટ્રપતિ (1962-1967) હતા. તેઓનો જન્મદિવસ 1962 થી ભારતભરમાં 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિ પર તેમને અપાર પ્રેમ હતો. પોતાનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય એવી ઉદ્દાત ભાવના દાખવીને તેમણે ભારતભરના શિક્ષક સમુદાયને સામાજિક મોભો અને પ્રતિષ્ઠા આપી છે. રાષ્ટ્રપતિ થયા એટલે દેશની પ્રજાએ 5 સપ્ટેમ્બરે આવતી તેમની વર્ષગાંઠ ઉજવવા વિચાર્યું. રાધાકૃષ્ણનને એ ગમ્યું નહિ. પરંતું, લોકોનો પ્રેમ જોઈ તેમણે હા પાડી. પણ એક શરત મૂકી, "જુઓ ભાઈઓ, હું શિક્ષક રહ્યો. મારી વર્ષગાંઠ એટલે શિક્ષકની વર્ષગાંઠ, તમે એને શિક્ષક દિન તરીકે ઊજવો તો?" અને આમ શિક્ષક દિનનો ઉદ્ભવ થયો. તેમના જ્ઞાન અને બૌદ્ધિક પ્રતિભા સામે ગમે તેવા મહાનુભાવ નતમસ્તક થઈ જતા હતા. વિદ્યાર્થીકાળમાં જ તેમની આ પ્રતિભાનાં દર્શન થવા લાગ્યાં હતાં. તે દરમિયાન ભારતીય તત્વજ્ઞાન અંગેના તેમના લેખથી તેમના અધ્યાપકો પણ અચંબો પામ્યા હતા. તેનાથી પ્રેરાઈને કોઈએ તેમને ઓકસફોર્ડમાં ડૉક્ટરેટ કરવા કહ્યું, તેમણે જવાબ આપ્યો, 'હા, હું ઓકસફોર્ડમાં જઈશ પણ ભણવા નહીં ભણાવવા માટે.' ઇંગ્લેન્ડના લોર્ડઝ મેદાનમાં એસ ટ્રોફી માટે રમાતી ક્રિકેટ મેચ સમયે સ્ટેડિયમ ભરચક રહે, પરંતુ એ દરમિયાન લંડનના જ એક હોલમાં રાધાકૃષ્ણનનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું. તેથી સમગ્ર લંડનવાસીઓની ભીડ ત્યાં ઉભરાઈ અને પહેલીવાર ક્રિકેટના ખેલાડીઓએ જૂજ પ્રેક્ષકો સામે મેચ રમવી પડી. તેમણે ભારતમાં જ નહિ, વિલાયતમાં ઑકસફોર્ડ અને કેમ્બ્રિજ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓ એમ.એ.ની પરીક્ષા પાસ કરી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તત્વજ્ઞાન તેમજ ભારતીય દર્શનોનો ગહન અભ્યાસ કર્યો, એક સારા વ્યાખ્યાનકાર તરીકે પણ તેઓ પ્રખ્યાત થયા. ઈંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં વ્યાખ્યાનો માટે તેમને નિમંત્રણો મળતાં. તેમના પ્રવચનો ઊંડા મંથનથી અને ઉમદા વિચારોથી સભર રહેતાં. તેમણે 'ઇન્ડિયન ફિલોસોફી', 'પ્રિન્સિપલ ઉપનિષદ્', 'ઇષ્ટ એન્ડ વેસ્ટ રીલીજીયન', 'હિંદુ વ્યૂ ઓફ લાઈફ' જેવા અસંખ્ય ગ્રંથો લખ્યા. તેમણે રશિયા ખાતે ભારતના એલચી તરીકે પણ ફરજ બજાવી હતી. તેમણે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે અને છેલ્લે રાષ્ટ્રપતિના સર્વોચ્ચપદે પોતાની મૂલ્યવાન સેવાઓ આપી હતી. 'ભારતરત્ન' નો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું. ચાલીસ હજાર પાઉન્ડનું 'ટેમ્પલટન પારિતોષિક' મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિજેતા હતા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હોવાથી 'ભારતના પ્લેટો' કહેવાતા. આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી 15થી વધુ ભાષાઓ લખી-વાંચી અને સમજી શકતા હતા. વિદેશમાં પણ તેમણે ધોતિયું, પાઘડી અને લાંબો કોટ પહેરીને પ્રભાવશાળી ભાષણો આપ્યાં. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું અવસાન 17 એપ્રિલ, 1975 ના રોજ 86 વર્ષની ઉંમરે મદ્રાસ, તામિલનાડુ ખાતે થયું હતું. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વેળાએ તેમણે ઉચ્ચારેલા શબ્દો હતા. "Our Slogan should not be Power at any Price: but Service at any Cost." અર્થાત કોઈપણ ભોગે સેવા, નહિ કે કોઈપણ કિંમતે સત્તા. આ સંદેશ ભારતના વર્તમાન લોકોને ઘણું કહી જાય છે. આવા મહાન આચાર્યને 'આચાર્ય દેવો ભવ' કહીને નમ્ર અંજલી અર્પીએ. 1994 માં યુનેસ્કોએ વિશ્વભરના શિક્ષકોના સન્માનમાં 5 ઓક્ટોબરના રોજ શિક્ષક દિવસ (Teacher's Day) ઉજવવાની જાહેરાત કરી. પરંતુ કેટલાક દેશો એવા છે, જે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવે છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મની, બાંગ્લાદેશ, શ્રીલંકા, યુકે, પાકિસ્તાન, ઈરાન વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાયના 11 દેશો પણ 28 ફેબ્રુઆરીએ શિક્ષક દિવસ ઉજવે છે. "શિક્ષક તો મીણબત્તી જેવો હોય છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે”- સુફિન આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ-શિષ્યો અમર થઈ ગયા છે. ઈતિહાસના પાને તેમનાં નામ સુવર્ણ અક્ષરે લખાયેલાં છે. આ મહાન ગુરુ-શિષ્યો છે - ગુરુ સાંદીપનિ અને ભગવાન શ્રીકૃષ્ણ, ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુન, અતિ વિદ્વાન ગુરુ ચાણક્ય અને ચંદ્રગુપ્ત. આ ગુરુઓએ જ તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો. વિદ્યાર્થી તરીકે આ દિવસે તમારે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને તમારા શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ. આ દિવસની ઉજવણી એટલે શિક્ષકના ઉમદા કાર્યને યાદ કરવાનો પ્રસંગ આપણે તેમનું સન્માન કરી ઋણ ચૂકવવા પ્રયત્ન કરીએ છીએ. નોંધપાત્ર કાર્ય માટે શિક્ષકોને સરકાર દ્વારા પારિતાષિક અપાય છે. શિક્ષકનિધિમાં નાનામોટા ફાળા ઊઘરાવાય છે. એ રીતે જનસમાજના બધા વર્ગો શિક્ષકના મહત્વથી સભાન થાય છે. નિવૃત્ત શિક્ષકોને સહાય કરવામાં આવે છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને એક દિવસીય શિક્ષક બનાવી શાળા સોંપવામાં આવે છે. જેથી બાળકો પણ શિક્ષકનું કાર્ય સમજે અને સમાજમાં ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ થાય.

    05th September

    Read more
    શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી)
    05th September
    ગુરુને દેવ જ નહિ, તેથીયે વિશેષ પિતા સમાન ગણવામાં આવે છે. દરેક વ્યક્તિના ઘડતરમાં ત્રણ વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. માતા, પિતા અને ગુરૂ. માનવીનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષકને આભારી છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. માતાપિતા જન્મ આપે છે, પણ આપણા ખરા જનક ગુરુ કે શિક્ષક છે. શિક્ષક આપણામાં માણસ તરીકેના સંસ્કારનું સિંચન કરે છે. માટીના પીંડમાંથી જેમ કુશળ શિલ્પી સુંદર મૂર્તિ ઘડે છે, તેમ શિક્ષક સામાન્ય બાળકમાંથી મહાન નેતા, રાજા, સેનાપતિ, કવિ, સાક્ષર, કલાકાર, વૈજ્ઞાનિક, રમતવીર, વૈદ્ય, સમાજસેવક વગેરેનું નિર્માણ કરે છે.
    Read more
    વિશ્વ સાક્ષરતા દિન
    વિશ્વ સાક્ષરતા દિન

    પ્રતિ વર્ષ 8 સપ્ટેમ્બર ને 'વિશ્વ સાક્ષરતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની જાહેરાત યુનેસ્કો દ્વારા 16 નવેમ્બર, 1965 ના દિવસે કરવામાં આવી હતી. તે અન્વયે આ દિવસની ઉજવણી 1966 થી કરવામાં આવે છે. સતત વિકસતા વિશ્વમાં સાક્ષરતાનું મહત્વ બહુ પહેલાંથી સ્વીકારવામાં આવ્યું છે. સાક્ષરતા વિના જીવનની ગુણવત્તા સંભવ નથી. માનવ વિકાસ સાથે તેના અધિકારો તેમજ સમાજ પ્રત્યેના તેના કર્તવ્યની અનુભૂતિ માટે સાક્ષર થવું નિતાન્ત આવશ્યક છે. સદર બાબત ધ્યાનમાં રાખી વિશ્વ કક્ષાએ તમામ દેશની સરકારો અને સામાન્ય જનસમૂહમાં જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અહીં સાક્ષરતાનો અર્થ માત્ર લખતાં વાંચતાં શીખવું એટલો મર્યાદિત માનવાનો નથી. અહીં દરેક સાક્ષર વ્યક્તિ જીવસૃષ્ટિના અધિકારો પ્રત્યે જાગૃત રહે અને સમાજના વિકાસનો આધાર બને તે જરૂરી હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. ભારત જેવા રાષ્ટ્ર માટે સંપૂર્ણ સાક્ષરતા હજુ હાંસલ કરી શકાઈ નથી. સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં વિકાસના ધીમા દરનું કારણ પણ સાક્ષરતાનો અભાવ હતો. ઉપરાંત તે પછી સાક્ષરતા દરનો વધારો પણ ધીમો રહ્યો હતો. લોકશાહી પદ્ધતિમાં જ્યાં લોકો સર્વોપરી હોય ત્યાં તેની સફળતા માટે સાક્ષરતા અનિવાર્ય બની જાય છે. આપણા શાસ્ત્રો તેમજ સાહિત્યકારો પણ વ્યક્તિને શિક્ષિત કરવા ઉપર ભાર મૂકે છે. એક સુભાષિત છે કે, "અંધ અને અજ્ઞ તેમાં ઓછો શાપિત આંધળો. એકાંગે પાંગળો અંધ અજ્ઞ સર્વાંગે પાંગળો." 'વિદ્યાદાન' શબ્દ પણ સાક્ષરતાના પ્રચાર પ્રસારને દિવ્યતા આપે છે. કોઈ વ્યક્તિને માત્ર લખતાં વાંચતાં શીખવવામાં આવે તો પણ તેના જીવનમાં અત્યંત સહાયતા પ્રાપ્ત થાય છે. હાલના સમયમાં વિવિધ ઉપકરણોથી માનવજીવન સમૃદ્ધ બન્યું છે. મોબાઈલ, કમ્પ્યૂટર, ઓનલાઇન ખરીદ-વેચાણ જેવાં ક્ષેત્રો વિસ્તરતાં જાય છે. તેનો સાર્થક ઉપયોગ કરવા માટે વીજાણું સાક્ષરતા (Digital Literacy) ની પણ આવશ્યકતા ઉભી થઈ છે. આ ક્ષેત્રોમાં પણ દરેક વ્યક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરે તે જરૂરી છે. અલબત્ત આ વિષયમાં પણ સૌ પ્રથમ સાક્ષર થવું એ પાયાની શરત રહેલી છે. સાક્ષરતા દિનના દિવસે સમગ્ર ગામ, નગર, મહોલ્લાને સાક્ષર બનાવવાનો સંકલ્પ કરી તે દિશામાં કાર્યરત થવાય તે એની ઉત્તમ ફળશ્રુતિ બની રહેશે.

    08th September

    Read more
    વિશ્વ સાક્ષરતા દિન
    08th September
    પ્રતિ વર્ષ 8 સપ્ટેમ્બર ને 'વિશ્વ સાક્ષરતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની જાહેરાત યુનેસ્કો દ્વારા 16 નવેમ્બર, 1965 ના દિવસે કરવામાં આવી હતી. તે અન્વયે આ દિવસની ઉજવણી 1966 થી કરવામાં આવે છે.
    સતત વિકસતા વિશ્વમાં સાક્ષરતાનું મહત્વ બહુ પહેલાંથી સ્વીકારવામાં આવ્યું છે. સાક્ષરતા વિના જીવનની ગુણવત્તા સંભવ નથી. માનવ વિકાસ સાથે તેના અધિકારો તેમજ સમાજ પ્રત્યેના તેના કર્તવ્યની અનુભૂતિ માટે સાક્ષર થવું નિતાન્ત આવશ્યક છે. સદર બાબત ધ્યાનમાં રાખી વિશ્વ કક્ષાએ તમામ દેશની સરકારો અને સામાન્ય જનસમૂહમાં જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામાં...
    Read more
    ભૂમિદાન દિન (વિનોબા ભાવે જન્મજયંતી)
    ભૂમિદાન દિન (વિનોબા ભાવે જન્મજયંતી)

    સંત વિનોબા ભાવે એટલે માનવતાવાદી વિચારક, વિનોબા ભાવે એટલે યુગ પ્રવર્તક. વિનોબા ભાવે નો જન્મ 11 સપ્ટેમ્બર, 1895 માં થયો હતો. એમનું મૂળ વતન ગંગોદ (મહારાષ્ટ્ર) હતું. તેમનું બાળપણનું નામ વિનાયક ભાવે હતું. 12 વર્ષના થયા ત્યાં સુધી તેઓ ગંગોદ અને વાઈમાં રહ્યા. આ જંગલ વિસ્તાર છત્રપતિ શિવાજી ની કર્મભૂમિ હતી. શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ના જીવનપ્રસંગોમાંથી તેમણે પ્રેરણા લઈ લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી અને આજીવન આ પ્રતિજ્ઞા પાળી. વિનોબા અને તેમના મિત્રો પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવીને વાંચતા. આમ સ્વાધ્યાય કરવાની આદત હોવાથી એમના પર સ્વદેશી ભાષા અને સંસ્કૃતિની ખૂબ અસર થઈ. વિનોબા ભાવે લગભગ પંદર જેટલી ભાષાઓ માતૃભાષાની જેમ જ બોલી શકતા. ગાંધીજીના ભાષણોની દેશના દરેક ખૂણે મોટી અસર થઈ. કાશીની સભામાં વિનોબા પણ હાજર હતા. એમના પર પણ ગાંધીજીના ભાષણની ખૂબ અસર થઈ. આ પ્રસંગ બાદ વિનોબાએ ગાંધીજીને અમદાવાદ ખાતે કોચરબ આશ્રમના સરનામે પત્ર લખ્યો ગાંધીજીએ એમને રૂબરૂ મળવા બોલાવતાં વિનોબા અમદાવાદ આવી ગાંધીજીને મળ્યા. નીતિ નિયમોનું પાલન એમણે શરૂ કર્યું. આમ વિનોબા એટલે સાક્ષાત્ ગાંધી વિચારસરણીનું પાલન કરનાર વ્રતધારી. વર્ધામાં સત્યાગ્રહ આશ્રમ ખોલવાની વાત નક્કી થઈ. ગાંધીજી ગુજરાત છોડવા માંગતા ન હતા. આખરે બે-ત્રણ સાથીઓ સાથે વિનોબાને વર્ધા આશ્રમમાં મોકલવામાં આવ્યા. વર્ધાનું કામ વિનોબાએ સંભાળી લીધું. નકુલના ઝંડા સત્યાગ્રહમાં વિનોબાજી જોડાયા અને જેલમાં પણ ગયા. જેલવાસ દરમિયાન તેમની મુલાકાત જુદા જુદા નેતાઓ સાથે થઈ. 1930 માં ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે વિનોબાજીએ આશ્રમમાં રહીને રેંટિયાનું રચનાત્મક કાર્ય સંભાળ્યું. 1939 માં સરકારે દેશને બીજા વિશ્વયુદ્ધ માં ધકેલ્યો એની સામે વિરોધ જાગ્યો. આ સંદર્ભમાં એમણે પવનારમાં ભાષણ કર્યું તેના માટે તેમને ત્રણ મહિનાની જેલની સજા થઈ. દક્ષિણમાં 'પાંચમ પલ્લી' નામનું એક ગામ આવેલું હતું. તેની વસતી 3000ની હતી. આમાંથી કેટલાક પાસે તો પોતાની જમીન પણ ન હતી. વિનોબા ત્યાં આવ્યા વિનોબાએ ગામના લોકોને ભેગા કરી વાત મૂકી અને ગામના એક વ્યક્તિએ 100 એકર જમીન લોકોને ભેટ આપી. એ રાતે વિનોબાએ સંકલ્પ કર્યો કે ગામડે ગામડે ફરીને 'ભૂમિદાન' માંગવું જોઈએ. એમણે એ વિચાર અમલમાં મૂક્યો અને વિનોબાજીનું જીવન 'ભૂદાન યજ્ઞ' સાથે જોડાઈ ગયું. ગામડે ગામડે યાત્રા ચાલી ભૂમિદાનની વાત શરૂ થઈ પછી તો એમણે શ્રમદાન, બુદ્ધિદાન, જીવનદાન અને ગ્રામદાનની વાત પણ શરૂ કરી. જેની પાસે જે કંઈ હોય તે લોકસેવાના કામમાં લગાવી સમર્પિત કરવું એ જ જીવનદાન છે એવું તેમણે લોકોને સમજાવ્યું. તેઓ સાચા કર્મયોગી હતા. એમનાં કાર્યોની સુવાસ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગઈ. 25 સપ્ટેમ્બર, 1976 ના રોજ વિનોબાએ જાહેર કર્યું કે હવેથી તેઓ કોઈ સંસ્થા સાથે જોડાયેલા રહેશે નહીં. 1980 માં પવનાર આશ્રમમાં વિશ્વ મહિલા પરિષદ યોજાઈ. એ વખતે એમણે નારી સ્વતંત્રતા વિશે પ્રવચનો આપ્યાં. જે પ્રવચનો 'સ્ત્રી શક્તિ' નામના પુસ્તકમાં સંગ્રહિત થયાં છે. ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા અને કાયદો ઘડવા એમણે સરકાર સમક્ષ માંગણી કરી હતી. આ પરથી તેમની ગૌરક્ષક તરીકેની પ્રતિભાનાં દર્શન થાય છે. 1982 ની સાલમાં વિનોબાજીને 87 વર્ષ પૂરાં થયાં. આખરે 15 નવેમ્બર, 1982 ના દિવસે સવારે એમણે દેહ છોડયો. 1958 માં વિનોબાજીને મેગ્સેસે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. એમની અહિંસા અને ખાદીની વાતોથી અનેક વિદેશી બુદ્ધિજીવી આકર્ષાયા હતા. એમના મૃત્યુ બાદ 1983 માં ભારત સરકારે 'ભારતરત્ન' એનાયત કરી એમનું બહુમાન કર્યું.

    11th September

    Read more
    ભૂમિદાન દિન (વિનોબા ભાવે જન્મજયંતી)
    11th September
    સંત વિનોબા ભાવે એટલે માનવતાવાદી વિચારક, વિનોબા ભાવે એટલે યુગ પ્રવર્તક.
    વિનોબા ભાવે નો જન્મ 11 સપ્ટેમ્બર, 1895 માં થયો હતો. એમનું મૂળ વતન ગંગોદ (મહારાષ્ટ્ર) હતું. તેમનું બાળપણનું નામ વિનાયક ભાવે હતું. 12 વર્ષના થયા ત્યાં સુધી તેઓ ગંગોદ અને વાઈમાં રહ્યા. આ જંગલ વિસ્તાર છત્રપતિ શિવાજી ની કર્મભૂમિ હતી. શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ના જીવનપ્રસંગોમાંથી તેમણે પ્રેરણા લઈ લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી અને આજીવન આ પ્રતિજ્ઞા પાળી.
    વિનોબા અને તેમના મિત્રો પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવીને વાંચતા. આમ સ્વાધ્યાય...
    Read more
    રાષ્ટ્રીય હિન્દી દિવસ
    રાષ્ટ્રીય હિન્દી દિવસ

    "હિન્દી જનતાની ભાષા છે, હિન્દી ભારતની આશા છે." આપણા દેશના મોટાભાગના ભાગોમાં બોલાતી પહેલી ભાષા હિન્દી છે. અંગ્રેજી અને ચાઇનીઝ પછી, હિન્દી દુનિયામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. વૈશ્વિકરણના આ યુગમાં, હિન્દીએ પોતાના મૂળિયા સરહદો પાર ફેલાવ્યા છે. આજકાલ, વિશ્વના વિકસિત દેશોમાં હિન્દી શીખવવામાં આવે છે. હિન્દીએ આપણને સમગ્ર વિશ્વમાં એક નવી ઓળખ આપી છે. હિન્દી આપણા આત્મસન્માન અને ગૌરવની ભાષા છે. હિન્દી ભારતીય સંસ્કૃતિનો આત્મા છે અને રાષ્ટ્રની અભિવ્યક્તિનો સૌથી સરળ સ્ત્રોત છે. ૧૯૧૮ માં, ગાંધીજીએ હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દીને ભારતના જનતાની ભાષા ગણાવીને તેને રાષ્ટ્રભાષા બનાવવાની વાત કરી હતી. તે સમયે પણ, સ્વતંત્ર ભારતમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે ઘણા મતભેદો અને વાંધાઓ હતા. રાજેન્દ્ર સિંહે કાકા કાલેલકર, હજારીપ્રસાદ દ્વિવેદી, શેઠ ગોવિંદ દાસ, મૈથિલીશરણ ગુપ્તા વગેરે જેવા સાહિત્યકારોને સાથે લઈને અથાક પ્રયાસો કર્યા. ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ ના રોજ, બંધારણ સભાએ નિર્ણય લીધો કે સંઘની સત્તાવાર ભાષા હિન્દી હશે અને લિપિ દેવનાગરી હશે. હિન્દીના પ્રચાર સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી હતી અને તેના વિકાસ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ૧૪ સપ્ટેમ્બરે પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર વ્યવહાર રાજેન્દ્ર સિંહનો ૫૦મો જન્મદિવસ પણ હતો. પછીથી, પ્રચાર કાર્યને ઝડપી બનાવવા માટે, રાષ્ટ્રીય ભાષા પ્રસાર સમિતિ, વર્ધા ની વિનંતી પર, 1953 થી સમગ્ર ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બર ને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. તેથી ૧૪ સપ્ટેમ્બર થી શરૂ થતા એક અઠવાડિયા માટે સમગ્ર દેશમાં હિન્દી સપ્તાહ ઉજવવામાં આવે છે. આખા અઠવાડિયા દરમિયાન, લોકોમાં હિન્દી પ્રત્યે આદર દર્શાવવા અને તેમને તેમની ફરજો પ્રત્યે જાગૃત કરવા માટે વિવિધ સ્થળોએ ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે. તમામ સરકારી કચેરીઓને પણ હિન્દીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. દેશના તમામ નાગરિકોને હિન્દી પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે, હિન્દી દિવસ પર, જેઓ હિન્દીનો સારી રીતે ઉપયોગ કરે છે તેમને રાષ્ટ્રીય ભાષા ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે અને હિન્દી માટે કરવામાં આવેલા શ્રેષ્ઠ કાર્ય માટે, સમિતિઓ, વિભાગો, બોર્ડ વગેરેને રાષ્ટ્રીય ભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવે છે. ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે, આ ક્ષેત્રોમાં પણ માનનીય રકમના ઇનામો આપવામાં આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીનો પ્રભાવ વધતો ગયો. વિશ્વ હિન્દી પરિષદો શરૂ થયા. પ્રથમ વિશ્વ પરિષદ 10 જાન્યુઆરી 1975 ના રોજ નાગપુર માં યોજાઈ હતી. તેની યાદમાં, 2006 થી દર વર્ષે 10 જાન્યુઆરી એ વિશ્વ હિન્દી દિવસની શરૂઆત કરવામાં આવે છે.

    14th September

    Read more
    રાષ્ટ્રીય હિન્દી દિવસ
    14th September
    "હિન્દી જનતાની ભાષા છે, હિન્દી ભારતની આશા છે."
    આપણા દેશના મોટાભાગના ભાગોમાં બોલાતી પહેલી ભાષા હિન્દી છે. અંગ્રેજી અને ચાઇનીઝ પછી, હિન્દી દુનિયામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. વૈશ્વિકરણના આ યુગમાં, હિન્દીએ પોતાના મૂળિયા સરહદો પાર ફેલાવ્યા છે. આજકાલ, વિશ્વના વિકસિત દેશોમાં હિન્દી શીખવવામાં આવે છે. હિન્દીએ આપણને સમગ્ર વિશ્વમાં એક નવી ઓળખ આપી છે. હિન્દી આપણા આત્મસન્માન અને ગૌરવની ભાષા છે. હિન્દી ભારતીય સંસ્કૃતિનો આત્મા છે અને રાષ્ટ્રની અભિવ્યક્તિનો સૌથી સરળ સ્ત્રોત છે.
    ૧૯૧૮ માં, ગાંધીજીએ હિન્દી...
    Read more
    વિશ્વ ઓઝોન દિન
    વિશ્વ ઓઝોન દિન

    16 સપ્ટેમ્બર, 1987 ના રોજ વિશ્વના 28 જેટલા દેશોએ ઓઝોન સ્તરની જાળવણી માટેના 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ' પર હસ્તાક્ષર કરીને પોતાની સહમતી દર્શાવી હતી. જેના કારણે પર્યાવરણીય ઈતિહાસમાં નવો વળાંક આવ્યો. એ દિવસની યાદગીરી સ્વરૂપે 1994 માં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય મહાસભામાં 16 સપ્ટેમ્બર ને 'વિશ્વ ઓઝોન દિન' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આમ, ઓઝોન સ્તરની જાળવણીના મહત્વને સમજતા વિશ્વના વિવિધ દેશોએ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનારાં ઘટકોનો ઉપયોગ બંધ કરવો અને તેના સ્થાને નુકસાનકારક ન હોય તેવા પદાર્થોનો ઉપયોગ વધારવો તેવું નક્કી કર્યું. આપણી પૃથ્વીની ફરતે આવેલા વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોન એ અન્ય વાયુઓની જેમ પૃથ્વીની ફરતે આવેલો કુદરતી વાયુ છે, જે ઓક્સિજનના 3 પરમાણુ જોડાઈને બને છે. જેવી રીતે અસહ્ય તાપ અને વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વીની સમગ્ર જીવસૃષ્ટિને બચાવવા માટે ઓઝોન વાયુનું સ્તર છત્રી જેવું કાર્ય કરે છે. તે સૂર્યમાંથી નીકળતાં 90% પારજાંબલી કિરણોનું શોષણ કરી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સમગ્ર જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે વિવિધ માનવીય પ્રવૃત્તિઓ જેવી કે વાહનો અને ઉદ્યોગોનો ધુમાડો, રેફ્રિજરેટર અને ACના બેફામ ઉપયોગના કારણે પૃથ્વી પર પ્રદૂષણ વધી રહ્યું છે. દક્ષિણ ધ્રુવ તેમજ ઉત્તર ધ્રુવના વિસ્તારમાં ઓઝોન સ્તરરૂપી રક્ષાકવચ તૂટી રહ્યું છે. પ્રદૂષણને લીધે નીકળતા હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓ - જેવા કે કાર્બનડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઈડ ઉપરાંત રેફ્રિજરેટર તથા ACમાંથી ઉત્પન્ન થતા ક્લોરોફ્લોરો કાર્બન (CFC) જેવાં રસાયણો ઓઝોન સ્તર માટે નુકસાનકારક છે. જેના કારણે ઓઝોન સ્તર તૂટી રહ્યું છે, તેમાં ગાબડાં પડી રહ્યાં છે. પરિણામે સૂર્યનાં પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે. આ કિરણોના કારણે મનુષ્યને ચામડીનું કેન્સર, મોતિયો જેવા રોગો થાય છે, વનસ્પતિને નુકસાન થાય છે તથા દરિયાઈ જીવસૃષ્ટિ પણ જોખમમાં મૂકાય છે. કહેવાય છે કે પ્રકૃતિની વ્યવસ્થામાં મનુષ્યોએ ક્યારેય દખલગીરી ન કરવી જોઈએ. પ્રકૃતિએ મનુષ્યની તથા અન્ય જીવોની સુરક્ષા માટે જ પૃથ્વીની આસપાસ આ ઓઝોન વાયુનું સ્તર મૂક્યું છે. પરંતુ મનુષ્યની પ્રવૃત્તિઓના કારણે આ રક્ષાસ્તર તૂટી રહ્યું છે. આજના દિવસે આપણે એ સમજવું રહ્યું કે આપણે પ્રકૃતિમાંથી મળેલી આ અમૂલ્ય ભેટનું રક્ષણ કરવું જ રહ્યું. આપણે જેટલું પૃથ્વીના આ રક્ષા સ્તરને સાચવીશું તેટલું જ આપણી ભાવિ પેઢીને ફાયદાકારક રહેશે.

    16th September

    Read more
    વિશ્વ ઓઝોન દિન
    16th September
    16 સપ્ટેમ્બર, 1987 ના રોજ વિશ્વના 28 જેટલા દેશોએ ઓઝોન સ્તરની જાળવણી માટેના 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ' પર હસ્તાક્ષર કરીને પોતાની સહમતી દર્શાવી હતી. જેના કારણે પર્યાવરણીય ઈતિહાસમાં નવો વળાંક આવ્યો. એ દિવસની યાદગીરી સ્વરૂપે 1994 માં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય મહાસભામાં 16 સપ્ટેમ્બર ને 'વિશ્વ ઓઝોન દિન' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આમ, ઓઝોન સ્તરની જાળવણીના મહત્વને સમજતા વિશ્વના વિવિધ દેશોએ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનારાં ઘટકોનો ઉપયોગ બંધ કરવો અને તેના સ્થાને નુકસાનકારક ન હોય તેવા પદાર્થોનો ઉપયોગ વધારવો તેવું નક્કી કર્યું.
    આપણી પૃથ્વીની...
    Read more
    આંતરરાષ્ટ્રીય શાંતિ દિન
    આંતરરાષ્ટ્રીય શાંતિ દિન

    સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદ્દભાવનાનો સંદેશો ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે દર વર્ષે 21 સપ્ટેમ્બર ના રોજ 'આંતરરાષ્ટ્રીય શાંતિ દિન' ઉજવવામાં આવે છે. આજે વિશ્વમાં અનેક દેશો વચ્ચે યુદ્ધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. યુદ્ધના કારણે અનેક દેશોએ જાનમાલની તેમજ અનેક રીતે ખુવારી ભોગવવી પડે છે. તેનાથી સમગ્ર વિશ્વની વસતીને વિવિધ યાતનાઓમાંથી પસાર થવું પડે છે. વિશ્વને યુદ્ધથી થતી દુર્દશામાંથી બચાવવા માટે તેમજ સમગ્ર વિશ્વ શાંતિ માટે પ્રતિબદ્ધ થાય અને શાંતિની સંસ્કૃતિનું નિર્માણ થાય તે હેતુથી સમગ્ર વિશ્વમાં 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને 'વૈશ્વિક યુદ્ધ વિરામ દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી પરના દરેક મનુષ્યોએ અને દેશોએ એકબીજાની સંસ્કૃતિ, ભાષા, ધર્મ વગેરેનો આદર કરીને બધાને અપનાવીને શાંતિનું સામ્રાજ્ય સ્થપાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આજે વિશ્વના દરેક વ્યક્તિએ 'વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવના કેળવવી જોઈએ. વિશ્વમાં આ માટે અનેક પ્રયત્નો થયા છે. સૌ પ્રથમ વર્ષ 1981 માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ દિન તરીકે ઉજવવાનું જાહેર કરાયું અને વર્ષ 1982 થી દર સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આંતરરાષ્ટ્રીય શાંતિ દિન તરીકે ઉજવવામાં આવતો હતો. વર્ષ 2002 માં પસાર થયેલા આંતરરાષ્ટ્રીય કાયદા બાદ દર 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિનની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ દિને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય, ન્યૂયોર્કમાં આવેલ 'યુએન પીસ બેલ' વગાડવામાં આવે છે. આ બેલની ઉપર લખ્યું છે કે "વિશ્વમાં શાંતિ અમર રહો." આ બેલ દુનિયાના જુદાં જુદાં બાળકો દ્વારા દાનમાં આપવામાં આવેલા સિક્કાઓમાંથી બનાવવામાં આવ્યો છે. આ બેલ જાપાનના યુનાઇટેડ નેશનલ એસોસિએશ ને ભેટમાં આપ્યો છે. આ દિવસે સફેદ કબૂતર ઉડાડીને વિશ્વમાં શાંતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં અનેક દેશોની સરકાર તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા લોકો શાંતિનું મહત્વ સમજે તેમજ વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા પંચશીલના સિદ્ધાંતો દ્વારા વિશ્વ શાંતિની હિમાયત કરવામાં આવી હતી. નોબલ પારિતોષિક સમિતિ દ્વારા સાહિત્ય, વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાનની સાથે સાથે શાંતિ એમ કુલ છ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ વિશેષને દર વર્ષે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આમ વિશ્વમાં શાંતિ માટે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ વિશેષને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર આપવામાં આવે છે. 2014 માં ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની મલાલા યુસુફઝઈ ને નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મલાલા સૌથી યુવાવયે આ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ બની છે. 2015 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નવા વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ (SDGs)ની જાહેરાત કરવામાં આવી. તેમાં પણ વિશ્વ શાંતિ અને સલામતીની વાત કરવામાં આવી છે. શાંતિ વિના ટકાઉ વિકાસ સાકાર થઈ શકતો નથી. આ બાબત ધ્યાનમાં રાખીને વિવિધ એજન્ડા તૈયાર કરવામાં આવ્યા છે. આમ વિશ્વસ્તરે શાંતિ માટે અનેક પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે આપણે પણ વિશ્વ શાંતિ માટેના યજ્ઞના ઋત્વિજ બનીએ.

    21st September

    Read more
    આંતરરાષ્ટ્રીય શાંતિ દિન
    21st September
    સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદ્દભાવનાનો સંદેશો ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે દર વર્ષે 21 સપ્ટેમ્બર ના રોજ 'આંતરરાષ્ટ્રીય શાંતિ દિન' ઉજવવામાં આવે છે. આજે વિશ્વમાં અનેક દેશો વચ્ચે યુદ્ધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. યુદ્ધના કારણે અનેક દેશોએ જાનમાલની તેમજ અનેક રીતે ખુવારી ભોગવવી પડે છે. તેનાથી સમગ્ર વિશ્વની વસતીને વિવિધ યાતનાઓમાંથી પસાર થવું પડે છે. વિશ્વને યુદ્ધથી થતી દુર્દશામાંથી બચાવવા માટે તેમજ સમગ્ર વિશ્વ શાંતિ માટે પ્રતિબદ્ધ થાય અને શાંતિની સંસ્કૃતિનું નિર્માણ થાય તે હેતુથી સમગ્ર વિશ્વમાં 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિનની ઉજવણી કરવામાં આવે...
    Read more
    રાષ્ટ્રીય સેવા યોજના દિન (N.S.S. Day)
    રાષ્ટ્રીય સેવા યોજના દિન (N.S.S. Day)

    રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.)નું સંચાલન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ દેશના યુવાનોના વ્યક્તિત્વ વિકાસનો છે. 'રાષ્ટ્રીય સેવા યોજના દિન' દર વર્ષે 24 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સેવા યોજનાની સ્થાપના 24 સપ્ટેમ્બર, 1969 ના રોજ કરવામાં આવી હતી. આ સંગઠનની સ્થાપનાની વાત આઝાદી પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના સમયથી ચાલી રહી હતી, જેને 1969 માં મહાત્મા ગાંધીજીની જન્મશતાબ્દીના વર્ષમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તે વર્ષે તત્કાલીન કેન્દ્રીયમંત્રી ડૉક્ટર વી. કે. આર. વી. રાવ દ્વારા 37 યુનિવર્સિટીમાં યોજના દાખલ કરવામાં આવી હતી.   આ દિવસે આયોજિત પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સમાજના લોકો સાથે મળીને સમાજના હિત માટે કાર્ય કરે છે. જેમ કે સાક્ષરતા સંબંધિત કાર્ય, પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, કટોકટી અથવા કુદરતી આફતના પીડિતોને મદદ કરવી વગેરે. NSS હેઠળ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા સતત વધી રહી છે. NSS સ્વયંસેવક માટે દર વર્ષે ઓછામાં ઓછા 120 કલાક એટલે કે બે વર્ષમાં 240 કલાક સેવા આપવી ફરજિયાત છે. આ કાર્ય NSS એકમો દ્વારા દત્તક લીધેલાં એકમો (ગામો) અથવા શાળા/કોલેજ કેમ્પસમાં કરવામાં આવે છે. તે સામાન્ય રીતે અભ્યાસના કલાકો પછી અથવા રજાઓ દરમિયાન કરવામાં આવે છે. વધુમાં, દરેક એકમ તેની સાથે સંકળાયેલા સ્થાનિક સમુદાયો માટે કેટલાક ખાસ પ્રોજેક્ટ કરે છે. રજાના દિવસે દત્તક લીધેલાં ગામો અથવા શહેરી ઝૂંપડપટ્ટીઓમાં 7 દિવસની ખાસ શિબિરોનું આયોજન પણ કરે છે. દરેક સ્વયંસેવકે 2 વર્ષના સમયગાળા દરમિયાન એક વખત વિશેષ શિબિરમાં હાજરી આપવી જરૂરી છે. આમ, એક યુનિટમાંથી લગભગ 50% NSS સ્વયંસેવકો શિબિરમાં ખાસ હાજરી આપે છે. NSSની પ્રવૃત્તિનાં મુખ્ય ક્ષેત્રોમાં શિક્ષણ અને સાક્ષરતા, આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને પોષણ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સેવા કાર્યક્રમો, મહિલાઓની સ્થિતિમાં સુધારો, ઉત્પાદનલક્ષી કાર્યક્રમો, આપત્તિ રાહત અને પુનર્વસન કાર્યક્રમો, સામાજિક દૂષણો સામે ઝુંબેશ, ડિજિટલ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, યોગ વગેરે જેવા ફ્લેગશિપ પ્રોગ્રામ્સ વિશે જાગૃતિ ઊભી કરવી વગેરેનો સમાવેશ થાય છે.

    24th September

    Read more
    રાષ્ટ્રીય સેવા યોજના દિન (N.S.S. Day)
    24th September
    રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.)નું સંચાલન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ દેશના યુવાનોના વ્યક્તિત્વ વિકાસનો છે. 'રાષ્ટ્રીય સેવા યોજના દિન' દર વર્ષે 24 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સેવા યોજનાની સ્થાપના 24 સપ્ટેમ્બર, 1969 ના રોજ કરવામાં આવી હતી. આ સંગઠનની સ્થાપનાની વાત આઝાદી પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના સમયથી ચાલી રહી હતી, જેને 1969 માં મહાત્મા ગાંધીજીની જન્મશતાબ્દીના વર્ષમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તે વર્ષે તત્કાલીન કેન્દ્રીયમંત્રી ડૉક્ટર વી. કે. આર. વી. રાવ દ્વારા
    Read more
    વીર ભગતસિંહ જન્મજયંતી
    વીર ભગતસિંહ જન્મજયંતી

    'ઇન્કલાબ ઝીંદાબાદ'નો નારો સાંભળતાં જ ભગતસિંહ નો ચહેરો આપણી આંખો સામે તરવરવા લાગે છે. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907 ના રોજ પંજાબના બંગા ગામમાં (હાલનું પાકિસ્તાન) થયો હતો. ભગતસિંહ બંગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી લાહોરની હાઈસ્કૂલમાં ભણ્યા અને ત્યારબાદ કોલેજમાં જોડાયા. ત્યાંના રાષ્ટ્રવાદી શિક્ષકોનો પ્રભાવ તેમના જીવન પર પડયો. યુવાનોમાં ક્રાંતિની ભાવના જાગૃત કરવા તેમણે લાહોરમાં નવજવાન ભારત સભાની સ્થાપના કરી. યુવાનો સાથે કામ કરતાં તેમને સુખદેવ, યશપાલ, ભગવતીશરણ, ચંદ્રશેખર આઝાદ, જતીન્દ્રનાથ દાસ જેવા ક્રાંતિકારીઓનો પરિચય થયો. 30 ઓક્ટોબર, 1928 ના રોજ સાયમન કમિશન ના વિરોધમાં લાહોરમાં લાલા લજપતરાય ના નેતૃત્વ હેઠળ નીકળેલા સરઘસ પર પોલીસે સખત લાઠીચાર્જ કર્યો. તેમાં લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા દિવસ પછી તેઓ વીરગતિ પામ્યા. ભગતસિંહ અને તેમના સાથીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર એવા પોલીસ અધિકારી મિ.સ્કોર્ટ નું ખૂન કરવાનું નક્કી કર્યું, પરંતુ પોલીસ ચોકીમાંથી જતા પોલીસ અધિકારી સોન્ડર્સને મિ.સ્કોર્ટ સમજી ભગતસિંહે ગોળીબાર કર્યો. તેથી સોન્ડર્સ મરણ પામ્યો. આ ઘટના બાદ ભગતસિંહ ગુપ્ત વેશે લાહોરથી નિકળી ગયા. 8 એપ્રિલ, 1929 ના રોજ ભગતસિંહે અને તેમના સાથી બટુકેશ્વર દત્તે નવી દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભા ચાલુ હતી ત્યારે વિઝીટર્સ ગેલેરી માંથી બે બોમ્બ ફેંક્યા અને ત્યાં જ ઉભા રહી ગયા. બોમ્બ નાંખવા માટે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં આવી. 12 જૂને એસેમ્બલી બોમ્બકાંડમાં બંનેને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી. સોન્ડર્સ ખૂન કેસમાં ભગતસિંહ ઉપરાંત સુખદેવ અને રાજગુરુ પણ સંકળાયેલા હતા એવું પોલીસને જાણવા મળ્યું. આથી તેમની ધરપકડ કરી કેસ ચલાવવામાં આવ્યો અને તેમને ફાંસીની સજા કરવામાં આવી. લાહોરની સેન્ટ્રલ જેલમાં "ઇન્કલાબ ઝીંદાબાદ"ના નારા લગાવ્યા અને ત્રણેયે એક પંક્તિ બુલંદ અવાજમાં ગાઈ: "દિલ સે નિકલેગી મર કર ભી વતન કી ઉલ્ફત. મેરી મિટ્ટી સે ભી ખૂશ્બુ એ વતન આયેગી." 23 માર્ચ, 1931 ની સાંજે ક્રાંતિવીરોને ફાંસી આપવામાં આવી અને આ ત્રણેય ક્રાંતિકારીઓના પાર્થિવ શરીરને સતલજ નદી કાંઠે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા. રાષ્ટ્રના ચરણે ભારતના આ દિવ્ય પારિજાત પુષ્પો સદાકાળ માટે મઘમઘતાં રહેશે.

    28th September

    Read more
    વીર ભગતસિંહ જન્મજયંતી
    28th September
    'ઇન્કલાબ ઝીંદાબાદ'નો નારો સાંભળતાં જ ભગતસિંહ નો ચહેરો આપણી આંખો સામે તરવરવા લાગે છે. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907 ના રોજ પંજાબના બંગા ગામમાં (હાલનું પાકિસ્તાન) થયો હતો. ભગતસિંહ બંગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી લાહોરની હાઈસ્કૂલમાં ભણ્યા અને ત્યારબાદ કોલેજમાં જોડાયા. ત્યાંના રાષ્ટ્રવાદી શિક્ષકોનો પ્રભાવ તેમના જીવન પર પડયો. યુવાનોમાં ક્રાંતિની ભાવના જાગૃત કરવા તેમણે લાહોરમાં નવજવાન ભારત સભાની સ્થાપના કરી. યુવાનો સાથે કામ કરતાં તેમને સુખદેવ, યશપાલ, ભગવતીશરણ, ચંદ્રશેખર આઝાદ, જતીન્દ્રનાથ દાસ જેવા ક્રાંતિકારીઓનો પરિચય થયો.
    30 ઓક્ટોબર, 1928...
    Read more
    વિશ્વ હૃદય દિન
    વિશ્વ હૃદય દિન

    દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ 'વિશ્વ હૃદય દિન' મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હૃદયરોગ અને તેના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દુનિયામાં એવા કરોડો લોકો છે જે હૃદયરોગની સામે ઝઝૂમી રહ્યા છે. હૃદયએ માનવ શરીરનું મહત્વનું અંગ છે. જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. આજના સમયમાં આપણી બિનસ્વાસ્થ્યપ્રદ દિનચર્યા અને સતત નવા પ્રકારના રોગોને કારણે સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે, જેના કારણે હૃદયને ઘણું સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે 'વિશ્વ હૃદય દિન' ઉજવવામાં આવે છે. હૃદયનું કાર્ય બધા અવયવોને ઓક્સિજન પહોંચાડવા માટે આખા શરીરમાં લોહીને પમ્પ કરવાનું છે. તે જ્યારે આ રીતે કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે તે હૃદયની નિષ્ફળતા તરીકે ઓળખાય છે. એવું જોવા મળ્યું છે કે આપણા બિનઆરોગ્યપ્રદ ખાન-પાનના કારણે હૃદયને સૌથી વધુ નુકસાન થાય છે. જેમાં સૌથી મોટો ફાળો આપણી નાદુરસ્ત દિનચર્યાનો પણ છે. ડૉક્ટરોના મતે, દરેક વ્યક્તિએ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ. તેમજ તેલયુક્ત અને ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. અસંતુલિત આહારની સાથે સાથે ધૂમ્રપાનના કારણે હૃદય સંબંધિત રોગોમાં વધારો થઇ રહ્યો છે. આજના સમયમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે તેમજ ઘણા લોકો હૃદય સંબંધિત રોગોને કારણે મૃત્યુ પામે છે. યુવાન લોકોમાં હૃદય સંબંધિત વિકૃતિઓ પણ સામે આવી છે. આવી સ્થિતિમાં, 'વિશ્વ હૃદય દિન' દ્વારા લોકોને હૃદયને સ્વસ્થ રાખવા તેમજ હૃદય રોગનું જોખમ ઘટાડવા માટે પ્રેરિત અને જાગૃત કરવામાં આવે છે. વિશ્વમાં હૃદયના દર્દીઓના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ 'વિશ્વ હૃદય દિન' ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વર્ષ 2000 માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રથમ વખત 'વિશ્વ હૃદય દિન' ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે 'વિશ્વ હૃદય દિન'ની ઉજવણી કરવામાં આવતી હતી. જોકે, 2014 થી દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ 'વિશ્વ હૃદય દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 'વિશ્વ હૃદય દિન' નો એકમાત્ર હેતુ હૃદય સંબંધિત સમસ્યાઓ ઘટાડવા માટે લોકોમાં જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. દર વર્ષે આ દિવસે ઘણા દેશોમાં કાર્યક્રમો યોજીને લોકોને હૃદયની તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. હાર્ટ એટેકના લક્ષણો: (1) ચાલતી વખતે અથવા કામ કરતી વખતે છાતીમાં ભારેપણું મહેસુસ થવા લાગવું. (2) શ્વાસ ફૂલવા લાગવો. (3) ઘણીવાર જમ્યા પછી ગળામાં બળતરા થવી. (4) જમ્યા પછી છાતીમાં ભારે દુ:ખાવો થવો. (5) ચક્કર આવવા. (6) ગભરામણ થવી. (7) વધારે થાક લાગવો. (8) ખૂબ જ પરસેવો વળવો. હૃદયને તંદુરસ્ત રાખવા આટલું કરો : 1. વજન વધવા ન દો. 2. ખાંડ અને મીઠાનું સેવન ઓછું કરવું. ૩. તણાવ (સ્ટ્રેસ) મુક્ત રહો, કસરત કરો. 4. માદક / નશીલા પદાર્થનું સેવન ન કરો. આજના ભાગદોડભર્યા જીવનમાં નાની ઉંમરમાં લોકોનાં હાર્ટએટેકથી મૃત્યુ થાય છે. આ સાથે જ હૃદય (હાર્ટ)ને લગતી બીમારીઓ પણ દિવસે ને દિવસે વધતી જાય છે. આ પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. હાર્ટ એટેકની સાથે-સાથે લોકો હાઇકોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, સ્ટ્રોક જેવી અનેક બીમારીઓનો ઝડપથી શિકાર બની રહ્યા છે. આ સમયમાં શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. નારિયેળ પાણી અને વિવિધ જ્યુસનું સેવન કરવાથી તેમજ નિયમિત રીતે યોગ અને વ્યાયામ કરવાથી હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.

    29th September

    Read more
    વિશ્વ હૃદય દિન
    29th September
    દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ 'વિશ્વ હૃદય દિન' મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હૃદયરોગ અને તેના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દુનિયામાં એવા કરોડો લોકો છે જે હૃદયરોગની સામે ઝઝૂમી રહ્યા છે. હૃદયએ માનવ શરીરનું મહત્વનું અંગ છે. જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. આજના સમયમાં આપણી બિનસ્વાસ્થ્યપ્રદ દિનચર્યા અને સતત નવા પ્રકારના રોગોને કારણે સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે, જેના કારણે હૃદયને ઘણું સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે 'વિશ્વ હૃદય દિન' ઉજવવામાં આવે છે.
    ...
    Read more
    રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિન
    રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિન

    વિશ્વમાં આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. નવી નવી શોધોએ માનવીની સુખાકારીમાં આમૂલ પરિવર્તન કર્યું હોવા છતાં કોઈ પણ સંશોધન, ટૅક્નોલોજી કે અદ્યતન સાધનોથી સજ્જ પ્રયોગશાળાઓમાં પણ કૃત્રિમ લોહી બનાવવામાં માનવજાત નિષ્ફળ રહી છે. વ્યક્તિના જીવનમાં લોહીની જરૂરિયાત અને તેના મહત્ત્વના પ્રચાર-પ્રસાર તથા સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે દર વર્ષે 1 ઑક્ટોબર ના દિવસે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત આપણા દેશમાં 1975 થી થઈ હતી.   સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રક્તદાનના મહત્ત્વ વિશે સમગ્ર દેશના લોકોમાં જાગૃતિ લાવી અને જરૂરિયાતમંદ દર્દીઓની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે સ્વૈચ્છિક રક્તદાનનું લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કરવાનો છે. આ ઉપરાંત તંદુરસ્ત વ્યક્તિ હોવા છતાં રક્તદાન કરવામાં રસ ન ધરાવતા લોકોને પ્રોત્સાહિત કરવા અને રક્તદાન અંગે લોકોમાં રહેલી કેટલીક ગેરમાન્યતાઓ દૂર કરવાનો પણ છે. જે વ્યક્તિઓ રક્તદાન કરે છે અથવા રક્તદાન કરવા માંગે છે તેમના માટે કેટલીક જાણવા જેવી બાબતો નીચે પ્રમાણે છે.   • કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ જેની ઉંમર 18 થી 60 વર્ષની હોય અને તેનું વજન 45 કિલોગ્રામથી વધુ હોય તે રક્તદાન કરી શકે છે. • એચ.આઈ.વી., હિપેટાઈટિસ-બી કે તેના જેવી અન્ય બીમારીઓ ન હોય તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે. • એકવારમાં 350 મિલિગ્રામ રક્ત આપી શકાય છે. જેની પૂર્તિ શરીરમાં 24 કલાકમાં થઈ જાય છે અને ગુણવત્તાની પૂર્તિ 21 દિવસની અંદર થાય છે. • જે વ્યક્તિ નિયમિત રકતદાન કરે છે તેને હૃદય સંબંધી બિમારીઓ થવાનું ઓછું જોખમ રહે છે. • આપણા શરીરમાં લોહીની રચના એવી છે કે તેમાં સમાવિષ્ટ રેડ બ્લડ સેલ ત્રણ માસમાં સ્વયં નાશ પામે છે, માટે પ્રત્યેક સ્વસ્થ વ્યક્તિ ત્રણ મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે. રક્ત ઘટક વ્યવસ્થાને કારણે તેમાંથી વિવિધ ઘટકો છૂટા પાડીને (જેવા કે પ્લાઝમા, પ્લેટલેટ્સ વગેરે) દર્દીની જરૂરિયાત મુજબના ઘટકવાળું લોહી ચડાવવાી તે ઝડપથી સાજો થાય છે. આ રીતે એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ-ચાર વ્યક્તિઓની જિંદગી બચાવી શકીએ છીએ. દેશના લોકો અને ખાસ તો યુવાનો, રક્ત ઉપલબ્ધતા, લોહીના ઘટકો જુદા પાડવાના એકમ, રક્તસંગ્રહ કેન્દ્રો, સરકારી-ખાનગી બ્લડ બેંક, રક્તદાતા વગેરે વિશે જાણે અને સહયોગ આપે તે જરૂરી છે. સમાજસેવી સંસ્થાઓની રક્તસેવા યોજના થકી પણ હજારો લોકોનાં જીવન બચાવી શકાય છે. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. આ કારણથી લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે. રક્તદાન ભલે આપણે બીજાની મદદ માટે કરતા હોય પણ ક્યારેક એ પોતાને પણ મદદરૂપ બની જાય છે. કારણ કે, આપણે પોતે કે આપણા કોઈ સંબંધી અકસ્માત કે બીમારીને કારણે દવાખાનામાં દાખલ થાય અને લોહી ચડાવવાની જરૂર પડે ત્યારે કોઇકનું દાન કરેલું લોહી જ આપણા કામમાં આવે છે. એબીઓ રક્તસમૂહ પ્રણાલી (ABO blood group system)ના શોધક કાર્લ લેન્ડસ્ટેનર નો જન્મદિવસ (14મી જૂન, 1868) હોવાથી તેમની યાદમાં 14મી જૂનને વિશ્વ રક્તદાન દિન તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે.

    01st October

    Read more
    રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિન
    01st October
    વિશ્વમાં આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. નવી નવી શોધોએ માનવીની સુખાકારીમાં આમૂલ પરિવર્તન કર્યું હોવા છતાં કોઈ પણ સંશોધન, ટૅક્નોલોજી કે અદ્યતન સાધનોથી સજ્જ પ્રયોગશાળાઓમાં પણ કૃત્રિમ લોહી બનાવવામાં માનવજાત નિષ્ફળ રહી છે. વ્યક્તિના જીવનમાં લોહીની જરૂરિયાત અને તેના મહત્ત્વના પ્રચાર-પ્રસાર તથા સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે દર વર્ષે 1 ઑક્ટોબર ના દિવસે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત આપણા દેશમાં 1975 થી થઈ હતી.   સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રક્તદાનના મહત્ત્વ વિશે...
    Read more