પાવરગ્રીડ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોના વળતર મુદ્દે વલસાડ કલેક્ટરને રજૂઆત
પાવરગ્રીડ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોના વળતર મુદ્દે વલસાડ કલેક્ટરને રજૂઆત
Published on: 07th September, 2026

વલસાડ જિલ્લાના નાનાપોંઢા અને કપરાડા તાલુકા વિસ્તારમાંથી પસાર થતી Powergrid Corporation of India Limited ની લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકારના સુધારેલા પરિપત્ર મુજબ વળતર ન મળતાં ભારે અસંતોષ છે. કાજલી ગ્રામ પંચાયતના સરપંચ અને લોકોએ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી Powergrid કંપની સામે રજૂઆત કરી ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ કરી છે. નવા પરિપત્ર મુજબ 200% વળતર અને સુધારેલા દરો મુજબ વળતરની જોગવાઈ છે, પરંતુ કંપની અધિકારીઓ તેનો ઇન્કાર કરી રહ્યા છે. વીજ ટાવર-પોલના કારણે જમીનની કિંમતમાં ઘટાડો, વૃક્ષો, બોરવેલ, સિંચાઈ પદ્ધતિઓને નુકસાન અને સુરક્ષાના મુદ્દાઓ પર પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.