ભરૂચ પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રેલવે સ્ટેશનથી ગોદી રોડ સુધી સફાઈ
ભરૂચ પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રેલવે સ્ટેશનથી ગોદી રોડ સુધી સફાઈ
Published on: 02nd October, 2026

ભરૂચ નગર સેવા સદન દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હેઠળ ગુરુવારે શહેરમાં એક વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. આ ઝુંબેશ રેલવે સ્ટેશનથી ગોદી રોડ સુધી યોજાઈ, જેમાં નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ અને સફાઈ કર્મચારીઓ જોડાયા હતા. માર્ગો અને આસપાસના વિસ્તારોમાંથી કચરો એકત્રિત કરી જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 25 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયો હતો.