બોડેલીમાં ગેરકાયદે રેતી વહન કરતા 5 ડમ્પર અને 2 ટ્રેક્ટર ઝડપાયા
બોડેલીમાં ગેરકાયદે રેતી વહન કરતા 5 ડમ્પર અને 2 ટ્રેક્ટર ઝડપાયા
Published on: 02nd October, 2026

બોડેલી મામલતદાર અને તેમની ટીમે ગત રાત્રે બોડેલી વિસ્તારમાં ખનીજ વહન કરતા વાહનોની તપાસ દરમિયાન રેતી ભરેલા 5 ડમ્પર અને 2 ટ્રેક્ટરને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. વાહન ચાલકો પાસે રેતીના વહન અંગે જરૂરી દસ્તાવેજો અને પરવાનગી ન હોવાથી તમામ વાહનોને કબજામાં લઇ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં આ કાર્યવાહીને પગલે ગેરકાયદે રેતી વહન કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આ ગેરકાયદે રેતીના વેપારથી સરકારને નુકસાન થાય છે અને અકસ્માતો પણ બને છે.