ડીસાના લોરવાડા તળાવમાં સેંકડો માછલીઓના મોત, પાણીમાં ઝેરી કેમિકલની આશંકા
ડીસાના લોરવાડા તળાવમાં સેંકડો માછલીઓના મોત, પાણીમાં ઝેરી કેમિકલની આશંકા
Published on: 31st May, 2026

ડીસા તાલુકામાં જળચર જીવોના મોતનો સિલસિલો યથાવત છે. જૂના નેસડા ગામ બાદ હવે લોરવાડા ગામના અબાણું તળાવમાં અચાનક સેંકડો માછલીઓના મોત નીપજ્યા છે. તળાવ કિનારે મૃત માછલીઓનો મોટો ઢગલો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જીવદયાપ્રેમીઓમાં રોષ છે. તળાવના પાણીમાં ઝેરી કેમિકલ ભળ્યું છે કે પછી ગરમી અને ઓક્સિજનની અછત કારણભૂત છે તે સ્પષ્ટ નથી. સ્થાનિકોએ પાણીના સેમ્પલ લઈને તટસ્થ તપાસની માંગ કરી છે.