સેમિકોન 2.0 મિશન, વારાણસી કોરિડોર, અને યુરિયા પોલિસી: મોદી કેબિનેટના 7 મોટા નિર્ણયો
સેમિકોન 2.0 મિશન, વારાણસી કોરિડોર, અને યુરિયા પોલિસી: મોદી કેબિનેટના 7 મોટા નિર્ણયો
Published on: 15th July, 2026

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દેશના વિકાસને વેગ આપનારા 7 મોટા નિર્ણયો લીધા છે. જેમાં 1,27,500 કરોડ રૂપિયાના બજેટ સાથે 'સેમિકોન 2.0' મિશનને મંજૂરી મળી છે, જે દેશને સેમિકન્ડક્ટર હબ બનાવશે. આ સિવાય વારાણસી (કાશી) માં બે ભવ્ય એલિવેટેડ કોરિડોર, 'વરુણ એક્સપ્રેસવે' અને 'સિગ્નેચર બ્રિજ'ના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવશે.