જામનગર હોમગાર્ડઝ પરિવારની પર્યાવરણ જતન પહેલ
જામનગર હોમગાર્ડઝ પરિવારની પર્યાવરણ જતન પહેલ
Published on: 16th June, 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સેવા અને સુશાસનની ઉજવણી નિમિત્તે જામનગર જિલ્લા હોમગાર્ડઝ પરિવારે પર્યાવરણ જતન માટે અનોખી પહેલ કરી છે. ‘હરિયાળી ક્રાંતિ’ના સંકલ્પને સાકાર કરવા, હોમગાર્ડઝ સભ્યોએ 12,000થી વધુ વિવિધ જાતના ‘સિડ્ઝ-બોલ’ (બીજ ભરેલા માટીના દડા) તૈયાર કર્યા છે. આ માટે ચીકણી માટી સાથે જામનગર મહાનગરપાલિકાના સહયોગથી છાણીયા ખાતરનો ઉપયોગ કરાયો છે. તેમાં સરગવો, લીમડો, ખેર, ગોરસ આંબલી, વડલો, જાંબુડી, પીપળો અને ગુલમોહર જેવા વૃક્ષોના બીજ છે. આ સિડ્ઝ-બોલ ચોમાસા પહેલા જામનગર વન વિભાગને સુપ્રત કરાશે.