અમરેલીમાં મિલીપેડ ઈયળોનું ભારે આક્રમણ
અમરેલીમાં મિલીપેડ ઈયળોનું ભારે આક્રમણ
Published on: 21st August, 2026

અમરેલી જિલ્લાના સાાવરકુંડલા અને ખાંભા તાલુકાના અનેક ગામોમાં મિલીપેડ (કાંઉસી ઈયળ)ના અસહ્ય ઉપદ્રવે ગ્રામજનોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. લાખોની સંખ્યામાં જોવા મળતા આ જીવડાં હવે ઘરોમાં દીવાલો, છત અને ઘરવખરી પર કબજો જમાવી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષથી આ સમસ્યા વધી રહી છે, જેના કારણે લોકોને જમીન પર બેસીને જમવું અને રોજિંદી ક્રિયાઓ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ છે. ડુંગરોના ખોદકામ અને ખનનને આ સમસ્યાનું કારણ માનવામાં આવી રહ્યું છે, જેના પર વૈજ્ઞાનિક તપાસની જરૂર છે.