બોટાદ BAPSનું નવું કદમ: સાળંગપુર ખાતે પ્રાકૃતિક ખેતી અને મધમાખી પાલન કેન્દ્રનું ઉદ્ઘાટન
બોટાદ BAPSનું નવું કદમ: સાળંગપુર ખાતે પ્રાકૃતિક ખેતી અને મધમાખી પાલન કેન્દ્રનું ઉદ્ઘાટન
Published on: 20th July, 2026

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) આધ્યાત્મિક, સામાજિક અને પર્યાવરણ ક્ષેત્રે સેવાકાર્યો કરી રહી છે. ખેડૂતોના વિકાસ માટે, સાળંગપુર ખાતે "પ્રહંત ઇન્ટિગ્રેટેડ બીકીપિંગ ડેવલપમેન્ટ સેન્ટર" (IBDC)નું ઉદ્ઘાટન BAPS દ્વારા કરાયું છે. આ કેન્દ્ર ગુજરાતમાં પ્રથમવાર પ્રાકૃતિક ખેતી અને મધમાખી પાલન માટે અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડે છે. પ્રમુખ સ્વામી પ્રાકૃતિક ખેતી તાલીમ કેન્દ્ર અને મહંતમ્ પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્ર પહેલેથી કાર્યરત છે. આ પહેલ "આત્મનિર્ભર ભારત" અને "વિકસિત ભારત-2047"ના રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ છે.