રાજુલાના ખેરા ગામમાં બંધકને છોડાવવા ગયેલા મરીન પોલીસ પર હિંસક હુમલો
રાજુલાના ખેરા ગામમાં બંધકને છોડાવવા ગયેલા મરીન પોલીસ પર હિંસક હુમલો
Published on: 16th June, 2026

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પ્રેમસંબંધના મામલે અપહરણ કરાયેલા દેવશીભાઈ ગુજરીયાને છોડાવવા ગયેલી પીપાવાવ મરીન પોલીસ પર હુમલો થયો. PSI કે. ડી. હડિયા, કોન્સ્ટેબલ ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી અને મગનભાઈ ધાપા સહિતના જવાનો પર આરોપીઓએ લાકડીઓ અને હથિયારો વડે હુમલો કર્યો. આ ઘટનામાં PSI અને ત્રણેય જવાનો તેમજ અપહરણનો ભોગ બનનાર દેવશીભાઈને ગંભીર ઈજાઓ થઈ. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.