'લાલો' એક્ટર કરણ જોશી પર અભિનેત્રીનો ગંભીર આક્ષેપ.
'લાલો' ફિલ્મના અભિનેતા કરણ જોશી પર અભિનેત્રી નેહલ વડોલિયાએ શારીરિક સુખની માંગણીનો આક્ષેપ લગાવ્યો છે. કરણે આને મોબાઈલ હેક થવાનું કારણ ગણાવ્યું છે, જોકે નેહલ પુરાવા સાથે સત્ય સામે લાવવાનો દાવો કરી રહી છે.
'લાલો' એક્ટર કરણ જોશી પર અભિનેત્રીનો ગંભીર આક્ષેપ.
દિલ્હી-ગોવા AAP નેતાના ઠેકાણે ED, બેન્ક લોન ફ્રોડ કેસમાં કાર્યવાહી.
ED એ AAP નેતા દીપક સિંગલા અને અન્ય લોકોના દિલ્હી અને ગોવા સ્થિત સ્થળો પર બેંક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા. સિંગલા MCD અને મહારાષ્ટ્ર-ગોવા AAP ના પ્રભારી છે. AAP એ આ કાર્યવાહીને રાજકીય ગણાવી કેન્દ્ર સરકાર પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ મૂક્યો.
દિલ્હી-ગોવા AAP નેતાના ઠેકાણે ED, બેન્ક લોન ફ્રોડ કેસમાં કાર્યવાહી.
સુરતના ઉધનામાં ભાજપ નેતાની હત્યા!
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મૃતક જય દલાલ સુરતના લીંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. આ ઉપરાંત તે પોતે પણ ભાજપ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો.
સુરતના ઉધનામાં ભાજપ નેતાની હત્યા!
પિતાએ જ પુત્રીને પીંખી!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: IAS/IPS બનવા વિદ્યાર્થીઓ માટે અદભૂત તક.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CCDC, JIO UPSC ભવન અને સ્વામી વિવેકાનંદ સ્ટડી સેન્ટર દ્વારા IAS-IPS બનવાનું વિદ્યાર્થીઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. અહી નિષ્ણાત ફેકલ્ટી દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે, જેમાં રુ. 1000 થી 8000 સુધીની રિફંડેબલ ડિપોઝિટ લેવાય છે. 130 થી વધુ વિદ્યાર્થીઓ GPSC પાસ કરી ઓફિસર બન્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: IAS/IPS બનવા વિદ્યાર્થીઓ માટે અદભૂત તક.
6 શહેરમાં 42°C પાર, સુરેન્દ્રનગર સૌથી ગરમ, તાપમાનમાં 2°C વધારો.
ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થયો છે. 6 શહેરોમાં પારો 42°Cને પાર પહોંચ્યો છે, જેમાં 44.5°C સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરમાં 43°C થી ઉપર તાપમાન નોંધાયું. સુરતમાં 6.2°C વધુ તાપમાનને કારણે તીવ્ર હીટવેવનો અનુભવ થયો. આગામી 2 દિવસ તાપમાન સ્થિર રહેશે, પછી 2-3 ડિગ્રી ઘટશે.
6 શહેરમાં 42°C પાર, સુરેન્દ્રનગર સૌથી ગરમ, તાપમાનમાં 2°C વધારો.
સુરત: 21 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પાનના ગલ્લા પર લૂંટ કેસમાં દબોચ્યો.
સુરત ક્રાઇમ બ્રાન્ચે 21 ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીઢા ગુનેગાર સુબોધ રામાણીને સચિન વિસ્તારમાં પાનના ગલ્લા પર લૂંટના કેસમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ મફતમાં માવો ખાઈ પૈસા માંગતા વેપારીને માર મારી 7-8 હજારની લૂંટ ચલાવી હતી. તેની સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી સહિત કુલ 21 ગુના નોંધાયેલા છે અને 3 વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે.
સુરત: 21 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પાનના ગલ્લા પર લૂંટ કેસમાં દબોચ્યો.
સિંહોના અકસ્માતો અટકાવવા 'ટેકનોલોજી'નો ઉપયોગ.
ગુજરાત વનવિભાગ એશિયાટિક સિંહોની સુરક્ષા માટે એક્શન પ્લાન હેઠળ ભાવનગર-સોમનાથ ને.હા. પર સિંહોના અકસ્માતો અટકાવવા 'ટેકનોલોજી'નો ઉપયોગ કરશે. 'હોટસ્પોટ' સ્થળોએ રમ્બલ સ્ટ્રીપ, કેટ આઈ, સાઈન બોર્ડ અને 20 'રોડ સેવકો' દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરાશે. એક સિંહને 'રેડિયો કોલર' લગાવી નજર રખાશે.
સિંહોના અકસ્માતો અટકાવવા 'ટેકનોલોજી'નો ઉપયોગ.
અમદાવાદ મેટ્રો સમયમાં ફેરફાર.
ટેરાનોવાસ પીઝામાંથી વંદો નીકળ્યો, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં.
ગાંધીનગરના 'ટેરાનોવાસ પીઝા'માં પીરસવામાં આવેલા પીઝામાંથી જીવતો વંદો નીકળતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો. 'Buy 1 Get 1' સ્કીમ પાછળ રેસ્ટોરન્ટ સંચાલકોએ સ્વચ્છતા (Hygiene) ને નેવે મૂકી દેતા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થયા છે. ગાંધીનગર મનપાના ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.
ટેરાનોવાસ પીઝામાંથી વંદો નીકળ્યો, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં.
રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોત.
રાજકોટના સામા કાંઠાની ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે મિત્રોના શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યા છે. પોલીસને દારૂમાં કેમિકલ ભેળસેળની શંકા છે. Forensic PM બાદ સચોટ કારણ જાણી શકાશે. આ ઘટનાથી દેશી દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.
રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોત.
સુરત કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરીમાં રૂ. 15નો વધારો.
સુરતમાં પહેલી જૂનથી કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરી દરમાં રૂ.15નો વધારો થશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર અને વધતી મોંઘવારીને કારણે ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને આ નિર્ણય લીધો છે. હાલ રૂ.100-120 દર, નવા દર રૂ.115-135 થશે. આ નિર્ણયથી ટ્રાન્સપોર્ટ અને વેપારીઓના ખર્ચમાં વધારો થશે.
સુરત કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરીમાં રૂ. 15નો વધારો.
ટ્રેનમાં બંધ પેટીમાંથી મહિલાના ટુકડે-ટુકડાં મૃતદેહ મળ્યો.
મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત.
મેક્સિકોના પુએબ્લા રાજ્યના તેહુઇટ્ઝિંગો શહેરમાં અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરીને 10 લોકોનો જીવ લીધો. આ ઘટનામાં 6 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. ફેડરલ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, પરંતુ હુમલાખોર કે તેના હેતુ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. આ પુએબ્લા રાજ્યમાં હિંસાની પ્રથમ ઘટના નથી, અગાઉ પણ આવા હુમલાઓ થયા છે.
મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત.
સુરતમાં બેંક લૂંટનો આરોપી ઝડપાયો, રૂમાલ બતાવી કર્યું હતું કૃત્ય.
ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા: 7 શહેરોમાં તાપમાન 41°C પાર.
ગુજરાત રાજ્ય હાલ ભીષણ ગરમીની અસહ્ય લપેટમાં છે. સૌરાષ્ટ્રના 7 શહેરોમાં રવિવારે પારો 41°Cને પાર થયો, જેમાં સુરેન્દ્રનગર 44.5°C સાથે સૌથી ગરમ રહ્યું. રાજકોટ અને અમરેલીમાં પણ તાપમાન 43°Cથી ઉપર નોંધાયું. આગામી પાંચ દિવસ સુધી તાપમાન 40°Cથી ઉપર રહેવાની સંભાવના છે, જોકે 2-3 દિવસમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. ચોમાસુ 26 મેની આસપાસ કેરળમાં દસ્તક દઈ શકે છે.
ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા: 7 શહેરોમાં તાપમાન 41°C પાર.
સચિન GIDC માંથી મોબાઇલ ચોર ઝડપાયો, પોલીસે વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલ્યા.
સુરત પોલીસે સચિન GIDC વિસ્તારમાંથી મોબાઇલ ચોરનાર જમીલ તૈલી નામના રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ૩ મોંઘા મોબાઇલ અને ચોરીમાં વપરાયેલી મોટરસાયકલ કબજે કરી, જેની કિંમત ૯૭,૦૦૦ રૂપિયા છે. આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.
સચિન GIDC માંથી મોબાઇલ ચોર ઝડપાયો, પોલીસે વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલ્યા.
દીવમાં કાર અકસ્માત: પિતા-પુત્રના મોત, માતા ઘાયલ.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં રાત્રિના સમયે નાગવા રોડ પર બે કાર સામસામે અથડાતા મધ્યપ્રદેશના પિતા (ઉંમર 50) અને પુત્ર (ઉંમર 16)ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકના પત્ની અને ભત્રીજા ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. પરિવાર જૂનાગઢથી દીવ ફરવા આવ્યો હતો. સુરતના કાર ચાલક સહિત ત્રણ ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા.
દીવમાં કાર અકસ્માત: પિતા-પુત્રના મોત, માતા ઘાયલ.
ગેસ સિલિન્ડર ચોરી: શાતિર ગઠિયા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો, ભાવ વધારાનો ઉઠાવતો હતો ફાયદો.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગેસ સિલિન્ડર ચોરતા રીઢા ગુનેગાર અનિલ મહિડાને ઝડપી પાડ્યો. મોંઘવારીનો ફાયદો ઉઠાવી, તે ચોરીની મોપેડનો ઉપયોગ કરી રહેણાંક વિસ્તારોમાંથી સિલિન્ડર ચોરી કરતો હતો. આ સિલિન્ડરો તે સ્થાનિક હોટેલો અને લારીવાળાઓને સસ્તા ભાવે વેચી દેતો હતો. પોલીસે તેની પાસેથી ૨ ચોરેલી મોપેડ અને ૫ ગેસ સિલિન્ડર કબજે કરી ૭ ગુનાઓનો ભેદ ઉકેલ્યો.
ગેસ સિલિન્ડર ચોરી: શાતિર ગઠિયા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો, ભાવ વધારાનો ઉઠાવતો હતો ફાયદો.
TAT-S પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 25 મે સુધી વાંધા સૂચનો.
ગુજરાતમાં TAT-Sની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.બોર્ડ દ્વારા સત્તાવાર રીતે TAT-S ના વિદ્યાર્થીઓ માટેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. જે ઉમેદવારોને આ આન્સર કીના પ્રશ્નો સામે કોઈ વિરોધ હોય, તેઓ આગામી 25 મે સુધી પોતાના વાંધા-સૂચનો બોર્ડ સમક્ષ રજૂ કરી શકશે. આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શી બનાવવા માટે પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.આન્સર કી જાહેર થતાં જ હવે ઉમેદવારોમાં પોતાના ગુણની ગણતરી કરવા સાથે ફાઈનલ પરિણામને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
TAT-S પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 25 મે સુધી વાંધા સૂચનો.
ફાર્મસી કૉલેજો પર PCIનો કડક નિયંત્રણ, રાજ્યોને નિરીક્ષણ કરતા અટકાવ્યા.
દેશમાં ફાર્મસી કૉલેજોની દેખરેખના નામે ચાલતી વહીવટી હેરાનગતિ અને સત્તા બહારના દરોડા પર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મોટો પ્રહાર કર્યો છે. એકવાર શરૂઆતનું NOC આપ્યા બાદ રાજ્ય સરકારો આ પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે કાર્યમુક્ત થઈ જાય છે. માટે હવેથી કોઈપણ ખામી જણાયે રાજ્યોએ સીધા દરોડા પાડવાને બદલે PCIને જ લેખિત ફરિયાદ કરવી પડશે. PCI દ્વારા દેશની તમામ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને પ્રવેશ સમિતિઓ માટે નીતિ વિષયક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.જેમાં સ્પષ્ટ કર્યું છે કે ઘણી યુનિવર્સિટીઓ અને રાજ્યના સત્તાધિકારીઓ ફાર્મસી કાઉન્સિલની મંજૂરી મળી ગયા પછી પણ સંસ્થાઓમાં બિનજરૂરી તપાસ અને નિરીક્ષણો હાથ ધરે છે જે સંપૂર્ણ કાયદાકીય સત્તા વિના અને ગેરકાનૂની છે.
ફાર્મસી કૉલેજો પર PCIનો કડક નિયંત્રણ, રાજ્યોને નિરીક્ષણ કરતા અટકાવ્યા.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર સ્પીડ લિમિટ.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતોને રોકવા, NHAI અને RTO દ્વારા વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. 120 kmph થી વધુ ઝડપે વાહન ચલાવનાર કાર ચાલકોને ₹1500નો દંડ ઓનલાઈન મોકલવામાં આવશે. કાર માટે 120, બસ/ટ્રક માટે 100, અને મોટા વાહનો માટે 80 kmph ની સ્પીડ લિમિટ નક્કી કરાઈ છે.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર સ્પીડ લિમિટ.
ટુંડાવમાં નવીન રોડ તોડી ગટર લાઇન: કામગીરી અટકાવાઇ.
સાવલી તાલુકાના ટુંડાવ ગામે રૂ.15 લાખના નવીન રોડને તોડી ગટર લાઈન નાખતા ગ્રામજનોએ વિફરી કામગીરી અટકાવી. વિકાસના વિરોધી નથી, પણ યોગ્ય આયોજન વિના રોડ તોડવા સામે વિરોધ છે. પંચાયત પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તપાસ અને કાર્યવાહીની માંગ. હાલ ગટરનું કામ સ્થગિત.
ટુંડાવમાં નવીન રોડ તોડી ગટર લાઇન: કામગીરી અટકાવાઇ.
વડોદરાના વાઘોડિયાની ITM વોકેશનલ યુનિ.માં મેગા જોબફેર-26 સંપન્ન
વડોદરાના વાઘોડિયાની ITM વોકેશનલ યુનિ.ના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિ.ના રવાલ કેમ્પસ ખાતે ભવ્ય મેગા જોબફેર-2026 યોજાયો હતો.જેમાં દેશ-વિદેશની પ્રતિષ્ઠિત 35 જેટલી કંપનીએ ભાગ લીધો હતો. જેમાં એપોલો ટાયર્સ, MRF, હિલ્ટી, RR કાબેલ, એક્સિસ બેંક,રિલાયન્સ જિયો, ટોરેન્ટ ફર્મા અને લુપિન જેવી નામાંકિત બ્રાન્ડ્સ રહી હતી. આ મેગા જોબફેરમાં ફર્મા, ઇન્ફેર્મેશન ટેકનોલોજી (IT),એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં કુલ 1000થી વધુ ખાલી જગ્યા 800થી વધુ સ્નાતક, અનુસ્નાતક વિદ્યાર્થીએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા.
વડોદરાના વાઘોડિયાની ITM વોકેશનલ યુનિ.માં મેગા જોબફેર-26 સંપન્ન
છોટાઉદેપુરના ગુરુકૃપા સોસા.માં આખલાએ મચાવ્યું આતંક.
છોટાઉદેપુરના ગુરુકૃપા સોસાયટીમાં એક હડકાયા આખલાએ ભારે આતંક મચાવ્યો હતો. આ આખલાએ બે મહિલાઓને ઇજા પહોંચાડી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રેસ્ક્યૂ ટીમને બોલાવી આખલાને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આગેવાનો દ્વારા આવા પશુઓને રસી આપવાની પણ કામગીરી કરાશે.
છોટાઉદેપુરના ગુરુકૃપા સોસા.માં આખલાએ મચાવ્યું આતંક.
ખેડૂતો ડીઝલ માટે કારબા સાથે કતારમાં.
સંખેડા તાલુકામાં ડીઝલની અછતને કારણે ખેડૂતો પરેશાન છે. ખરીફ્ પાક માટે ટ્રેક્ટર અને ડંકી ચલાવવા ડીઝલ જરૂરી છે. મર્યાદિત જથ્થાને કારણે લાંબી લાઇનો લાગે છે. હાડોદ ખાતે પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટી પડતાં ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. તંત્રએ વધુ જથ્થો પૂરો પાડવાની કાર્યવાહી કરવી જોઈએ.