પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાએ પોરબંદર જિલ્લાના વાહનચાલકો પર દૈનિક રૂ.30 લાખનું બોજ લાદ્યો.
પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાએ પોરબંદર જિલ્લાના વાહનચાલકો પર દૈનિક રૂ.30 લાખનું બોજ લાદ્યો.
Published on: 26th May, 2026

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા અસહ્ય વધારાને કારણે પોરબંદર જિલ્લાના વાહનચાલકો પર રોજનું અંદાજે રૂ.30 લાખનું વધારાનું આર્થિક ભારણ આવી પડ્યું છે. અગાઉ જિલ્લામાં દૈનિક કુલ 4.80 લાખ લિટર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થતું હતું. મોંઘવારી વચ્ચે ઇંધણના આ ભાવવધારાને લીધે સામાન્ય જનતા અને વેપારીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલ પોરબંદર જિલ્લામાં પેટ્રોલના ભાવ રૂ.102.28 અને ડીઝલના રૂ.98.40 છે.