અમદાવાદમાં મહિલાઓની ઓનલાઇન સુરક્ષા માટે સાયબર સેલનું 'મિશન સાયબર રક્ષિકા ઈસિક્યોર હરસ્પેસ' અભિયાન.
અમદાવાદમાં મહિલાઓની ઓનલાઇન સુરક્ષા માટે સાયબર સેલનું 'મિશન સાયબર રક્ષિકા ઈસિક્યોર હરસ્પેસ' અભિયાન.
Published on: 26th May, 2026

અમદાવાદ સાયબર સેલે 'મિશન સાયબર રક્ષિકા ઈસિક્યોર હરસ્પેસ' હેઠળ મહિલાઓને ઓનલાઇન સુરક્ષા પૂરી પાડવા ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત, સોશિયલ મીડિયા પર મહિલાઓને પજવતા અને હેરાન કરતા 42 લોકોની ધરપકડ કરાઈ છે અને 36 ગુના નોંધાયા છે. સાયબર સેલની ટીમ નાણાકીય ઠગાઈ, બ્લેકમેઇલિંગ, સાયબર સ્ટોકિંગ, ડીપફેક, અને અન્ય ઓનલાઇન ક્રાઇમથી બચાવવા કાનૂની માર્ગદર્શન અને સહાય આપશે. જાગૃતિ કાર્યક્રમો અને વર્કશોપનું પણ આયોજન કરાશે.