જામનગરમાં મહિલા હત્યા કેસમાં પતિ-જેઠાણીને આજીવન કેદની સજા.
જામનગરમાં મહિલા હત્યા કેસમાં પતિ-જેઠાણીને આજીવન કેદની સજા.
Published on: 26th May, 2026

જામનગર જિલ્લાના આરાબલુસ ગામમાં થયેલાં બહુચર્ચિત મહિલા હત્યા કેસમાં સેશન્સ કોર્ટે પતિ શક્તિસિંહ રાજુભા જાડેજા અને જેઠાણી અનિતાબા અનોપસિંહને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં મૃતક પૂર્ણાબાના પિતાએ આત્મહત્યાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે હત્યાનો ગુનો સાબિત કર્યો હતો. સરકારી વકીલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાની પરથી કોર્ટે આ સજાનો હુકમ કર્યો છે.