ડોક્ટરો પર હુમલોમાં ધારાસભ્યના પુત્ર સહિત ૭ શિવસેના કાર્યકરો સસ્પેન્ડ
ડોક્ટરો પર હુમલોમાં ધારાસભ્યના પુત્ર સહિત ૭ શિવસેના કાર્યકરો સસ્પેન્ડ
Published on: 09th September, 2026

પાલઘરની રીલિઝ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ પર હુમલાના મામલે શિવસેનાએ કડક કાર્યવાહી કરી છે. પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આરોપ હેઠળ ધારાસભ્ય રાજેન્દ્ર ગાવિતના પુત્ર રોહિત ગાવિત સહિત કુલ સાત પદાધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં હોસ્પિટલ સ્ટાફ સાથે મારપીટનો આક્ષેપ છે. શિવસેના સચિવ સંજય મોરેએ જણાવ્યું કે, આ નિર્ણય પાર્ટી નેતા એકનાથ શિંદેના આદેશથી લેવાયો છે અને તે શિસ્તભંગ બદલ લેવાયેલી કાર્યવાહી છે.