પવનચક્કી કોપર વાયર ચોરીના ગુનામાં બે આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપ્યાં
પવનચક્કી કોપર વાયર ચોરીના ગુનામાં બે આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપ્યાં
Published on: 09th September, 2026

જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના કોપર વાયરની ચોરીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા બે આરોપીઓને જામનગર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ વડાના નિર્દેશ બાદ, સ્કવોડ દ્વારા સક્રિય શોધખોળ હાથ ધરાઈ હતી. ગુપ્ત બાતમીના આધારે, ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ), 331(2), 331(3) અને 331(4) હેઠળના ગુનામાં ફરાર આરોપીઓ કિશોરભાઇ બચુભાઇ સોલંકી અને સુનિલભાઇ કિશોરભાઇ સોલંકીને સિક્કા પાટિયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા.