જામનગરના મારૂતિ નગરમાં પત્નીએ જ દારૂડિયા પતિને પોલીસને પકડાવી દીધો
જામનગરના મારૂતિ નગરમાં પત્નીએ જ દારૂડિયા પતિને પોલીસને પકડાવી દીધો
Published on: 09th September, 2026

જામનગરના મારૂતિનગર વિસ્તારમાં એક પત્નીએ પોતાના પતિની દારૂ પીને તોફાન કરવાની ફરિયાદ 112 નંબર પર કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી 37 વર્ષીય મુકેશભાઈ દેગામાને દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ફરિયાદ મુજબ, પતિ મુકેશભાઈ રાત્રે નશાની હાલતમાં તોફાન કરતા હતા, જેથી પત્નીએ પોલીસ બોલાવી હતી. પોલીસ તપાસમાં મુકેશભાઈ દારૂ પીધેલ હોવાનું અને તેમની પાસે પાસ-પરમીટ ન હોવાનું જણાયું હતું.