2000ની નોટ બદલવાનું મોટું કૌભાંડ
2000ની નોટ બદલવાનું મોટું કૌભાંડ
Published on: 22nd September, 2026

અમદાવાદમાં 2000 નોટ બદલવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. કેન્દ્ર સરકારે મે 2023માં 2000ની નોટો ડીમોનેટાઇઝ્ડ કરી હતી, પરંતુ હજુ પણ RBIમાં આ નોટો બદલવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડમાં RBIના એક પૂર્વ કર્મચારી સહિત કુલ ચાર લોકો ઝડપાયા છે. તેઓ પ્રતિ બેંક એકાઉન્ટ 9 લાખ રૂપિયા જમા કરાવી કાળા નાણાંને કાયદેસર કરી રહ્યા હતા. આ માટે 30 થી 50 હજાર સુધીનું કમિશન આપવામાં આવતું હતું.