અમદાવાદમાં મધ્ય પ્રદેશથી MD ડ્રગ્સ સાથે વેચાણ કરવા આવેલો શખસ ઝડપાયો
અમદાવાદમાં મધ્ય પ્રદેશથી MD ડ્રગ્સ સાથે વેચાણ કરવા આવેલો શખસ ઝડપાયો
Published on: 12th September, 2026

અમદાવાદ શહેર પોલીસે વાણિજ્ય ભવન નજીકથી એક શખસને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. મધ્ય પ્રદેશના મંદસૌરથી આવેલો આ આરોપી, આદિલખા સજાદખા મેવાતી, ₹2.77 લાખની કિંમતનું 92 ગ્રામ 600 મિલીગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ વેચવા આવ્યો હતો. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના પેન્ટના ખિસ્સામાંથી આ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની FSL દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.