અમદાવાદ પ્લેન ક્રેશ: પીડિત પુત્ર મિતેન પટેલે UK PMને લખ્યો પત્ર, તપાસમાં UK એજન્સીની માંગ
અમદાવાદ પ્લેન ક્રેશ: પીડિત પુત્ર મિતેન પટેલે UK PMને લખ્યો પત્ર, તપાસમાં UK એજન્સીની માંગ
Published on: 15th October, 2026

અમદાવાદમાં ગત વર્ષે થયેલા પ્લેન ક્રેશમાં માતા-પિતા ગુમાવનાર બ્રિટિશ નાગરિક મિતેન પટેલે UKના વડાપ્રધાનને ઓપન લેટર લખીને તપાસમાં UKની એજન્સીને જોડવાની માંગ કરી છે. મિતેને જણાવ્યું કે, માતાના મૃતદેહ સાથે બીજા મૃતકના અંગો ભેળસેળ થતાં તેને અને અન્ય પરિવારોને ભારે આઘાત લાગ્યો છે. ઘટનાને 16 મહિના વીતી ગયા છતાં તપાસમાં પારદર્શકતાનો અભાવ અને ધીમી ગતિથી નારાજ મિતેને કહ્યું કે, ભારત અને UK સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. તેણે સુરક્ષા નિયમોના બેવડા ધોરણ અને ઘટના સ્થળે મેમોરિયલ બનાવવાની પણ માંગ કરી છે.