નશાખોર પ્રેમીથી કંટાળી યુવતીએ સંબંધ તોડ્યો,
નશાખોર પ્રેમીથી કંટાળી યુવતીએ સંબંધ તોડ્યો,
Published on: 08th September, 2026

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક યુવતીએ તેના પ્રેમીની નશાની ટેવથી કંટાળીને પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો. બદલો લેવા માટે યુવકે યુવતીની અન્ય જગ્યાએ થયેલી સગાઈ તોડાવી દીધી હતી. ત્યારબાદ, યુવકે યુવતી અને તેના ભાઈઓને ખોટા કેસમાં ફસાવી દેવાની અને યુવતીને ઉપાડી જવાની ધમકીઓ આપી હતી. આ સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પીડિત યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.