આરોપીનો ફોટો, AIથી મળ્યો મોબાઇલ નંબર
આરોપીનો ફોટો, AIથી મળ્યો મોબાઇલ નંબર
Published on: 24th July, 2026

ગાંધીનગર પોલીસ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ના સંયુક્ત પ્રયાસથી એક અનોખો સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. એક ગુમ થયેલા આરોપીના ફોટો પરથી AI ટેકનોલોજીની મદદથી તેનો મોબાઇલ નંબર શોધી કાઢવામાં આવ્યો, જેના આધારે તેને સફળતાપૂર્વક પકડી પાડવામાં આવ્યો. આ પ્રોજેક્ટ વિશે જાણ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને સંપૂર્ણ ટેકો આપવાની ખાતરી આપી છે અને પ્રોજેક્ટ શરૂ કરવા જણાવ્યું છે. આ સિસ્ટમ ગુનેગારોને ઝડપી પાડવામાં ખૂબ જ મદદરૂપ થશે.