જમા મસ્જિદના શાહી ઇમામએ 19 વર્ષ જૂના કેસમાં કોર્ટમાં કર્યું સરેન્ડર
જમા મસ્જિદના શાહી ઇમામએ 19 વર્ષ જૂના કેસમાં કોર્ટમાં કર્યું સરેન્ડર
Published on: 24th July, 2026

દિલ્હીની જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના અહમદ બુખારીએ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની કોર્ટમાં 19 વર્ષ જૂના ચૂંટણી આચારસંહિતા ભંગના કેસમાં સરેન્ડર કર્યું. કોર્ટે તેમને ₹20-20 હજારના બે મુચલકા પર જામીન આપ્યા. આ કેસ 2007માં થયેલી ચૂંટણી દરમ્યાન ખતૌલીમાં આચારસંહિતાના કથિત ઉલ્લંઘન સાથે સંબંધિત છે. બુખારી પર ચૂંટણીપ્રચાર દરમ્યાન જરૂરી મંજૂરી વિના જાહેરસભાને સંબોધવાનો આરોપ છે. અનેક સમન્સ બાદ તેઓ કોર્ટમાં હાજર થયા હતા.