સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા
Published on: 24th July, 2026

સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે એક જાગૃત બેંક કર્મચારીની મદદથી 'ડિજિટલ અરેસ્ટ' સ્કેમનો પર્દાફાશ કરી 75 વર્ષીય વૃદ્ધ દંપતીને લાખો રૂપિયાની ઠગાઈથી બચાવ્યા છે. મુંબઈ પોલીસ તરીકે ઓળખ આપીને ઠગોએ દંપતીને ત્રણ દિવસ વિડીયો કોલ પર રાખી 25 તોલા સોનું અને ₹2 લાખની FD પડાવવાનો પ્રયાસ કર્યો હતો. બેંક કર્મચારીની સતર્કતા અને સાયબર ક્રાઇમની સમયસર કાર્યવાહીથી દંપતીની મૂડી સુરક્ષિત રહી.