વડોદરાનું વધુ એક ઇન્વેસ્ટર ફસાયા
વડોદરાનું વધુ એક ઇન્વેસ્ટર ફસાયા
Published on: 08th September, 2026

વડોદરામાં ઓનલાઈન રોકાણના નામે ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગોત્રી વિસ્તારના એક નિવૃત્ત ઇન્વેસ્ટરે 76 લાખ રૂપિયા ગુમાવ્યા છે. તેમને એક WhatsApp ગ્રુપમાં એડ કરી, લલચાવીને VIP ગ્રુપમાં જોઈન્ટ કરાયા હતા. શરૂઆતમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યા બાદ, સેબીના ડોક્યુમેન્ટ્સ બતાવી વિશ્વાસ સંપાદિત કર્યો. ત્યારબાદ તબક્કાવાર કુલ 76 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું. ઓનલાઈન એકાઉન્ટમાં 10 કરોડથી વધુનો ફાયદો દેખાડવામાં આવ્યો, પરંતુ રકમ ઉપાડી શકાઈ નહીં. શંકા જતા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.