અરવલ્લી પોલીસે અમદાવાદના પ્રોહિબિશનના 4 ગુનામાં વોન્ટેડ આરોપી હારૂન શેખને ઝડપ્યો
અરવલ્લી પોલીસે અમદાવાદના પ્રોહિબિશનના 4 ગુનામાં વોન્ટેડ આરોપી હારૂન શેખને ઝડપ્યો
Published on: 15th October, 2026

અરવલ્લી જિલ્લા પોલીસે અમદાવાદના નરોડા અને સરદારનગર પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશનના 4 ગુનાઓમાં છેલ્લા ચારેક માસથી વોન્ટેડ આરોપી હારૂન જબ્બાર જમાલ શેખ (ઉં.વ.38) ને મોડાસા સહયોગ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી શામળાજી પોલીસ મથક હેઠળના ગુનામાં પણ વોન્ટેડ હતો. તેની સામે અગાઉ પણ મારામારી અને કાયદાના ભંગના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તેને અટકાયત કરી શામળાજી પોલીસ મથકે ગુનાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અમદાવાદ પોલીસને પણ જાણ કરી છે.