1.19 કરોડની દારૂની પેટીઓના થપ્પા ને થપ્પા.
અમદાવાદના નિકોલ રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે PCB (પ્રોહિબિશન કન્ટ્રોલ બ્રાન્ચ) એ મોટી કાર્યવાહી કરીને ઉદયપુરથી વડોદરા જતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે ટ્રાફિક જામ કરીને કન્ટેનર રોકી તપાસ કરતાં અંદરથી 22,668 દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે ₹1.19 કરોડ છે, જ્યારે વાહન સહિત કુલ ₹1.34 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ડ્રાઈવર હનુમાનરામ ચૌધરીની ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્યું કે દારૂ ઉદયપુરથી ભરાયો હતો અને વડોદરામાં ડિલિવરી થવાનો હતો. પોલીસે ડ્રાઈવર સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
1.19 કરોડની દારૂની પેટીઓના થપ્પા ને થપ્પા.
અમદાવાદને મળશે નવો આઉટર રિંગ રોડ, SP રિંગ રોડનો વિસ્તાર વધશે
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને અકસ્માતોને નિયંત્રિત કરવા માટે 2200 કરોડ રૂપિયાના ખર્ચે નવો આઉટર રિંગ રોડ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 2027ના ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. હાલના SP રિંગ રોડને મોટો કરવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. નવા રિંગ રોડમાં લોજિસ્ટિક ઝોન વધવાની પણ અપેક્ષા છે, જે ગુજરાતના વિવિધ ભાગોને અમદાવાદ સાથે વધુ સારી રીતે જોડશે. આ વિકાસ યોજના ઔડા (AUDA) દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી છે.
અમદાવાદને મળશે નવો આઉટર રિંગ રોડ, SP રિંગ રોડનો વિસ્તાર વધશે
બોમ્બે HC ના ગુજરાતી મૂળના રિટાયર્ડ જસ્ટિસને હત્યાની ધમકી: પુત્રી પર હુમલો, ચુકાદાને કારણે બન્યું છે કારણ
બોમ્બે હાઇકોર્ટના ગુજરાતી મૂળના રિટાયર્ડ જસ્ટિસ ગૌતમ પટેલ અને તેમના પરિવારને છેલ્લા 10 મહિનાથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. લંડનમાં રહેતી તેમની પુત્રી પર પણ હુમલો થયો છે. આનું કારણ વર્ષ 2024માં દાઉદી વોરા સમાજના ધર્મગુરુના ઉત્તરાધિકાર અંગે આપેલ ચુકાદો છે. જસ્ટિસ પટેલે આ અંગે ભારત અને યુકેની એજન્સીઓ સમક્ષ ન્યાયની માગ કરી છે. તેમણે જણાવ્યું કે, રિટાયરમેન્ટનો મતલબ આવો ભય નહીં વિચાર્યો હતો.
બોમ્બે HC ના ગુજરાતી મૂળના રિટાયર્ડ જસ્ટિસને હત્યાની ધમકી: પુત્રી પર હુમલો, ચુકાદાને કારણે બન્યું છે કારણ
ગીરના સિંહના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ: નિવૃત્ત અધિકારીની સરકાર પર ગંભીર ટીકા
જાણિતા કલાકાર રાજભા ગઢવીને ગીર જંગલમાં માલધારી તરીકે વસવાટની મંજૂરી મળતાં જ વનવિભાગ વિવાદમાં સપડાયો છે. નિવૃત્ત પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અશોકકુમાર શર્માએ આ નિર્ણયની આકરી ટીકા કરતાં કહ્યું છે કે, "ઓફિસર પાસે પાવર જ નથી તો મંજૂરી કેમ આપી?" તેમણે જણાવ્યું કે ગીરની આસપાસ સતત વધી રહેલા ડેવલપમેન્ટને કારણે સિંહો પોતાની ટેરેટરીમાંથી બહાર આવી રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. આ રીતે ગીર ખતમ થઇ જશે તેવી ભીતિ તેમણે વ્યક્ત કરી છે.
ગીરના સિંહના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ: નિવૃત્ત અધિકારીની સરકાર પર ગંભીર ટીકા
પંચમહાલ: બોડેલી APMCના પ્રમુખ કૌશિક પટેલ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાઠોડની બિનહરીફ્ વરણી
ગુજરાતમાં ખેડૂતોના હિતોની સુરક્ષા માટે સૌપ્રથમ સ્થપાયેલ બોડેલી APMCમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ. જેમાં સર્વાનુમતે કૌશિક મનહરભાઈ પટેલ પ્રમુખ અને ધર્મેન્દ્રસિંહ રાઠોડ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ્ ચૂંટાયા. છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ બંનેના નામ જાહેર કરતાં ડિરેક્ટરોએ આવકાર્યા. આ પ્રસંગે ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કૌશિકભાઈ પટેલ અગાઉ બે વખત ઉપપ્રમુખ રહી ચૂક્યા છે.
પંચમહાલ: બોડેલી APMCના પ્રમુખ કૌશિક પટેલ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાઠોડની બિનહરીફ્ વરણી
કરજણ તાલુકા પંચાયત: કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિના હોદ્દેદારોને મેન્ડેટ અપાયા
કરજણ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો તથા તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિના હોદ્દેદારો અને સભ્યોને મેન્ડેટ અપાયા હતા. કારોબારી સમિતિના ચેરમેન તરીકે ચિરાગ નવીન પટેલ અને 8 સભ્યોની નિમણૂક કરાઈ. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ઉમેશ રમેશ વસાવા અને ચાર સભ્યોની વરણી કરાઈ. આ ચૂંટાયેલા હોદ્દેદારોએ વિકાસને વેગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
કરજણ તાલુકા પંચાયત: કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિના હોદ્દેદારોને મેન્ડેટ અપાયા
સાવલી નગરમાં પાણી ન મળતાં નગરજનોનો નગરપાલિકા સામે ભારે હોબાળો
સાવલીના વોર્ડ નં. 2માં છેલ્લા 6 મહિનાથી અનિયમિત પાણી અને 48 કલાકથી પાણી ન મળતાં નગરજનોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. બોર ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઈન તૂટી જતાં આ સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતાં બોર ખોદકામના સ્થળે એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો. કોર્પોરેટરોએ ઘટના સ્થળે પહોંચી સમારકામ અને તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની ખાતરી આપી હતી, પરંતુ લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.
સાવલી નગરમાં પાણી ન મળતાં નગરજનોનો નગરપાલિકા સામે ભારે હોબાળો
Kheda: ડાકોર રણછોડરાય મંદિરે તુલસી વિવાહ યોજાયો
ડાકોર : યાત્રાધામ ડાકોરમાં અધિક માસની અગિયારસ નિમિત્તે રણછોડરાય મંદિરે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડયા હતા. સમગ્ર મંદિર પરિસરથી ભક્તોથી છલકાઈ ગયું હતું અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા ગૂંજી ઊઠયા હતા. મંગળા આરતીમાં સેંકડો ભક્તો શ્રીજીના દર્શન કરી પાવન બન્યા હતા.
Kheda: ડાકોર રણછોડરાય મંદિરે તુલસી વિવાહ યોજાયો
પંચમહાલ જિલ્લા કલેક્ટરની હાલોલ નજીક વિરાસત વન અને જનકલ્યાણ શિબિર ની મુલાકાત
પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ હાલોલ તાલુકાના સાથરોટા ગામ ખાતે યોજાયેલ જનકલ્યાણ શિબિરની મુલાકાત લીધી. આ પ્રસંગે તેમણે પ્રખ્યાત સાંસ્કૃતિક વન વિરાસત વનની પણ મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન મોદીના શાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત પ્રગતિપથ યાત્રાના ભાગરૂપે આ શિબિર યોજાઈ હતી. જેમાં લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના પ્રમાણપત્રો અને સહાય અર્પણ કરાયા હતા. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લા કલેક્ટરની હાલોલ નજીક વિરાસત વન અને જનકલ્યાણ શિબિર ની મુલાકાત
મહેસાણા: MD ડ્રગ્સ કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
મહેસાણા ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલે MD ડ્રગ્સના 10.86 લાખ રૂપિયાના જથ્થા સાથે રાજસ્થાનના સુરેશ વિરારામજી બિશ્નોઈ સહિત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં જેલમાં બંધ આરોપી સુરેશ બિશ્નોઈએ મહેસાણા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. સરકારી વકીલ પરેશભાઈ દવેની દલીલોને ધ્યાનમાં રાખીને, સેશન્સ કોર્ટ જજ એમ.એફ.ખત્રીએ આરોપી સુરેશ બિશ્નોઈની જામીન અરજી નામંજૂર કરી છે.
મહેસાણા: MD ડ્રગ્સ કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
Mehsana: પાટીદાર પ્લાઝા નજીકનો ખાડો અંતે પુરાયો, વાહનચાલકોને મળશે રાહત
મહેસાણા શહેરમાં ધોબીઘાટથી ગાંધીનગર લિંક રોડ તરફ્ જવાના મુખ્ય રસ્તા પર, પાટીદાર પ્લાઝાની બિલકુલ બાજુમાં છેલ્લા અનેક દિવસોથી રસ્તાની વચ્ચોવચ એક મસમોટો ખાડો વાહનચાલકોની કમર તોડી રહ્યો હતો. જો કે, સંદેશમાં આ અંગે અહેવાલ પ્રસિધ્ધ થતાં અધિકારીઓને આ ખાડો મળ્યો હતો અને તુરંત ગટરની કુંડીનું ઢાંકણું નવું લગાવી તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. આથી અહી નીકળતા વાહન ચાલકોને હવે રાહત મળશે.
Mehsana: પાટીદાર પ્લાઝા નજીકનો ખાડો અંતે પુરાયો, વાહનચાલકોને મળશે રાહત
મહેસાણા: ધરોઈ ડેમમાં 51.01% પાણી, 414.76 MCM જથ્થો, ઉનાળુ પિયત માટે પૂરતું
ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ સિંચાઈ યોજનામાં હાલ 51.01% પાણીનો જથ્થો, એટલે કે 414.76 MCM પાણી બચ્યું છે. સિંચાઈ માટે નહેરમાં 150 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે, જેનાથી ઉનાળુ વાવેતર અને ઘાસચારાને પિયત મળી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ ન હોવાથી પાણીની આવક બંધ છે. ગત ચોમાસામાં ડેમ છલકાયો હતો. વર્તમાન સપાટી 607.16 ફૂટ છે. જૂનની ગરમીમાં પણ ડેમ મહેસાણા અને પાટણ જિલ્લા માટે જીવનરેખા બની રહ્યો છે, પીવાના પાણીની અછત નહીં સર્જાય.
મહેસાણા: ધરોઈ ડેમમાં 51.01% પાણી, 414.76 MCM જથ્થો, ઉનાળુ પિયત માટે પૂરતું
Lunawada: મલેકપુર ચાર રસ્તા બજારમાં સૂકાયેલું વૃક્ષ જોખમી
મલેકપુર : લુણાવાડા તાલુકાના મલેકપુર ગામના ચાર રસ્તા બજાર વિસ્તારમાં રોડની સાઈડમાં આવેલું એક વિશાળ વૃક્ષ છેલ્લાં ઘણાં સમયથી સંપૂર્ણપણે સૂકાઈ ગયું છે. વ્યસ્ત ગણાતા આ વિસ્તારમાં રોડની વચ્ચે ઊભેલું આ સૂકાયેલું વૃક્ષ હવે રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવનું જોખમ બન્યું છે. વૃક્ષની ડાળીઓ અતિશય જર્જરિત થઈ ચૂકી છે. ચોમાસામાં સામાન્ય પવનમાં પણ આ ડાળીઓ અથવા આખું ઝાડ ગમે ત્યારે નીચે ધસી પડે તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.
Lunawada: મલેકપુર ચાર રસ્તા બજારમાં સૂકાયેલું વૃક્ષ જોખમી
મહેસાણા: વિસનગરમાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિસનગર ખાતે 12 થી 18 જૂન, 2026 દરમિયાન મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખુલ્લા મુકાયેલા આ ફેસ્ટિવલમાં ગુજરાતની પરંપરાગત હસ્તકલાઓના અદ્ભૂત નમૂનાઓનું પ્રદર્શન અને વેચાણ થશે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની મહિલા ઉદ્યોગ સાહસિકો અને કારીગરોને આર્થિક રીતે સક્ષમ બનાવી તેમના ઉત્પાદનોને બજાર પૂરૂ પાડવાનો છે. આ મેળામાં હાથશાળ, માટીકામ, મોતીકામ, કચ્છી ભરતકામ જેવી અનેક કળાઓના સ્ટોલ્સ મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે.
મહેસાણા: વિસનગરમાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ
પાટણ: બાસ્પા ગામમાં પૈસા બાબતે યુવકને પિતા-પુત્રએ ફટકાર્યો, ફરિયાદ નોંધાઈ
સમી તાલુકાના બાસ્પા ગામમાં પૈસા આપી દીધા હોવા છતાં ઉઘરાણી કરી અપશબ્દો બોલવા અને લાકડી-ગડદાપાટુનો માર મારવાનો આરોપ મુકાયો છે. સાહીલખાન સિકંદરખાન બલોચે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગામના હેંગાભાઈ વસ્તાભાઈ ભરવાડ અને તેમના પુત્ર પ્રવિણ હેંગાભાઈ ભરવાડે પૈસા માંગ્યા હતા, અને યુવકે પૈસા આપી દીધા હોવાનું કહેતા ઉશ્કેરાઈને માર માર્યો હતો. યુવકને સારવાર બાદ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાટણ: બાસ્પા ગામમાં પૈસા બાબતે યુવકને પિતા-પુત્રએ ફટકાર્યો, ફરિયાદ નોંધાઈ
નર્મદા: ઉષાબેન વસાવાનું ગુજરાત આદિ ગૌરવ ઍવોર્ડથી બહુમાન
ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત જનજાતિય ગરિમા ઉત્સવ-2026 નિમિત્તે ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા ગુજરાત આદિ ગૌરવ સન્માન સમારોહ યોજાયો. જેમાં સાગબારા તાલુકાના પાંચ પિપરી ગામના ઉષાબેન દિનેશભાઇ વસાવાનું ખેતી ક્ષેત્રે 15 વર્ષના નોંધપાત્ર કાર્ય અને આદિવાસી મહિલાઓના સશક્તિકરણ માટે કરેલા અભૂતપૂર્વ પ્રયાસો બદલ ગુજરાત આદિ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા.
નર્મદા: ઉષાબેન વસાવાનું ગુજરાત આદિ ગૌરવ ઍવોર્ડથી બહુમાન
અમેરિકામાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ ઊભા કરવામાં ભારતીયો મોખરે
- અમેરિકાનાં 96 યુનિકોર્ન સ્ટાર્ટઅપ પાછળ મૂળ ભારતીયો- પ્રસંગપટ- એચવન-બી વિઝાના મામલામાં અને ટેકનિકલ સેક્ટરમાં ભારતીયો પ્રત્યે કિન્નાખોરી જોવા મળે છે - જ્યોતિ બંસલ, અરવિંદ શ્રીનિવાસ અને મોહિત અરોરાઅમેરિકાનું વહિવટી તંત્ર વિઝાના નિયમો કડક બનાવીને વિદેશના લોકોને ખાસ કરીને ભારતીયોને અમેરિકામાં પ્રવેશતાં રોકવા માગે છે. અમેરિકામાં અનેક ભારતીયો ટોપ પર છે.
અમેરિકામાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ ઊભા કરવામાં ભારતીયો મોખરે
વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ
- કેરબા, કન્ટેનરો કે ટિપણામાં ડીઝલ નહીં આપી શકાય - ઇન્ડસ્ટ્રિયલ, કમર્શિયલ અને ઇન્સ્ટિટયૂશનલ ગ્રાહકો હવે રિટેલ પમ્પો પરથી ડીઝલની ખરીદી નહીં કરી શકે- જથ્થાબંધ ખરીદીને પગલે અછત ઉભી થતા 90 દિવસ માટે આ પ્રતિબંધો લાગુ કરાયાનવી દિલ્હી : વિશ્વના મોટાભાગના દેશો માટે મહત્વપૂર્ણ વેપાર માર્ગ હોર્મુઝની ખાડીએ સંકટ વધી રહ્યું છે. એવામાં ભારતમાં પણ આ સંકટની અસરો જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે દેશભરમાં ડીઝલની ખરીદી પર લિમિટ લાગુ કરી દીધી છે.
વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ
સોમનાથ નજીક મિની ટ્રેક્ટર અને એક્ટીવા વચ્ચે અકસ્માત, બે યુવાનના મોત
સોમનાથ દર્શને જતી વેળાએ કાળભેટી ગયોવેરાવળના યુવાનનું ઘટના સ્થળે અને મોરબી રહેતા માસીયાઇ ભાઇએ જૂનાગઢની હોસ્પિટલમાં દમ તોડયો, એક સારવાર હેઠળવેરાવળ: વેરાવળ-સોમનાથ બાયપાસ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તાલાલા ચોકડી બ્રિજ નજીક એક્ટિવા અને મિનિ ટ્રેક્ટર વચ્ચે થયેલી ગંભીર ટક્કરમાં વેરાવળના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે મોરબીના યુવકે જૂનાગઢની હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. અકસ્માતમાં ઘાયલ યુવકની સારવાર ચાલી રહી છે. બે માસિયાઇ ભાઇઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
સોમનાથ નજીક મિની ટ્રેક્ટર અને એક્ટીવા વચ્ચે અકસ્માત, બે યુવાનના મોત
ડિજિટલ પેમેન્ટમાં નવો યુગ : AI એજન્ટ UPIથી ખરીદી કરશે
- ટેકનોલોજીનું કોમ્બિનેશન ચર્ચામાં આવ્યું - યુઝરે પસંદ કરેલા ભાવે ગોલ્ડ આવતા એઆઈ ખરીદી કરીને તેનું યુપીઆઈના માધ્યમથી પેમેન્ટ કરી દેશેનવી દિલ્હી : એઆઈને કારણે અનેક નોકરીઓમાં બદલાવ આવી રહ્યો છે. એઆઈની અસર ટ્રેડિંગમાં પણ જોવા મળી રહી છે. ઘણા ઈન્વેસ્ટર્સ એઆઈ પાસેથી ટિપ્સ લઈને ટ્રેડિંગ કરી રહ્યા છે. ત્યારે, હવે, એઆઈ અને યુપીઆઈનું ગજબનું કોમ્બિનેશન ચર્ચામાં આવ્યું છે.
ડિજિટલ પેમેન્ટમાં નવો યુગ : AI એજન્ટ UPIથી ખરીદી કરશે
ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા
- ખાડી યુદ્ધ અને અલ નીનો આગામી સમયમાં અર્થતંત્ર પર વધુ વિપરીત અસર પાડશે- પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવવધારાના કારણે અનાજ, ફળો, ખાદ્યતેલ, શાકભાજીથી માંડીને શેમ્પુ સુધીની ચીજો પણ મોંઘી થઈ- રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કર્યોનવી દિલ્હી : દેશમાં કાળઝાળ ગરમીની સાથે-સાથે હવે મોંઘવારી પણ માઝા મૂકી રહી છે.
ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા
યમઘંટ બને છે કોટા .
બાળકનું માથું બોરીમાં નહીં સમાતાં ચપ્પા વડે કાપી નદીમાં ફેંક્યું હતું
રાજકોટમાં આઠ વર્ષ પહેલાં મળેલા બાળકના માથા(હત્યા)નો ભેદ ઉકેલાયોબાળકને પશ્ચિમ બંગાળથી મજૂરી માટે લઇ આવી અત્યાચાર ગુજારી મોતને ઘાટ ઉતારનાર આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીરાજકોટ: રાજકોટમાં ૨૦૧૮ની સાલમાં રૂખડીયાપરા પાસેથી પસાર થતી આજી નદીમાંથી બાળકનું માત્ર માથું મળી આવ્યું હતું. આઠ વર્ષ બાદ ક્રાઇમ બ્રાંચે તેનો ભેદ ઉકેલી લીધો છે. બાળક પશ્ચિમ બંગાળનો શુભમ વિનોદભાઇ હસદા (ઉ.વ.
બાળકનું માથું બોરીમાં નહીં સમાતાં ચપ્પા વડે કાપી નદીમાં ફેંક્યું હતું
સિહોર તાલુકાના કરકોલિયા ગામે 4 યુવકો પર હુમલો
વલસાડ અંડરપાસની ઊંચાઇમાં તફાવત: કન્ટેનર અને વાહનો ફસાઈ, ટ્રાફિક જામની સમસ્યા
વલસાડમાં ગુંદલાવ-ખેરગામ રોડ પર છીપવાડ રેલવે અંડરપાસની ઊંચાઇમાં રહેલા તફાવતને કારણે કન્ટેનર અને ટ્રેલર જેવા ઊંચા વાહનો ફસાઈ રહ્યા છે. પૂર્વ રેલવે ટ્રેક નીચેના અંડરપાસની ઊંચાઇ ઓછી જ્યારે પશ્ચિમમાં સ્ટેટ હાઇવે નીચેના અંડરપાસની ઊંચાઇ વધુ છે. આ કારણે શહેર તરફથી આવતા વાહનો પૂર્વ અંડરપાસમાં પ્રવેશતા ફસાઈ જાય છે, જેના લીધે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે. ઊંચાઇ મર્યાદાના પાટિયા હોવા છતાં ઊંચા વાહનો પ્રવેશ કરી રહ્યા છે, અને રેલવે તંત્ર દ્વારા યોગ્ય સુરક્ષા વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.
વલસાડ અંડરપાસની ઊંચાઇમાં તફાવત: કન્ટેનર અને વાહનો ફસાઈ, ટ્રાફિક જામની સમસ્યા
વલસાડ સાયબર ફ્રોડ: 38 લાખની ઠગાઈનો ઝારખંડનો આરોપી ઝડપાયો
વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને કુલ રૂ.39.68 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ કરનાર મૂળ ઝારખંડના અને હાલ વાપીમાં રહેતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ક્રેડિટ-ડેબિટ કાર્ડ, મોબાઇલ અને બેંક ચેકબુક મળી આવી હતી. આ આરોપીએ પોતાના અને મિત્રો-સંબંધીઓના બેંક એકાઉન્ટમાં નાણાં મેળવી તેને સગેવગે કર્યા હતા. દેશભરમાં 16 ફરિયાદોમાં કુલ રૂ. 38.68 લાખનું ટ્રાન્ઝેક્શન થયું હતું.
વલસાડ સાયબર ફ્રોડ: 38 લાખની ઠગાઈનો ઝારખંડનો આરોપી ઝડપાયો
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દીપડો દેખાતા પ્રવાસીઓમાં ભય, વાયરલ વીડિયો બાદ પાંજરું ગોઠવાયું
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના વોટર રાફ્ટિંગ વિસ્તારમાં દીપડો દેખાતાં પ્રવાસીઓમાં ભારે ભય ફેલાયો છે. પ્રવાસીઓએ પુલ પર લટાર મારતા દીપડાનો વીડિયો ઉતાર્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નર્મદા જિલ્લામાં 43% વન વિસ્તાર હોવાથી 50થી વધુ દીપડા છે. ખોરાકની શોધમાં દીપડા રહેણાંક અને પ્રવાસન સ્થળોએ આવી જતા હોય છે. હાલ, દીપડાને ઝડપી લેવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે, જેનાથી પ્રવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દીપડો દેખાતા પ્રવાસીઓમાં ભય, વાયરલ વીડિયો બાદ પાંજરું ગોઠવાયું
ધારીમાં બેફામ નશાખોરો સામે પોલીસવડાને રજૂઆત, ધારાસભ્ય પણ મેદાનમાં.
જિલ્લામાં દેશી-વિદેશી દારૂના ખુલ્લેઆમ વેચાણને કારણે નશાખોરો બેફામ બન્યા છે. ધારીમાં બે ખેડૂતો પર છ અસામાજિક તત્વો દ્વારા થયેલા ખુની હુમલા બાદ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે ભાજપના વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડીયા, તેમજ પૂર્વ ધારાસભ્યો નલીનભાઈ કોટડીયા અને મનસુખભાઈ ભુવાએ જિલ્લા પોલીસવડા સમક્ષ તાત્કાલિક દારૂના હાટડા બંધ કરાવવા અને કડક પગલાં લેવાની માંગ કરી છે. આ ઘટનાઓએ ફરી એકવાર દારૂબંધીના અમલ પર પ્રશ્નો ઉભા કર્યા છે.