યમઘંટ બને છે કોટા                                       .
યમઘંટ બને છે કોટા .
Published on: 13th June, 2026

આઈઆઈટીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે કોટા એટલે મક્કા-મદીના અને જેરુસલેમ. ઇન્ડિયાનું કોચિંગ હબ. રાજસ્થાનનું એ શહેર કોઈ સીટી નથી બાકી એક વિરાટ હોસ્ટેલ છે. જ્યાં બધા વિદ્યાર્થીઓ જ રહે છે. અહી ઘરો નથી, પેઈંગ ગેસ્ટ હાઉસ છે. અહી રેસ્ટોરન્ટો નથી, મેસ છે અને કેન્ટીન છે.