રૂ. 56,250ના ચરસ-ગાંજા સાથે 2 શખ્સ પોરબંદર એરપોર્ટ નજીક રેસીડેન્સીમાંથી ઝડપાયા.
રૂ. 56,250ના ચરસ-ગાંજા સાથે 2 શખ્સ પોરબંદર એરપોર્ટ નજીક રેસીડેન્સીમાંથી ઝડપાયા.
Published on: 10th July, 2026

પોરબંદરના એરપોર્ટ પાસે આવેલી શીવ રેસીડન્સીના એક રૂમમાંથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે બે વ્યક્તિઓને એસઓજી ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા શખ્સો પાસેથી કુલ રૂ. 56,250 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાની સૂચનાઓને પગલે હાથ ધરાઈ હતી, જેનો ઉદ્દેશ નશીલા પદાર્થોના વેપાર અને સેવનને રોકવાનો છે.