NH-56 પ્રોજેક્ટ સામે નર્મદાના ખેડૂતો અને સોસાયટીના રહીશોનું આંદોલન
NH-56 પ્રોજેક્ટ સામે નર્મદાના ખેડૂતો અને સોસાયટીના રહીશોનું આંદોલન
Published on: 10th July, 2026

નર્મદા જિલ્લામાં શામળાજીથી વાપી સુધી વિસ્તરી રહેલા નેશનલ હાઈવે 56 (NH-56) પ્રોજેક્ટ સામે ખેડૂતો અને સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. હજારો એકર કિંમતી જમીન ગુમાવનારા ખેડૂતોને યોગ્ય વળતર ન મળતાં અને ‘શ્રી રામ હેરિટેજ સોસાયટી’ના 22 મકાનો હાઈવેના રૂટમાં કપાતમાં જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં એકત્ર થઈને તેમણે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. જો યોગ્ય અને સંતોષકારક નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.