ભરૂચની નવજીવન હોમ સોસાયટી સામે કચરાના ઢગલા
ભરૂચની નવજીવન હોમ સોસાયટી સામે કચરાના ઢગલા
Published on: 29th July, 2026

અંકલેશ્વરમાં નવજીવન હોમ સોસાયટી સામે કચરાના ઢગલાથી દુર્ગંધ અને આરોગ્ય જોખમ વધ્યું છે. રાજપીપળા ચોકડીથી મીરાનગર જતા માર્ગ પર મુખ્ય પ્રવેશદ્વાર સામે કચરાનો વિશાળ ઢગલો ખડકાતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ છે. લાંબા સમયથી પડેલા કચરાને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે. દરરોજ હજારો વિદ્યાર્થીઓ આ માર્ગ પરથી અવરજવર કરતા હોવાથી તેમના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું છે.