બોમ્બે હાઇકોર્ટ: માત્ર બે વાંદાથી ફાઇવસ્ટાર હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ન થાય
બોમ્બે હાઇકોર્ટ: માત્ર બે વાંદાથી ફાઇવસ્ટાર હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ન થાય
Published on: 31st July, 2026

નવી મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં માત્ર બે વાંદા મળવાના કારણે FDA દ્વારા તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. બોમ્બે હાઇકોર્ટે FDAની આ કાર્યવાહી પર આકરી ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે, 'આપણે ભારતમાં છીએ, વાસ્તવિકતામાં જીવો.' માત્ર બે વાંદાને કારણે લાઈસન્સ સસ્પેન્ડ રાખવું યોગ્ય નથી. FDAએ ખાદ્ય સલામતીનો મુદ્દો ઉઠાવ્યો, પરંતુ કોર્ટે આ દલીલને નકારી કાઢી. કોર્ટે સૂચવ્યું કે આવા પગલાં લેતા પહેલા સુધારા નોટિસ આપવી જોઈએ અને રોજગારી પર થતી અસર ધ્યાનમાં લેવી જોઈએ.