જામનગરમાં નવરાત્રિ દરમિયાન શી ટીમ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા અને રોમિયોગીરી પર કાર્યવાહી
જામનગરમાં નવરાત્રિ દરમિયાન શી ટીમ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા અને રોમિયોગીરી પર કાર્યવાહી
Published on: 15th October, 2026

જામનગરમાં નવરાત્રિ દરમિયાન મહિલા ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસની શી ટીમ સક્રિય છે. પરંપરાગત પોશાકમાં મહિલા પોલીસ કર્મચારીઓ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ વચ્ચે રહી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. રોમિયોગીરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. શી ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની તપાસ, દસ્તાવેજોની ચકાસણી અને બ્રેથએનલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધર્યું છે. આ કામગીરી નવરાત્રિ દરમિયાન ચાલુ રહેશે.