સુરત ક્રાઈમ બ્રાન્ચે વૃદ્ધા પાસેથી 1.34 કરોડ પડાવનાર સાયબર ગુનેગારને ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચે વૃદ્ધા પાસેથી 1.34 કરોડ પડાવનાર સાયબર ગુનેગારને ઝડપી પાડ્યો
Published on: 29th May, 2026

સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે, જેમાં કર્ણાટકમાં 90 વર્ષના વૃદ્ધાને 'ડિજિટલ અરેસ્ટ' કરી 1.34 કરોડ રૂપિયા પડાવી લેનાર જીગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી ધીરજલાલ વઘાડીયા નામના સાયબર ગુનેગારને ઝડપી પાડ્યો છે. આરોપીએ CBI અને દિલ્હી પોલીસ અધિકારી હોવાનું જણાવી વૃદ્ધાને ખોટા આરોપો હેઠળ ફસાવી, કેસ રફાદફા કરવાના બહાને મોટી રકમ પડાવી લીધી હતી. કર્ણાટક પોલીસની ફરિયાદ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી આરોપીને દબોચી લીધો છે અને આગળની કાર્યવાહી માટે કર્ણાટક પોલીસને જાણ કરી છે.