નકલી બેંક ખોલી 28 લાખનું સોનું લૂંટ્યું
નકલી બેંક ખોલી 28 લાખનું સોનું લૂંટ્યું
Published on: 20th July, 2026

દાહોદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દિવસે એક ચોંકાવનારી ઘટના બની. નકલી બેંક ઊભી કરીને 28.60 લાખ રૂપિયાનું સોનું લઇને બે લોકો ફરાર થઇ ગયા. આ ઘટના ઉત્કર્ષ બેન્ક નામની નકલી બેંકમાં બની, જેના નકલી મેનેજર સુમિતકુમાર હતા. મહાવીર જ્વેલર્સના માલિક રાકેશકુમાર ગાંધી અને પુત્ર જય ગાંધી પાસેથી આ સોનું લૂંટવામાં આવ્યું. નકલી ઓફિસ, નકલી સ્ટાફ અને ચતુર પ્લાનિંગથી આ છેતરપિંડી કરવામાં આવી, જેમાં 'સ્પેશિયલ 26' જેવી ફિલ્મની યાદ અપાવતી ઘટના બની.