અમદાવાદ શહેરમાં દીપડો ઘૂસતાં દહેશત!
અમદાવાદ શહેરમાં દીપડો ઘૂસતાં દહેશત!
Published on: 20th July, 2026

અમદાવાદના બોપલ-ઘુમા જેવા પોશ રહેણાંક વિસ્તારમાં દીપડાની એન્ટ્રી થતાં સ્થાનિક લોકોમાં ભારે દહેશતનો માહોલ છે. ઘુમા VIP રોડ પર આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે દીપડાને જોતા લોકો ડઘાઈ ગયા હતા. સોસાયટીના CCTV ફૂટેજમાં તેની હિલચાલ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગનો કાફલો પહોંચ્યો છે અને દીપડાને શોધવા માટે સઘન શોધખોળ અને પાંજરું મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.