US ક્લબમાં ૭૭ કરોડના કૌભાંડમાં EDના દરોડા
US ક્લબમાં ૭૭ કરોડના કૌભાંડમાં EDના દરોડા
Published on: 19th September, 2026

ભારતીય સેના દ્વારા સંચાલિત યુનાઇટેડ સવસીસ ક્લબ (US ક્લબ)ની મહિલા ડેપ્યુટી સેક્રેટરીએ પતિ સાથે મળી ૭૭ કરોડ રૂપિયાની ઉચાપત કરી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વધુ ૧૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી, જેમાં મુંબઈ, ગોવા અને મધ્યપ્રદેશમાં કરાયેલા દરોડામાં ફ્લેટ, જમીન, રોકડ અને ફિક્સ્ડ ડિપોઝિટનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ ૫૦ કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરાઈ છે. આ કૌભાંડમાં નકલી બેંક ખાતા ખોલી ભંડોળ ડાયવર્ટ કરાયું હતું.