૨૪ કલાકમાં ચાર સ્થળોએથી ૨૩ જુગારીઓને વડોદરા પોલીસે ઝડપી પાડ્યા
૨૪ કલાકમાં ચાર સ્થળોએથી ૨૩ જુગારીઓને વડોદરા પોલીસે ઝડપી પાડ્યા
Published on: 04th September, 2026

જન્માષ્ટમીના તહેવાર નજીક આવતા જ જુગાર પ્રવૃત્તિ વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં, વડસર, કિશનવાડી, સમા અને પાણીગેટ મહાદેવ તળાવ પાસે જુગાર રમતા કુલ ૨૩ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે જુગારીઓ પાસેથી રોકડા, વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ ₹૨.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડસર ખાતે સૌથી વધુ ૯ જુગારીઓ ઝડપાયા હતા.