વડોદરાના ઘાઘરેટિયાના બૂટલેગરનો નવો કીમિયો
વડોદરાના ઘાઘરેટિયાના બૂટલેગરનો નવો કીમિયો
Published on: 04th September, 2026

ઘાઘરેટિયાના નામચીન બૂટલેગરે પોલીસને ચકમો આપવા માટે મધ્યપ્રદેશથી લક્ઝરી બસમાં ૯.૨૪ લાખ રૂપિયાનો વિદેશી દારૃ મંગાવ્યો હતો, જેને પીસીબીએ ઝડપી પાડ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ચાર સ્થળોએ કાર્યવાહી કરીને કુલ ૧૧.૩૦ લાખ રૂપિયાનો દારૃ કબજે કરાયો છે. ઇન્દોરથી માં શક્તિ ટ્રાવેલ્સની બસમાં ૨,૮૫૭ બોટલ દારૃ લાવવામાં આવ્યો હતો. પોલીસે દારૃ, બસ સહિત કુલ ૨૪.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં મહારાષ્ટ્રના એક આરોપીને ઝડપી પાડ્યો છે અને મુખ્ય બૂટલેગર વિપુલ પંચાલ સહિત અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.