ખેડામાં ATM બદલી ઠગાઈ કરનાર ધીરજ પંચાલ કપડવંજમાંથી 66 કાર્ડ સાથે ઝડપાયો
ખેડામાં ATM બદલી ઠગાઈ કરનાર ધીરજ પંચાલ કપડવંજમાંથી 66 કાર્ડ સાથે ઝડપાયો
Published on: 29th May, 2026

ATM કેન્દ્રો પર સિનિયર સિટીઝન અને મહિલાઓની મજબૂરીનો લાભ ઉઠાવી બેંક ખાતા સાફ કરતી ગેંગનો ખેડા પોલીસે પર્દાફાશ કર્યો છે. કપડવંજ ટાઉન પોલીસે બાતમી અને ટેકનોલોજીની મદદથી ધીરજ મોહનલાલ પંચાલ નામના ઠગને ઝડપ્યો. આરોપી સુરક્ષા ગાર્ડ વગરના ATM પર વોચ રાખી, મદદ કરવાના બહાને ગ્રાહકનો PIN જોઈ લેતો અને અસલી ATM કાર્ડ બદલી નકામું કાર્ડ પધરાવી દેતો. ગ્રાહક ગયા બાદ તે કાર્ડ અને PIN વડે પૈસા ઉપાડી લેતો. તેની પાસેથી 66 ATM કાર્ડ મળ્યા, જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી.