મહિલા વકીલ અને ભાઈ પર મરચાંનું પાણી છાંટી કર્યો જીવલેણ હુમલો
મહિલા વકીલ અને ભાઈ પર મરચાંનું પાણી છાંટી કર્યો જીવલેણ હુમલો
Published on: 12th September, 2026

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ગેરકાયદે દબાણ મુદ્દે AMCમાં ફરિયાદ કર્યાની અદાવતે મહિલા વકીલ રોશની યાદવ અને તેમના ભાઈ દમન યાદવ પર જીવલેણ હુમલો થયો. સવારે કોર્ટ જતા સમયે ચારેક મહિલાઓએ મરચાંવાળું પાણી છાંટ્યું અને બાદમાં પુરુષોએ લોખંડના સળિયા તથા લાકડાના દંડા વડે બેફામ માર માર્યો. આ હુમલામાં મહિલા વકીલનું માથું ફૂટી જતાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. સરદારનગર પોલીસે 4 મહિલા સહિત 9 લોકો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.