ડભોઇ રોડ પરથી ૮.૪૭ લાખનો વિદેશી દારૃનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાયો
ડભોઇ રોડ પરથી ૮.૪૭ લાખનો વિદેશી દારૃનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાયો
Published on: 13th September, 2026

વડોદરાના ડભોઇ રોડ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાંચ બૂટલેગરો દ્વારા મંગાવવામાં આવેલો ૮.૪૭ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૃ, કાર અને ટુ વ્હીલર સહિત કુલ ૧૭.૦૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે વોચ ગોઠવીને રેડ કરતાં એક આરોપી ભાગી છૂટ્યો હતો, જ્યારે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ભાગી છૂટેલો આરોપી અન્ય બૂટલેગર સાથે મળીને દારૃનું વેચાણ કરતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.